________________
ચાર જૈન તીર્થો શ્રી મહાલક્ષ્મી માતાજીની બાજુમાં ધાતુની ચાર યક્ષયક્ષિણુઓની પ્રતિમાઓ છે. એમાં એક અંબિકાદેવીની. સુંદર મૂર્તિ પણ છે. અંબિકાદેવીના ખેાળામાં એક બાળક બેઠેલું છે, બીજું બાળક બાજુમાં ઊભું છે. હાથમાં આંબાની. લંબ છે અને તેની પાછળ સં. ૧૩૮૭ ને લેખ છે.
પાસે આરસનાં પગલાં છે તે કેનાં હશે એ જાણવામાં આવ્યું નથી.
ઓરડીની બહારની ભીંતમાં એક દેરી આકારને ગોખલે છે, તેમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાંજેડી છે.
ચેકમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનને ઘૂમટબંધી ગભારે છે. મૂળનાયકની બંને બાજુએ આરસની એકેક જિનપ્રતિમા છે.
એક તરફ શ્રી અજિતનાથ ભગવાનને ઘૂમટબંધી ગભારે છે. મૂળનાયકની એક તરફ કાઉસગિયા મૂર્તિ છે, અને બીજી તરફ શ્રીજિનેશ્વર ભગવાનની નાની પાંચ મૂર્તિઓ પરિકરમાંથી અલગ પડી ગયેલી બેસાડવામાંથી આવી છે.
રમાં જે શ્રી અજિતનાથ ભગવાનને ગભારે છે. તે જ મોતીશાહ શેઠનું ઘર દેરાસર હતું એમ કહેવાય છે. અને આ મહાલક્ષ્મી માતાજીની મૂર્તિ તેમનાં કુળદેવી હતાં એમ ત્યાંના વૃદ્ધો પાસેથી જાણવામાં આવ્યું છે. આ માટે વાંચે-મુંબાઈના નામાંકિત શેઠ મોતીશાહ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org