________________
૧૦
ચાર જેન તીર્થો પ્રસંગે તે એમાં માણસે સમાતાં નહિ એ ખરું, પણ જ્યારે
જ્યારે પૂજા વગેરે ભણાવવામાં આવતી ત્યારે પણ માણસને બહાર ઊભા રહેવું પડતું. આથી શ્રીસંઘે આ દેરાસરને મેટું બનાવવાનો નિર્ણય કર્યો. મંદિરની ભમતી બનાવવા સારુ આસપાસની જમીન ખૂબ મહેનત પછી વેચાતી લેવામાં આવી. ભમતી તૈયાર થઈ જતાં બાવન દેરીઓ માટેની પ્રતિમાઓ પાલીતાણાથી મેળવવામાં આવી.
સં. ૧૮૯૭ના મહા સુદિ ૫ ના રોજ એ ભમતીની દેરીઓમાં પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી.
સં. ૧૯૩૯ના શ્રાવણ સુદિ ૪ના રોજ મૂળનાયકના. મંદિરનું શિખર ઓચિંતું તૂટી પડ્યું. આથી એનું સમારકામ કરાવી સં. ૧૯૪૫ ના જેઠ વદિ ૧૦ ના રોજ શિખર પર ફરીથી ધ્વજા ચડાવવામાં આવી.
શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉદય માતરથી પશ્ચિમ દિશામાં ૪ ગાઉ દૂર બડા નામે ગામ વાત્રક નદીના કાંઠે આવેલું છે. અત્યારે અહીં કે શ્રાવકનું ઘર નથી. ગરાસિયા, ધારાળા, વણકરે વગેરેનાં મળીને ૨૦૦ ઘરની વસ્તીનું નાનકડું ગામ છે.
એક પ્રસંગે આ ગામને એક વણકર નદીમાંથી કાંકરી કાઢવા સારુ ગયેલે, ત્યારે નદીના કિનારે બદતાં જમીનમાંથી અચાનક એક જિનપ્રતિમા નીકળી આવી. એ મૂર્તિને. સાફ કરી એ ઘેર લાવ્યો અને ઘરની બહાર એક તુલસીક્યારા નીચે એ મૂર્તિને પધરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org