________________
ચાર જન તીર્થો
શા. જીવરાજ સુંદરચંદ અને શ્રી. નથુ ગાંધી નામના ત્રણ આગેવાન ગૃહસ્થોને એક રાતે છેલ્લા પહોરે એકસરખું સ્વપ્ન આવ્યું. ત્રણે જણાએ એ જાણે કેઈ ચિત્ર જોતા હોય એમ એકસરખું દશ્ય સ્વપ્નમાં જોયું. સુહુંજ ગામમાં એક બારેટના વાડાની જમીનમાંથી તીર્થકરની મૂર્તિઓ પ્રગટ થતી તેમણે જોઈ. અને એ મૂર્તિઓ માતરમાં લાવવાને આદેશ પણ એમને સંભળા.
વહેલી સવારે આ ત્રણે મિત્રે દેરાસર આવતાં એક બીજાને મળ્યા. એક પિતાને આવેલા સ્વપ્નની વાત કહેવા માંડી, ત્યાં બીજા બે જણાએ એવું સ્વપ્ન પિતાને પણ આવ્યાની વાત કરી. ત્રણે જણ આ સ્વપ્નની વાતની ખાતરી કરવા સુહુંજ ગામ ઊપડ્યા.*
- અહીં સુહુંજમાં એક બારેટે પણ એ જ દિવસે એના વાડામાં કેટલાક આશ્ચર્યકારક ચમત્કારે જોયા. એ ચમત્કાર
* સહેજ ગામ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં મહુધાથી બે માઈલ દૂર આવેલું છે. આજે અહીં ૨૦૦-૨૫૦ પાટીદાર વગેરે કેમનાં ઘરે છે, પણ કોઈ જૈન શ્રાવકનું ઘર નથી.
મળી આવેલી મૂર્તિઓ પીકી શ્રીસુમતિનાથ ભગવાનની પ્રતિમા ઉપરના સં. ૧૫૨૩ ને શિલાલેખથી તેમજ વિજલપુર, નડિયાદ, ખેડા, અમદાવાદ, મુંબઈ, પાદરા, ભરૂચ અને ખંભાતનાં જૈન મંદિરોમાં રહેલી સુહુના શ્રાવકોએ ભરાવેલી ધાતુ પ્રતિમાઓ ઉપરના લેખેથી એટલું સ્પષ્ટ થાય છે કે, સુહુંજ ગામ સોળમા સૈકાથી પ્રાચીન છે. એ સમયે અહીં જેન શ્રાવકની વસ્તી સારા પ્રમાણમાં હતી. વળી, અહીંની જમીનમાંથી મૂતિઓ મળી આવી તેથીયે સમજાય છે કે અહીં એ સમયે જૈન મંદિર વિદ્યમાન હોવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org