________________
૧. માતર
ગુજરાતમાં આવેલા ખેડા જિલ્લામાં માતર તાલુકાનું
મુખ્ય ગામ માતર છે. તેની કુલ વસ્તી ૫૨૮૨ માણસાની છે. તાલુકાનું ગામ હેાવાથી મામલતદારની કચેરી અહી છે. અમદાવાદથી ૨૫ માઈલ, નિડયાદ અને મહેમદાવાદ સ્ટેશનથી ૧૩ માઈલ અને ખેડાથી ૩ માઈલ દૂર માતર ગામ આવેલું છે. પાકી સડક ઉપર આવેલા આ ગામના અવરજવરને વહેવાર મેટર–મસ દ્વારા ચાલુ છે. નિડયાદ સ્ટેશનથી માતરની અસ-સર્વીસ આશરે દર કલાકે ઊપડે છે. અમદાવાદથી એમ્બે સ્ટેટ ટ્રાન્સપોર્ટની મેટરા અમદાવાદ વિકટારિયા ગાર્ડન પાસેથી રાજ એ વાર આવે જાય છે. આ સિવાય ખંભાત, પેટલાદ, તારાપુર, સેાજિત્રા, ધોળકા અને મહેમદાવાદથી માતર આવવાની મેાટર ખસે નિયમિત મળે છે.
અગાઉ આ ગામ વેપાર-ધંધે આબાદ હતું. જૈન વાણિયાની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી; એવાં પ્રમાણેા મળે છે. પરંતુ રેલ્વે માથી દૂર પડી જવાથી એના વેપાર-ધધા પડી ભાંગ્યા છે. જૈનેાની વસ્તી પણ ઓછી થઈ ગઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org