________________
भुवनभानवीयमहाकाव्ये
5 545248 55 ...
जाने यथाऽस्मद्विधविप्रलापः क्षेपः स्तवो वेति विचारणीयम्। भक्त्या स्तवन्त्रस्तु तथापि विद्वन् ! क्षमावकाशानुपपादयिष्ये ॥२-२॥ ( શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી પરમાત્માની સ્તુતિ કરતાં પૂર્વે કહે છે કે, “હું બરાબર સમજું છું, કે અમારા જેવાનો આ લવારો નિંદા છે કે સ્તવના એ પણ વિચારણીય છે. છતાં પણ હૈ વિદ્વાન ! હું મારા ભક્તિભાવથી આપની સ્તુતિનો બાલિશ યત્ન કરવા સ્વતંત્ર છું. આથી મારા આ અપરાધને ક્ષમાને પાત્ર ઠેરવી શકીશ.”
અબજો-અબજોપતિને માટે કોઈ કહે “અરે, એની પાસે તો હજારો રૂપિયા છે', તો એ એની નિંદા જ કહેવાય ને ? પણ મારે તો એનાથી ય મોટી આપત્તિ છે. સિદ્ધસેનસૂરિજી અને પરમાત્મા વચ્ચે જે અંતર હશે, એનાથી ય વધુ અંતર મને મારા અને પૂજ્યશ્રી વચ્ચે લાગે છે. આ મહાકાવ્ય વાસ્તવમાં મારો લવારો જ છે. પૂજ્યશ્રીના નિરુપમ ગુણોને માપવાનું મારું દુઃસાહસ જ છે. અને સિદ્ધસેનસૂરિજીના કહ્યા મુજબ આ નિંદા છે કે ગુણાનુવાદ એ પણ વિચારણીય જ છે. આવી મુશ્કેલીમાં મુકાયેલા મારા, મનને તેઓશ્રી જ સમાધાન આપી દે છે... ભક્તિભાવથી કરેલ આ અપરાધ અવશ્ય ક્ષમાને પાત્ર છે.
પૂજ્યશ્રીના ગુણોને પામવાની વાત તો દૂર રહી. તેમના ગુણોને જાણવાનું ય સૌભાગ્ય દુર્લભ છે. છતાં ય ગુણાનુરાગથી કરેલ આ પ્રયત્નથી એ દિશામાં યત્કિંચિત પણ પ્રગતિ થાય, તો બેડો પાર થઈ જાય.