________________
भुवनभानवीयमहाकाव्ये
• પ્રકાશકીય • કળિકાળની અંધારી રાતે ઉગેલ એક ભુવનભાનુ....
ક્યાં ક્ષેત્રને એણે નથી અજવાળ્યું
એ જ પ્રશ્ન છે. આ અજવાળા સેંકડો-હજારો વર્ષ સુધી અમર થઈ જાય એ માટે વ્યાકરણબદ્ધ સંસ્કૃત ભાષામાં તેમનું અવતરણ કરવું અનિવાર્ય હતું.
આ સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે
એ પણ માત્ર ગદ્ય સંસ્કૃત નહીં પણ મધુર મહાકાવ્યરૂપે. પાંચ વર્ષ પૂર્વે આ રચના થઈ, આજે મુદ્રણની તૈયારીઓ ચાલી રહી છે એ જ ગાળામાં આ અણમોલ મહાકાવ્યની શ્રીસંઘને ભેટ દેનારા પૂજ્યશ્રીની
આચાર્યપદવીનો અવસર આવ્યો. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી ઉંઝા મુકામે
- માગસર સુદ ૩ (૨૦૬૫)ના દિવસે વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજીના
વરદહસ્ત મહોત્સવ સાથે પૂજ્યશ્રીની આચાર્યપદવી સંપન્ન થઈ. (મહાકાવ્યની રચના તો પાંચ વર્ષ પૂર્વે થઈ હોવાથી પંન્યાસ તરીકે ઉલ્લેખ કર્યો છે.) આ અવસરે અમારા આનંદની કોઈ અવધિ નથી. નૂતન આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.એ ખરેખર સ્વર્ગસ્થ ગુરુદેવશ્રી પ્રત્યેના કૃતજ્ઞતાની ઉમિઓની
એવી અદભુત અભિવ્યક્તિ કરી છે, જે માત્ર સમુદાયને જ નહીં, માત્ર શ્રીસંઘને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રેરણાપિયૂષનું પાન કરાવતી રહેશે. પ્રકાશનના પુણ્ય અવસરે અમે અત્યંત ધન્યતા અનુભવીએ છીએ
- શ્રી દિવ્ય દર્શન ટ્રસ્ટ વતી,
કુમારપાળ વિ. શાહ