________________
ભાવડ શહ.
વિક્રમની પ્રથમ સદીના પ્રારંભ કાળનો આ સમય છે.
રાષ્ટ્રમાં અનેક નાનાં મોટાં રાજ હોવા છતાં સહુએ મહાપરાક્રમી વીર વિક્રમની આણુ મસ્તકે ધારણ કરી છે.
જનતાને કોઈ પ્રકારની હાડમારીને અનુભવ થતો. જ નથી.
ધનધાન્યનું ઉત્પાદન એટલા વિપુલ પ્રમાણમાં થતું હોય છે કે બારબાર દુષ્કાળ એકસાથે પડે તો પણ કેઈ ને. ભુખથી મેતને ભેટવું પડતું નથી.
ભારતના વેપારીઓની સાખ અજોડ છે. નફાખેરી, ગારી, વધારે નફે લેવાની શેષણારી, ભેળસેળ વાળી પાપવૃત્તિ વગેરે કોઈ અનિટે વેપારીના જીવનમાં કે વર્તનમાં પ્રવેશી શક્યાં નથી.
સમગ્ર ભારતમાં મોટાભાગનો વેપાર જૈન પરિવારોનાં હાથમાં હતો. જેનો ધર્માશ્રયે જીવતા હોવાથી પ્રમાણિકતાને ગુમાવવા કરતાં મોતને ભેટવાનું પસંદ કરતા હતા.
જ્ઞાનની ઉજવળ રેખાઓ ચારે દિશાએ પથરાયેલી હતી. નાલંદા, તક્ષશિલા, વલ્લભીપુર, પૃથ્વસ્થાનપુર અવંતિ, પાટલીપુત્ર, મણિપુર વગેરે અનેક સ્થળે મહાનવિદ્યાલચે ચાલતાં હતાં.
તક્ષશિલાના વિરાટ વિદ્યાલયમાં આરોગ્ય, દેહ વિજ્ઞાન અને ચિકિત્સાને અભ્યાસ કરનારા એક લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એ સિવાય અન્ય કલાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org