________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અપાહુડ)
IX
પરંતુ આ ગાથાનો અર્થ માન્યવર શ્રી શ્રુતસાગર સૂરિએ બીજી રીતે કર્યો છે અને તેના આધારે જયપુર નિવાસી પં. જયચંદ્રજી છાબડાએ પણ કર્યો છે. તેથી અમે પૂર્ણરૂપમાં આ નિશ્ચિત લખી શકતા નથી કે કુન્દકુન્દ આચાર્યનો સમય વિક્રમ શતાબ્દિથી પહેલાનો હશે, કેમકે શ્રતસાગર સૂરિએ જે અર્થ લખ્યો છે તે કોઈ વિશેષ પટ્ટાવલી વગેરેના આધારથી લખ્યો હશે; બીજું તેઓ એક પ્રામાણિક તથા પ્રતિભાશાળી વિદ્વાન હતા. આ કારણથી એમના અર્થને અમાન્ય ઠરાવાય એ આ તુચ્છ લેખકની શક્તિની બહાર છે. છતાં પણ મને તે ગાથાનો જે અર્થ સૂઝયો છે તે સ્પષ્ટતાથી ઉપર લખી દીધો છે. વિદ્વાન વાચકો એનો સમુચિત વિચાર કરી સ્વામીજીના સમયનિર્ણયની ઊંડી શોધમાં ઊતરીને સમાજની એક ખાસ ત્રુટિને પૂરી કરશે.
ભગવાન કુન્દકુન્દાચાર્યે રચેલા ગ્રંથોમાં ૧) સમયસાર, ૨) પ્રવચનસાર, ૩) પંચાસ્તિકાય, ૪) નિયમસાર, ૫) રયણસાર, ૬) અષ્ટપાહુડ, ૭) દ્વાદશાનુપ્રેક્ષા ૮) મૂલાચાર અને ૯) દસ ભક્તિ –આ નવ ગ્રંથો જોવામાં આવે છે. અને આ બધા ગ્રંથો છપાઈ પણ ગયા છે. અષ્ટ પાહુડમાં પર્ પાહુડની સંસ્કૃત ટીકા શ્રી શ્રુતસાગરજી સૂરિની છે. તે માણિકચંદ દિગમ્બર જૈન ગ્રંથમાલાના પર્ પ્રાભૃતાદિ સંગ્રહમાં પ્રકાશિત થઈ ચૂકી છે. આ અષ્ટપાહુડ ગ્રંથ ઉપર ૫. જયચંદ્રજી છાબડા જયપુર નિવાસી કૃત બીજી દેશભાષામય વચનિકા છે. જેમાં પ પાહુડ સુધી શ્રી શ્રુતસાગરસૂરિની ટીકાનો આશ્રય છે અને બાકીના બે પાહુડો પર એમણે સ્વતંત્ર વચનિકા લખી છે. જેમનું વર્ણન તેમણે પોતે પોતાની પ્રશસ્તિમાં લખ્યું છે અને તે પ્રશસ્તિ આ ગ્રંથના અંતમાં એમની એમ જ રાખી છે. તેથી વાચક વિશેષ જાણકારી આ વિષયમાં કરી શકશે.
પંડિત શ્રી જયચંદ્રજી છાબડા વિષે આ સંસ્થા તરફથી પ્રકાશિત “પ્રમેય રત્નમાલા” તથા આત્મમીમાંસાની ભૂમિકામાં લખી ચૂકયા છીએ. ત્યાંથી વાચક તેમના સંબંધી કંઈક વિશેષ પરિચય કરી શકે છે. તેઓ ૧૯ મી શતાબ્દિના એક પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેમનો આ દિગમ્બર સમાજમાં આજે પણ એવો જ આદર રહ્યો છે, જેવો કે પ્રસિદ્ધ વિદ્વાન ટોડરમલજીનો થાય છે. પંડિત ટોડરમલજીએ ટૂંકા સમયમાં પ્રતિભાશાળી અલૌકિક બુદ્ધિથી દિગમ્બર જૈન સમાજનું એવું કલ્યાણ કર્યું છે કે જેમના ફલસ્વરૂપે એમના યશોગાન આજ સુધી ગવાઈ રહ્યા છે. તે જ પ્રકારે ટોડરમલજીના સમકક્ષ ૫. જયચંદ્રજીનો પણ સમાજ ઉપર એવો જ ઉપકાર છે. તેથી સમાજની દષ્ટિમાં તેઓ પણ માનનીય છે. પંડિત જયચંદ્રજીનું પાંડિત્ય દરેક વિષયમાં અપૂર્વ જ હતું-એ એમની ગ્રંથસ્થ કૃતિઓથી વાચકોને સ્વયમેવ જ વિદિત થઈ શકે છે. તથા તેઓ નિરપેક્ષ પરોપકારરત એવા વિદ્વાન હતા કે જેમની બરાબરીના તે સમયે જયપુરભરમાં કોઈપણ ધર્મના એવા કોઈ વિદ્વાન ન હતા. તથા ભાષા સર્વાર્થસિદ્ધિની પ્રશસ્તિ વાંચવાથી જણાશે કે એમના પુત્ર નંદલાલજી પણ મોટા વિદ્વાન હતા. એમની પ્રેરણાથી તથા ભવ્ય જનોની વિશેષ પ્રેરણાથી જ તેમણે સર્વાર્થ સિદ્ધિ વગેરે ગ્રંથોની દેશભાષામય વચનિકા લખી છે. એમના
વિષે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com