________________
મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય
મુખપૃષ્ઠ પર વજસ્વામીજીના જીવન પ્રસંગોના આલેખનનું ચિત્ર છે. વીરનિર્વાણ સંવત ૪૯૬માં જન્મેલા અને જન્મતાવેંત જેમને જાતિ સ્મરણશાન થયેલુ આથી જન્મતાવેંત સંયમ ધારણ કરનાર એવા વજસ્વામીનું નામ જૈન શાસનમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. તેઓ અંતિમ દસ પૂર્વધારી અને અંતિમ ચતુર્થસંહનનધારી હતા. એમના સ્વર્ગગમન પછી વજી(વજી)શાખાની સ્થાપના થયેલી. વીર નિર્વાણ સંવત ૫૮૪માં તેમનું નિર્વાણ થયેલું.
પ્રસ્તુત ચિત્રમાં (૧) તેમના માતા-પિતા દ્વારા મુનિને બાળક વજના વ્હોરાવવાનો પ્રસંગ છે.
(૨) પુત્ર મોટો થતાં માતાની મમતા તેને સંસારમાં પાછો લાવવા માટે જાગી આથી રાજ દરબારમાં પુત્ર માટેની માંગણી કરી આ પ્રસંગનું આલેખન છે.
(૩) ભગવંત વજસ્વામી સરસ્વતીનું વરદાન પ્રાપ્ત કરે છે તેનું ચિત્ર છે.
(૪) સાધુઓને આકાશગમન દ્વારા પરદેશ લઈ જઈ દુષ્કાળ પાર કરાવવાનું ચિત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org