Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
(૫)
ઉપરોક્ત બધા મતોનું સંકલન કરતાં મૂલ-સૂત્રોની સંખ્યા આઠ થઈ જાય છે – આવશ્યક, દશવૈકાલિક, દશવૈકાલિકચૂલિકાઓ, ઉત્તરાધ્યયન, પિંડનિર્યુક્તિ, ઓનિયુક્તિ, અનુયોગદ્વાર અને નંદી.
આગમોના વર્ગીકરણમાં આવશ્યકનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. અનંગ-પ્રવિષ્ટ આગમોના બે વિભાગો કરવામાં આવ્યા છે. તેમાં પહેલો આવશ્યક અને બીજો આવશ્યક-વ્યતિરિક્ત છે. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે આગમો બીજા વિભાગની અંદર આવે છે, જ્યારે આવશ્યકનું પોતાનું સ્વતંત્ર સ્થાન છે. એટલા માટે તેને ‘મૂલ-સૂત્રો'ની સંખ્યામાં સંમિલિત કરવાનું કોઈ કારણ જણાતું નથી.
ઓધનિર્યુક્તિ અને પિંડનિર્યુક્તિ ! – આ બંને આગમો નથી, પરંતુ વ્યાખ્યા-ગ્રંથો છે. પિંડનિર્યુક્તિ દશવૈકાલિકના પાંચમાં અધ્યયન – પિંડૈષણા – ની વ્યાખ્યા છે. ઓધનિયુક્તિ ઓધ-સમાચારીની વ્યાખ્યા છે. તે આવશ્યક નિર્યુક્તિનો એક અંશ છે. વિસ્તૃત ક્લેવર હોવાને કારણે તેને જુદા ગ્રંથનું રૂપ આપવામાં આવ્યું. એટલા માટે તેમને ‘મૂલ-સૂત્રો'ની સંખ્યામાં સામેલ કરવાને બદલે દશવૈકાલિક અને આવશ્યકનાં સહાયક ગ્રંથોના રૂપમાં સ્વીકારવા તે અધિક સંગત લાગે છે. અનુયોગદ્વાર અને નંદી – આ બંને ચૂલિકા-સૂત્રો છે. તેમને ‘મૂલ-સૂત્ર’ વર્ગમાં રાખવાનો કોઈ હેતુ નથી. સંભવ છે કે બત્રીસ સૂત્રોની માન્યતાની સાથે (વિક્રમ ૧૬મી શતાબ્દીમાં) તેમને ‘મૂલ-સૂત્ર’ વર્ગમાં રાખવામાં આવ્યા હોય. શ્રીમદ્ જયાચાર્યે પૂર્વ પ્રચલીત પરંપરા અનુસાર અનુયોગદ્વાર અને નંદીને ‘મૂલ-સૂત્ર’ માન્યા છે પરંતુ તે પર તેમણે પોતાના તરફથી કોઈ મીમાંસા કરી નથી.
આ રીતે ‘મૂલ-સૂત્ર’ની સંખ્યા છેલ્લે બે રહે છે – દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન. ૭. મૂલ-સૂત્રોનો વિભાજન-કાળ
દશવૈકાલિકની નિર્યુક્તિ, ચૂર્ણિ અને હારિભદ્રીય વૃત્તિમાં મૂલ-સૂત્રોની કોઈ ચર્ચા નથી.
આ જ રીતે ઉત્તરાધ્યયનની નિર્યુક્તિ, ચૂર્ણિ અને શાંત્યાચાર્યકૃત બૃહવૃત્તિમાં પણ તેમની કોઈ ચર્ચા નથી. આનાથી એ સ્પષ્ટ છે કે વિક્રમની ૧૧મી શતાબ્દી સુધી ‘મૂલ-સૂત્ર’વર્ગની સ્થાપના થઈ ન હતી.
ધનપાલનો અસ્તિત્વ-કાળ ૧૧મી શતાબ્દી છે. તેમણે ‘શ્રાવક-વિધિ’માં પિસ્તાલીસ આગમોનો ઉલ્લેખ કર્યો છે. તેનાથી એવું અનુમાન થઈ શકે છે કે ધનપાલની પહેલાં જ આગમોની સંખ્યા પિસ્તાલીસ નિર્ધારિત થઈ ચૂકી હતી. પ્રદ્યુમ્નસૂરિ(વિ. ૧૩મી શતાબ્દી) કૃત વિચારસાર-પ્રકરણમાં પણ આગમોની સંખ્યા પિસ્તાલીસ છે, પરંતુ તેમાં ‘મૂલ-સૂત્ર’ વિભાગ નથી. તેમાં અગિયાર અંગો અને ચોત્રીસ ગ્રંથોનો ઉલ્લેખ મળે છે.
પ્રભાવક-ચરિતમાં અંગ, ઉપાંગ, મૂલ અને છેદ – આગમોનાં આવા ચાર વિભાગો મળે છે. ‘ તે વિક્રમ સંવત ૧૩૩૪ની રચના છે.
આમાંથી એમ ફલિત થાય છે કે ‘મૂલ-સૂત્ર’ વર્ગની સ્થાપના ૧૪મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થઈ ચૂકી હતી. પછી ઉપાધ્યાય સમયસુંદરના સામાચારી શતકમાં તેનો ઉલ્લેખ મળે છે.પ
૮. દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનનું સ્થાન
જૈન-આગમોમાં દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનનું સ્થાન બહુ મહત્ત્વપૂર્ણ છે. શ્વેતાંબર અને દિગંબર – બન્ને પરંપરાઓના આચાર્યોએ તેમનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. દિગંબર-સાહિત્યમાં અંગ-બાહ્યનાં ચૌદ પ્રકારો બતાવવામાં આવ્યાં છે. તેમાં સાતમું દશવૈકાલિક અને આઠમું ઉત્તરાધ્યયન છે.
૧. આાવયનિત્તિ, ગાથા ૬૬, વૃત્તિ પત્ર રૂ૪ : साम्प्रतमोघनिर्युक्तिर्वक्तव्या, सा च महत्वात् पृथग्ग्रन्थातरख्या વૃતા ।
२. समयसुन्दर गणी विरचित श्री गाथासहस्त्री में धनपाल कृत 'શ્રાવત વિધિ' ા ઉદ્ધર હૈ ! મેં પાન બાતા હૈ— પળયાતીનું આગમ ( તો ૨૧૭, પૃ૦ ૨૮) T
,
૩. વિચારલેસ, ગાથા ૩૪૪-૩૬૬ |
Jain Education International
४. प्रभावकचरितम्, दूसरा आर्यरक्षित प्रबन्ध २४१ : ततश्चतुर्विधः कार्योऽनुयोगोऽतः पर मया । ततोऽङ्गपाङ्गमूलाख्यग्रन्थच्छेदकृतागमः ॥
૫. સમાચારી ગત, પત્ર ૭૬ ।
૬.
( ) વષાયપાઠુડ ( નનથવત્તા સહિત) માત્ત ?, પૃષ્ઠ ૧રૂર : दसवेयालिय उत्तरज्झयणं ।
(૩)શોમ્પટમાર ( નીવ-ાજુ), ગાથા ૩૬૭ : રવૈયાનું
च उत्तरज्झयणं ।
For Private & Personal Use Only
www.jainelibrary.org