Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
(૪)
આવી ગયા. તેમને મૂલ-સૂત્ર’ માનવાનો આ સર્વાધિક સંભાવિત હેતુ છે. ૫. અધ્યયન-કમનું પરિવર્તન અને મૂલ-સૂત્ર
આગમિક-અધ્યયનના ક્રમમાં જે પરિવર્તન થયું, તેનાથી પણ આની પુષ્ટિ થાય છે. દશવૈકાલિકની રચના પહેલાં આચારાંગની પછી ઉત્તરાધ્યયન ભણવામાં આવતું હતું. દશવૈકાલિકની રચના થયા પછી દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન ભણાવા લાગ્યા. *
પ્રાચીન કાળમાં આચારાંગનાં પ્રથમ અધ્યયન ‘શસ્ત્ર-પરિજ્ઞા' નું અધ્યયન કરાવીને શૈક્ષની ઉપસ્થાપના કરવામાં આવતી હતી અને પછી તે દશવૈકાલિકના ચતુર્થ અધ્યયન ‘પડ્રજવનિકા'નું અધ્યયન કરાવીને કરાવા લાગી.
પ્રાચીન કાળમાં આચારાંગનાં દ્વિતીય અધ્યયનનાં પંચમ ઉદ્દેશકના ‘આમગંધ’ સૂત્રનું અધ્યયન કર્યા પછી મુનિ ‘પિડકલ્પી” બનતો. પછી તે દશવૈકાલિકના પાંચમાં અધ્યયન પિંડેષણા'નાં અધ્યયન પછી પિંડકલ્પી થવા લાગ્યો.
આ ત્રણે તથ્યો એ વાતના સાક્ષી છે કે એક કાળે આચારાંગનું સ્થાન દશવૈકાલિકે લઈ લીધું. આચારની જાણકારી માટે આચારાંગ મૂળભૂત હતું, તેવી જ રીતે દશવૈકાલિક આચાર-જ્ઞાન માટે મૂળભૂત બની ગયું. સંભવ છે કે શરૂઆતમાં ભણવામાં આવતું હોવાને કારણે તથા મુનિની અનેક મૂળભૂત પ્રવૃત્તિઓનું ઉદ્ધોધક હોવાને કારણે તેને ‘મૂલ-સૂત્ર 'ની સંજ્ઞા આપવામાં આવી. ૬. મૂલ-સૂત્રોની સંખ્યા
૧. ઉપાધ્યાય સમયસુંદરે ‘સમાચારી શતક' માં (રચના-કાલ વિક્રમ સં. ૧૬૭૨) *મૂલ-સુત્ર’ ચાર માન્યા છે – (૧) દશવૈકાલિક, (૨) ઓવનિયુક્તિ (૩) પિંડનિયુક્તિ અને (૪) ઉત્તરાધ્યયન,
૨. ભાવપ્રભસૂરિ(૧૮મી શતાબ્દી) એ પણ ‘મૂલ-સૂત્ર ચાર માન્યા છે – (૧) ઉત્તરાધ્યયન, (૨) આવશ્યક, (૩) પિંડનિયુક્તિ-ઓપનિયુક્તિ અને (૪) દશવૈકાલિક. આ નામો ઉપાધ્યાય સમયસુંદરે આપેલા નામોથી જુદા છે. આમાં પિંડનિયુક્તિ અને ઓશનિયુક્તિને એક માનીને ‘આવશ્યક ને પણ “મૂલ-સૂત્ર માનવામાં આવેલ છે.
૩. સ્થાનકવાસી અને તેરાપંથ" સંપ્રદાયમાં ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નંદી અને અનુયોગદ્વાર – આ ચાર સૂત્રોને ‘મૂલ’ માનવામાં આવેલ છે.
૪. આધુનિક વિદ્વાનોએ ‘મૂલ-સૂત્ર'ની સંખ્યા અને ક્રમ વ્યવસ્થા નીચે પ્રમાણે માનેલ છે – (ક) પ્રો. વેબર અને પ્રો, બુલર - ઉત્તરાધ્યયન, આવશ્યક અને દશવૈકાલિકને ‘મૂલ-સૂત્ર’ ઠરાવ છે.
(ખ) ડૉ. શરપેન્ટિયર, ડૉ. વિન્ટરનિર્લ્સ અને ડૉ. ગેરિનો – ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક અને પિડનિર્યુક્તિને ‘મૂલ-સૂત્ર' માને છે.
(ગ) ડૉ. શુબિંગ-ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આવશ્યક, પિંડનિર્યુક્તિ અને ઓશનિયુક્તિને ‘મૂલ-સૂત્ર' તરીકે ઓળખાવે
(ઘ) પ્રો.હીરાલાલ કાપડિયા – આવશ્યક, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, દશવૈકાલિક-ચૂલિકાઓ, પિંડનિર્યુક્તિ અને ઘનિયુક્તિને ‘મૂલ-સૂત્ર' કહે છે.’ १. व्यवहारभाष्य, उद्देशक ३, गाथा १७६ :
४. जैनधर्मवरस्तोत्र, श्रलोक ३० की स्वोपज्ञ वृत्ति-अथ उत्तराध्ययनआयारस्स उ उवरिं, उत्तरज्झयणा उ आसि पुव्वं तु । आवश्यक-पिण्डनियुक्ति : तथा ओघनियुक्तिदशवैकालिकदसवेयालिय उवरिं, इयाणि किं ते न होंती उ ॥
इति चत्वारि मूलसूत्राणि। ૨. વહી, દેશવ રૂ, જાથા ૨૭૪:
५. श्री रत्नमुनि स्मृति ग्रन्थ, आगम और व्याख्या साहित्य, पृष्ठ पुव्वं सत्थपरिणा, अधीय पढियाइ होउ उवट्ठवणा ।
ર૭ | इम्हि च्छज्जीवणया, किं सा उ न होउ उवढवणा ॥ ६. श्री मज्जयाचार्य कृत प्रश्नोत्तर तत्त्वबोध, आगमाधिकार, पृ० ૩. વ, શરૂ, જાથા ૨૭૬ :
૭૩-૭૪ | बितितमि बंभचेरे, पंचमउद्देस आमगंधम्मि ।
७. ए हिस्ट्री ऑफ दी केनोनिकल लिटरेचर ऑफ दी जैन्स, पृष्ठ सुत्तमि पिंडकप्पी, इइ पुण पिंडसणाएओ ।।
૪૪૪, | ૮. વહી, પૃષ્ઠ ૪૮ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org