Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
(૧) મૂલ-ગુણાધિકાર સરખાવો – દશવૈકાલિક, ઉત્તરાધ્યયન (૨) સમાચારાધિકાર
સરખાવો –ઘનિર્યુક્તિ (૩) પિંડશુદ્ધિઅધિકાર સરખાવો – પિંડનિર્યુક્તિ
(૪) પડાવશ્યકાધિકાર સરખાવો – આવશ્યક, આ સાદૃશ્યના આધારે દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરેને ‘મૂલ-સૂત્ર’ના વર્ગમાં રાખવાનું કારણ બુદ્ધિગમ્ય બને છે. ૪. મૂલ-સૂત્ર વર્ગની કલ્પના અને શ્રુત-પુરુષ
‘મૂલ-સૂત્ર વર્ગની કલ્પનાનું એક કારણ શ્રુત-પુરુષ(આગમ-પુરુષ) પણ હોઈ શકે છે. નંદી-ચૂર્ણિમાં શ્રુત-પુરુષની કલ્પના કરવામાં આવી છે. પુરુષના શરીરમાં બાર અંગો હોય છે – બે પગ, બે જાંઘ, બે ઊર, બે ગાત્રાધ (ઉંદર અને પીઠ). બે ભુજાઓ, ગ્રીવા અને શિર, આગમ-સાહિત્યમાં જે બાર અંગો છે, તે જ શ્રુત-પુરુષના બાર અંગો છે.
અંગ-બાહ્ય શ્રુત-પુરુષના ઉપાંગો સ્થાનીય છે. આ પરિકલ્પના અંગ-પ્રવિષ્ટ અને અંગ-બાહ્ય આ બે આગમિક વર્ગોના આધારે કરવામાં આવી છે. તેમાં ‘મૂલ’ અને ‘છેદ ની કોઈ ચર્ચા નથી, હરિભદ્રસૂરિ (વિકમની ૮મી શતાબ્દી) અને આચાર્ય મલયગિરિ (વિક્રમની ૧૩મી શતાબ્દી)ના સમય સુધી પણ શ્રુત-પુરુષની કલ્પનામાં અંગ-પ્રવિષ્ટ અને અંગ-બાહ્ય – આ બે જ પરિપાર્થ રહ્યા છે. આ બન્ને આચાર્યોએ ચૂણિનું અનુસરણ કર્યું છે. તેમાં કોઈ નવી વાત ઉમેરી નથી. આચાર્ય મલયગિરિએ તો અંગ-પ્રવિષ્ટ તથા આચારાંગ વગેરેને પણ ‘મૂલ-ભૂત' કહ્યા છે. શ્રુત-પુરુષની પ્રાચીન રેખાકૃતિઓમાં અંગ-પ્રવિષ્ટ શ્રતની સ્થાપના આ પ્રમાણે છે –
૧. જમણો પગ – આચારાંગ ૪. ડાબી જાંઘ – સમવાયાંગ ૨. ડાબો પગ – સૂત્ર કૃતાંગ ૫. જમણો ઊ– ભગવતી ૩. જમણી જાંઘ – સ્થાનાંગ ૬. ડાબો ઊરુ – જ્ઞાતાધર્મકથા ૭. ઉદર – ઉપાસકદશા
૧૦. ડાબો હાથ – પ્રશ્નવ્યાકરણ ૮, પીઠ – અંતકુશા
૧૧. ગ્રીવા – વિપાક ૯. જમણો હાથ – અનુત્તરોપપાતિકદશા ૧૨. શિર – દષ્ટિવાદ આ સ્થાપના અનુસાર પણ મૂલ-સ્થાનીય (ચરણ-સ્થાનીય) આચારાંગ અને સૂત્રકૃતાંગ છે.'
શ્રુત-પુરુષની અન્ય રેખાકૃતિઓમાં સ્થાપના ભિન્ન પ્રકારે મળે છે. તેમાં મૂલ-સ્થાનીય ચાર સૂત્રો છે – આવશ્યક, દશવૈકાલિક, પિંડનિર્યુક્તિ અને ઉત્તરાધ્યયન. નંદી અને અનુયોગદ્વારને વ્યાખ્યા-ગ્રંથો (અથવા ચૂલિકા-સૂત્રો)ના રૂપમાં ‘મૂલથી પણ નીચે પ્રદર્શિત કરવામાં આવેલ છે."
પિસ્તાલીસ આગમો ને પ્રદર્શિત કરનારી શ્રુત-પુરુષની રેખાકૃતિ ઘણી અર્વાચીન છે. જો આની કોઈ પ્રાચીન રેખાકૃતિ મળતી હોય તો વિષયની પ્રામાણિક જાણકારી થઈ શકે. જે સમયે પિસ્તાલીસ આગમોની માન્યતા સ્થિર થઈ, તેની આજુબાજુના કે તે જ સમે, સંવ છે કે શ્રત પુરુષની સ્થાપનામાં પણ પરિવર્તન થયું. ચૂર્ણિકાલીન શ્રુત-પુરુષના ‘મૂલ-સ્થાન' (ચરણ - સ્થાન)ના આચારાંગ અને સૂત્રકૃતાંગ હતાં. ઉત્તર-કાલીન શ્રુત-પુરુષના મૂલ-સ્થાનમાં દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન
१. नंदी चूर्णि, पृ० ४७ : इच्चेतस्स सुतपुरिसस्स जं सुतं
अंगभागठितं तं अंगपविट्ठ भण्णइ । ૨. નંઢી, દારિદ્રીય વૃત્તિ, ૬૦ | 3. नंदी, मलयगिरीया वृत्ति, पत्र २०३ : यद् गणधरदेवकृत
तंदगप्रविष्टं मूलभूतमित्यर्थः, गणधरदेवा हि
मूलभूतमाचारादिकं श्रुतमुपरचयन्ति । ४. श्री आगम पुसघनु रहस्य, पृ० ५० के सामने ( श्री उदयपुर,
मेवाड़ के हस्तलिखित भण्डार से प्राप्त प्राचीन ) श्री आगम
पुरुष का चित्र । ५. श्री आगम पुस्पर्नु रहस्य, पृ० १४ तथा ४९ के सामने वाला
વિત્ર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org