Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
કરવાનો અવસર મળ્યો. તે ચાતુર્માસ દરમ્યાન પૂ. ગુરુદેવના શ્રીમુખે આ આગમના શબ્દાર્થ, ભાવાર્થ, રહસ્યાર્થ, વિવેચન સહિતનો ધારાવાહી પ્રવાહ ત્રણ ત્રણ કલાક પ્રબુદ્ધ પ્રવચનરૂપમાં સાંભળવાનો અને મારા અબુદ્ધ માનસમાં ઉતારવાનો અપૂર્વ અવસર મને મળ્યો. પૂ. ગુરુદેવે ચાસણી સમી વાંચણી રૂપ અમૃતનું રસપાન ઘૂંટી ઘૂંટીને કરાવ્યું.
તે રત્નત્રયારાધનાનું રસાયણ બાલમાનસમાં એવું તો ઉતરી જતું કે પુસ્તક ખોલવું જ ન પડે અને યાદ રહી જાય. ફક્ત આ એક મૂળ આગમની વાંચણી મને પ્રાપ્ત થઈ. પછી ક્યારે ય આવો અવસર આવ્યો જ નહીં. ગુજ્જીદેવ તથા ગુરુદેવનો વિરહ થયો. આજે પણ મારા માનસ પટલ પર ગુરુદેવની આચારથી ઓપતી મૂર્તિ અક્ષરે અક્ષરે અંકિત થાય છે. શબ્દ શબ્દ તેમના શ્રી મુખમાંથી નીકળતા શાસનના શૌર્ય ભરેલા ઉદ્ગારોવાળું વદન કમળ ચિત્તભૂમિમાં ખીલી ઊઠે છે. ત્યારે મારી ઊર્મિ ઉછળે છે. પદે–પદે પરમાત્મા સમા પરમ પ્રાણ ધબકે છે. વાક્ય વાક્ય વિનય સમાધિના સૂરો સંભળાય છે. પરમાત્માની જિનવાણી પાણી લાવી પાંપણને ભીંજવી જાય છે. એમણે આપ્યું ઘણું પણ હું પામી અલ્પ, એમણે પ્રયત્ન કર્યો હતો મારા માટે મહાન પણ હું બની અલ્પ પ્રયત્નવાન; એવું આ વયે સમજાય છે.
ગુસ્વર્યો હંમેશાં પૃથ્વી પર રહેલા દરેક જીવો માટે ઉપકાર જ કરતા હોય છે. તેમને હૈયે શિષ્યોનું હિત સમાયેલું હોય છે. શિષ્યોનું જીવન ચારિત્ર વિહોણું પંગુ ન બને તે માટે તો આચરણના ચરણ આપતા હોય છે, અભિમાનમાં અંધ ન બની જાય માટે નમ્રતાના નયન આપે છે. કહેવત પણ છે કે– પંગુ ગિરિ ચઢી જાય, અંધ દેખતા થાય, બલિહારી ગુરુદેવની, ગોવિંદ દિયો બતાય. દુનિયાદારીના ચરણ કે આંખ મળે કે ન મળે પરંતુ મુધાજીવી નિગ્રંથ ગુરુદેવો બદલાની આશા રાખ્યા વિના જ પરમાર્થ કરતા જ રહે છે. તેઓનો સમાગમ ક્યારેય વાંઝિયો હોતો નથી, સફલીભૂત જ થાય છે; એવો મારા જીવનનો અનુભવ છે. આજે સુચારુરૂપે આગમનું જે કાર્ય ચાલી રહ્યું છે, તેમાં હું ફક્ત માધ્યમ છું, ખરેખર તો એ ગુરુપ્રાણના જ કૃપાબળનું ગૌરવ છે.
પ્રસ્તુત સૂત્રનું નામ છે દશવૈકાલિક તેમાંવૈકાલિક શબ્દ કાલવાચી છે. પ્રાતઃકાલ મધ્યકાલ, સંધ્યાકાલ; આ ત્રણ સંધિકાળ સિવાયના દરેક કાળ, ઉત્કાલમાં તે ભણી
30