________________
૧/૧/૧
૩૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
તથા તે બીજા છ માસમાં ૧૨-મુહર્તની સમિ થાય પણ બાર મુહર્તનો દિવસ ન થાય.
તથા પહેલાં કે બીજા છ માસમાં ૧૫-મુહુર્તનો દિવસ પણ ન થાય, ૧૫મુહર્તની રાત્રિ પણ ન થાય. તેમાં આ પ્રમાણેની વસ્તુdવના અવગમમાં શો હેતુ છે ? કયા કારણે અને કઈ યુક્તિથી આ સ્વીકાર્યું ? હે ભગવન્ ! કૃપા કરીને કહો.
આ પ્રત્યક્ષ જણાતો જંબૂદ્વીપ નામે દ્વીપ છે, તે બધાં દ્વીપ સમુદ્રોમાં સર્વ મધ્યવર્તી અને બધાં જ દ્વીપ-સમૃદ્ધોનો અહીંથી આરંભ થઈને આગમમાં કહેલા ક્રમ મુજબ બમણાં-બમણાં વિકંલપણાથી થાય છે ‘ચાવત’ ગ્રન્થાંતરથી પ્રસિદ્ધ સૂત્ર લેવું. સૌથી નાનો, વૃd-તેલના પુડલાંના આકારે, વૃત-ર, ચકવાત સંસ્થાને સંસ્થિત, વૃતપુણકર્ણિકા સંસ્થાને સંસ્થિત, વૃત-પ્રતિપૂર્ણ ચંદ્રાકારે સંસ્થિત, એક લાખ યોજના આયામ-વિઠંભથી, ત્રણ લાખથી અધિક • x • પરિધિથી કહેલ છે.
અહીં બીજા બધાં દ્વીપ સમુદ્રોથી નાનો, કેમકે લાખ યોજન પ્રમાણ માત્ર લંબાઈપહોડાઈ છે. બાકી પ્રાયઃ સુગમ છે. પરિધિગણિત ક્ષેત્ર સમાસ ટીકાથી જાણવું.
સૂર્ય સવચિંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે. ઉત્તમ કાઠા પ્રાપ્ત, અહીં પણ શબદ પ્રકર્ષવાચી છે, પરમ પ્રકર્ષ પ્રાપ્ત, તેનાથી બીજો અધિક ન હોય. ઉત્કૃષ્ટ, ૧૮મુહdનો દિવસ થાય. તે જ સવચિંતર મંડલમાં સૂર્ય ચાર ચરે છે ત્યારે જઘન્યાસૌથી નાની બાર મુહૂર્તની રાત્રિ થાય છે. • x •
- ત્યારપછી તે સૂર્ય તે સર્વવ્યંતર મંડલથી નીકળતો નવા સૂર્ય સંવત્સરને પ્રવર્તાવતો પહેલા અહો રણમાં સર્વ અત્યંતર મંડળથી અનંતર બીજા મંડલમાં સંકમી ચાર ચરે છે, ત્યારે જો સૂર્ય સવવ્યંતર મંડલ પછીના બીજા મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧૮-મુહનો દિવસ છે તે બે મુહૂર્તના ૬૧મો ભાગ ન્યૂન થાય છે અને બે મુહૂર્તના ૬૧-ભાણ અધિક એવી ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. આ કઈ રીતે જાણવું? તે કહે છે –
અહીં એક મંડલ ચોક અહોરણ વડે બે સૂર્યો વડે પરિ સમાપ્ત થાય છે. એકૈક સૂર્ય પ્રતિ અહોરાત્ર મંડલના ૧૮૩૦ ભાગ કભીને એકૈક ભાગ દિવસ કે સમિ ક્ષેત્રને યથાયોગ્ય ઘટે કે વધે છે. તે એક મંડલગત ૧૮૩૦મો ભાગ બે મુહૂર્તના ૬૧માં ભાગ વડે જણાય છે. અર્થાત્ તે મંડલગત ૧૮૩૦ ભાગ બે સૂર્યો વડે એક અહોરાત્રથી જણાય છે અને એક અહોરમના ૩૦ મુહૂર્ત પ્રમાણ છે. તેથી બે સૂર્યની અપેક્ષાએ ૬૦ મુહર્તા થાય. ત્યાં ત્રિરાશિ પ્રક્રિયા છે. જો ૬૦ મુહર્તા વડે ૧૮૩૦ મંડલ ભાગ થાય તો એક મુહુર્ત વડે કેટલા થાય ?
અહીં અંત્ય રાશિ વડે એકક લક્ષણ મધ્ય રાશિના ગુણવાથી થાય, તે જ ૧૮૩૦ છે, તેને આધ રાશિ ૬૦ વડે ભાગ કરતા સાર્ધનીશ [3૦.૫] આવશે. આટલા મુહૂર્ત જણાય છે. તેથી મુહૂર્તનો ૧/go ભાગ થાય. તે આવેલ એક ભાગને બે મુહૂર્ત . ૧, ભાગ જાણવા, જો ૧૮૩ અહોરાત્ર વડે છ મુહર્તમાં હાનિ કે વૃદ્ધિ થાય, તો એક અહોરણ વડે શું આવે?
અહીં અંત્ય સશિ વડે એકને મધ્યરાશિથી ગુણીએ તે પણ છ થશે. તેને ૧૮૩ વડે ભાંગીએ. અહીં ઉપરની સશિ થોડી હોવાથી ભાગ ન આવે તેવી છેધ-છેદક રાશિની ત્રણ વડે અપવર્તના કરવી. તેનાથી ઉપર બે અને નીચે ૬૧ આવશે. એ રીતે
૬ થશે. મુહૂર્તની એક અહોરાકમાં વૃદ્ધિ કે હાનિ પ્રાપ્ત થાય છે. તે બીજા મંડલથી નીકળી સૂર્ય બીજા અહોરાત્રમાં સર્વાત્યંતર મંડલની અપેક્ષાથી ત્રીજા મંડલમાં સંકમી ચાર ચરે છે. જ્યારે તે સવન્જિંતર મંડલની અપેક્ષાએ બીજા મંડલમાં સંક્રમી ચાર ચરે છે, ત્યારે ચાર મુહૂર્તના ૬૧ ભાગ હીન ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે અને *l[ ભાગ અધિક બાર મુહૂર્ણ રાત્રિ થાય છે. એમ ઉક્ત રીતિથી પ્રતિ મંડલ દિવસરાત્રિ વિષય મુહૂર્તના ૬૧ ભાગ હાનિ-વૃદ્ધિરૂપથી નીકળતા મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે દક્ષિણાભિમુખ જતો સૂર્ય, તે વિવક્ષિત અનંતર મંડલથી, પછીના મંડલમાં સંક્રમતતો એકૈક મંડલમાં ૧ ભાગ મુહૂર્ત દિવસ ક્ષેત્રને ઘટાડતો અને રાત્રિ ફોનના પ્રતિમંડલ ૧ ભાગને વધારતો ૧૮૩ અહોરાકમાં પહેલા છ માસના પર્યવસાનરૂપ સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે.
ત્યારપછી - તે કાળમાં અહોરમરૂપ પૂર્વવત્ સૂર્ય સવચિંતર મંડલથી પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે નીકળીને સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સવથિંતર મંડલ થકી બીજા મંડલથી આરંભીને, ૧૮૩ રાત્રિ-દિવસથી ૩૬૬ અધિક મુહર્તથી ૧૬૬ ભાગ દિવસ મને ઘટાડીને, રાત્રિ છેદને તેજ પ્રમાણ વધારીને ચાર ચરે છે.
ઉત્તમ કાષ્ઠ પ્રાપ્તા - પરમ પ્રકર્ષ પ્રાપ્ત, ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત પ્રમાણ સબિ થાય છે અને જઘન્ય બાર મુહર્ત પ્રમાણ દિવસ થાય છે. આ પહેલી શર્માસી, અથવા આ પહેલાં છ માસ. આ ૧૮૩મો અહોરમ, તે પહેલા છ માસનું પર્યવજ્ઞાન છે.
તે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી અત્યંતર મંડલમાં પ્રવેશ કરતાં બીજા છ માસને સ્વીકારતા બીજા છ માસના પહેલાં અહોરમમાં સર્વ બાહા મંડલથી પછી અનંતર બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે જ્યારે સૂર્ય બાહ્ય - સર્વ બાહ્ય મંડલથી પૂર્વના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે મુહૂર્વના /૬૧ ભાગથી જૂન ૧૮મુહૂર્તની રાત્રિ થાય છે અને ૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે. પછી તેની પછીના પણ બીજા મંડલથી અંદર તે સૂર્ય પ્રવેશતા બીજા છ માસના બીજા અહોરાકમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વે ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. • x • સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧૮ મુહર્ત સમિ */ મુહૂર્ત ન્યૂન થાય છે. */૬૧ મુહૂર્તથી અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે.
એ પ્રમાણે ઉપર કહેલ રીત વડે, અનંતરોદિત ઉપાયથી પ્રતિમંડલ સમિદિવસ વિષય મુહૂર્તના જે ભાગ હાનિ કે વૃદ્ધિ રૂપથી પ્રવેશતા મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે-ધીમે ઉત્તરાભિમુખ જતાં, તે વિવક્ષિત મંડલથી, બીજ વિવણિત અંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૧૮૩માં અહોરાત્રમાં બીજા છ માસના પર્યવસાનરૂપ સર્વાગંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે.