________________
૧/૩/૨૪
૪૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે - આ ભારતનો સૂર્ય અત્યંતર પ્રવેશ કરતા પ્રતિમંડલને બે ચતુભગ સ્વયં ચીણમાં પ્રતિચરે છે અને બે પરીણમાં, ઐરવતીય પણ અત્યંતર પ્રવેશ કરતા પ્રતિમંડલને બે ચતુભાંગ સ્વચીણમાં પ્રતિચરે છે, બે પરચીણમાં પ્રતિયરે છે. સર્વ સંખ્યા વડે પ્રતિમંડલને એકૈક અહોરાત્રદ્વયથી બંને સૂર્ય ચીણ-પ્રતિચરણ વિવામાં આઠ ચતુભગિ પ્રતીવીર્ણ પ્રાપ્ત થાય છે. તે ચતુભગ ૧૨૪માં અઢાર ભાગથી માપેલ છે. તે પૂર્વવત્ કહેવું. પછી અઢાર વડે ગુણિત ૧૪૪ ભાગો થાય છે. તેથી એવું કહે છે કે - “પ્રવેશ કરતા નિકો આ બન્ને સર્યો એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિ ચરે છે, તે આ પ્રમાણે - ૧૨૪ ઈત્યાદિ.”
ગાથાઓ - અહીં પણ આ અર્થની પ્રતિપાદકા કોઈપણ સુપ્રસિદ્ધ ગાથા પ્રવર્તતી હતી, પરંતુ તે વિચ્છેદ પામી છે, તેથી કંઈ કહેવું શક્ય નથી અથવા તે જેમ સંપ્રદાય હોય તેમ જાણવી, તે તે પ્રમાણે કહેવા.
૦ પ્રાભૃત-પ્રાકૃત-3નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - X - X -
પ્રાકૃત-૧, પ્રાકૃત-પ્રાકૃત-૪ 8
ચતુભગ મંડલમાં ૧૮-ભાગના માપથી વિચારી લેવું.
તે જ ભારતીય સૂર્ય, તેમાં જ બીજા છ માસ મળે ઉત્તરપશ્ચિમ ચતુભગ મંડલમાં ૯૧ સંખ્યક મંડલ સ્વસ્વ મંડલગત ૧૨૪ ભાગ મળે ૧૮-૧૮ ભાગથી માપવો.
સ્વયં સૂર્ય વડે પૂર્વના સવવ્યંતર મંડલથી નીકળવાના કાળે ચીર્ણ ફોનને પ્રતિયરે છે, તેમ જાણવું. આ જ વાત સૂત્રકાર પણ કહે છે - સૂર્ય પોતાના જ ચીર્ણને પ્રતિયરે છે.
આ સર્વ બાહ્ય મંડલથી શેષ મંડલો ૧૮૩ સંખ્યક, તે બંને પણ સર્યો વડે બીજા છ માસ મધ્યમાં, પ્રત્યેકમાં ભ્રમણ કરે છે. બધાં જ દિશા ભાગોમાં પ્રત્યેક ચોક મંડલ એક સૂર્ય વડે પરિભ્રમણ કરાય છે. બીજું બીજા વડે. એ પ્રમાણે ચાવતું સૌથી છેલ્લા મંડલ સુધી જાણવું. તેમાં દક્ષિણ-પૂર્વ દિશાભાગમાં બીજા છ માસમાં ભારતીય સૂર્ય ૯૨ મંડલો પરિભ્રમણ કરે છે અને ૯૧ મંડલ ઐરાવત સૂર્ય ભમે છે. ઉત્તર-પશ્ચિમ દિશાભાગમાં ૯૨ મંડલ ઐરાવત સૂર્ય ભમે છે અને ૯૧ મંડલ ભારત સૂર્ય ભમે છે આ પદ્રિકાદિમાં મંડલ સ્થાપના કરીને વિચારવું. તેથી કહ્યું છે - દક્ષિણ-પૂર્વમાં ૯૨સંખ્યક મંડલો અને ઉત્તર-પશ્ચિમમાં ૯૧-સંખ્યક મંડલો ભારતીય સૂર્ય સ્વયં ચીને પ્રતિયરે છે.
એ પ્રમાણે ભારતસૂર્યના પોતાના ચીર્ણ પ્રતિચરણ પરિણામ કહ્યા, હવે તે જ ભારત સૂર્યના બીજાએ ચીર્ણ પ્રતિચરણ પરિણામોને કહે છે - આ પ્રત્યક્ષ પ્રાપ્ત જંબૂલીપ સંબંધી ભારતનો સૂર્ય જે મંડલમાં ભમે છે, તે - તે મંડલને ૧૨૪ ભાગથી છેદીને ફરી પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ લાંબી જીવા વડે તે-તે મંડલને ચાર વડે વિભાગ કરીને ઉત્તર-પૂર્વ થિન્િ ઈશાન કોણ. તે-તે મંડલના ચોથા ભાગમાં તેના જ બીજા છ માસ મધ્યમાં રવતનો સૂર્ય ૯૨ સંખ્યક ઐરાવત સૂર્યથી પૂર્વ નિષ્ક્રમણ કાળમાં ચીણ ક્ષેત્રને પ્રતિયરે છે અને દક્ષિણ-પશ્ચિમ મંડલ ચતુર્ભાગમાં ૯૧ સંખ્યક ૌરવતના સૂર્યનો અહીં પણ સંબંધ જોડે છે.
ઉક્ત કાનનો આ અર્થ છે – “ઐરાવતના સૂર્યના સંબંધી સૂર્ય મતો અથવું ૌસ્વત સૂર્યથી પૂર્વ નિષ્ક્રમણ કાળે મતીકૃતને પ્રતિયરે છે. આજ વાત સૂત્રકાશ્રીએ કહેલ છે – સૂર્ય બીજાના ચીર્ણ ફોકને પ્રતિયરે છે, વ્યાખ્યા પૂર્વવતું.
અહીં પણ એક વિભાગમાં ૯૨ અને એક ભાગમાં ૯૧ સંખ્યકમાં ભાવના પૂર્વવતુ ભાવવી. તે આ પ્રમાણે - ભારતનો સૂર્ય દક્ષિણપૂર્વમાં ૯૨ સંખ્યક અને ઉત્તર પશ્ચિમમાં ૯૧ સંખ્યક સ્વયં ચીર્ણ અને ઉત્તર પૂર્વમાં ૯૨ સંખ્યક અને દક્ષિણ પશ્ચિમમાં ૯૧ સંખ્યક ઐરાવતના સૂર્યના ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિયરે છે, એ પ્રમાણે જાણવું.
ધે ઐરાવતનો સૂર્ય ઉત્તરપશ્ચિમ દિશા ભાગમાં ૯૨ સંખ્યક મંડલોને અને દક્ષિણપશ્ચિમમાં ૯૨ સંખ્યક અને ઉત્તરપૂર્વમાં ૯૧ સંખ્યક ભારતના સૂર્યના ચીણ ક્ષેત્રને પ્રતિયરે છે એમ પ્રતિપાદિત કરે છે - “તે આ ઐરવતીય સૂર્ય” ઈત્યાદિ.
હવે ઉપસંહારને કહે છે – “તે વિક્રમણ કરતો” ઈત્યાદિ આનો આ ભાવાર્થ
એ પ્રમાણે ત્રીજું પ્રાભૃત-પ્રાકૃત કહ્યું, હવે ચોથું કહે છે તેના આ અધિકાર છે, કેટલાં પ્રમાણમાં પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. તેથી તવિષયક સુણ કહે છે -
• સૂત્ર-૨૫ -
કઈ રીતે આ બન્ને સૂર્યો એકબીજાનું અંતર કરીને ચાર ચરે છે ? તેમ આપે કહેલ છે. તેમાં નિધે આ છ પ્રતિપતિએ કહેલી છે - તેમાં :
કોઈ એક પરમતવાદી કહે છે કે બંને સૂર્ય પરસ્પર ૧૧૩૩ યોજનનું અંતર રાખી ચાર ચરે છે, - ૪ -
બીજી કોઈ એક એમ કહે છે કે - તે બંને સૂર્યો ૧૧૩૪ યોજન પરસ્પર અંતર રાખીને ચાર ચરે છે -
ત્રીજો કોઈ પરમતવાદી એમ કહે છે કે – તે બંને સુ પરસ્પર ૧૧૩૫ યોજનનું અંતર રાખીને ચાર ચરે છે - ૪ -
એ પ્રમાણે ચોથો પરમતવાદી કહે છે કે બંને સૂર્યો પરસ્પર એક હીપસમુદ્રનું અંતર રાખીને ગતિ કરે છે : x -
પાંચમો કોઈ પરમતવાદી કહે છે કે તે બંને સૂર્યો પરસ્પર બે દ્વીપ સમુદ્રનું અંતર રાખીને ગતિ કરે છે.
છઠ્ઠો કોઈ પરમતવાદી કહે છે કે તે બંને સૂર્યો પરસ્પર ત્રણ દ્વીપસમુદ્રનું અંતર રાખીને ચાર ચરે છે . x -