Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 169
________________ ૧૨/-/૧૦૪ રાશિને એકરૂપે ગુણવી. એક વડે ગુણવાથી, તે જ રાશિ આવશે. ત્યારપછી તે પ્રાપ્ત રાશિને ૯૧૫ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત રાશિ આવશે-૧૩૪. આટલાં ચંદ્ર અયનો એક યુગમાં થાય છે અને ચંદ્રની આવૃત્તિ પણ આટલી જ થાય છે. EE હવે સૂર્યની કઈ આવૃત્તિ, કઈ તિથિમાં થાય છે, તે વિચારણામાં જે પૂર્વાચાર્યો વડે ઉપદર્શિત કરણ છે, તેને જણાવવા વૃત્તિમાં બે ગાથા છે. વૃત્તિકારશ્રી સ્વયં આ બે ગાથાની વ્યાખ્યા વૃત્તિમાં બે ગાથા છે. વૃત્તિકાશ્રી સ્વયં આ બે ગાથાની વ્યાખ્યા વૃત્તિમાં કરતાં કહે છે – વ્યાખ્યા - આવૃત્તિ વડે એક ન્યૂન કરી ગુણતાં-૧૮૩ થાય. અહીં શું કહેવા માંગે છે ? જે આવૃત્તિ વિશિષ્ટ તિથિયુક્ત જાણવા ઈચ્છે છે, તે સંખ્યા એક ન્યૂન કરીએ. પછી તે ૧૮૩ને ગુણીએ. ગુણીને, જે અંક વડ`ગુણિત-૧૮૩-છે, તે અંક સ્થાનને ત્રણ ગણાં કરીને રૂપાધિક કરી, તે પૂર્વ રાશિમાં ઉમેરીએ. પછી પંદર ભાગ વડે ભાગાકાર કરીએ, કરીને જે ભાગ પ્રાપ્ત થાય, તેટલી સંખ્યામાં પર્વ અતિક્રાંત થતાં તે વિવક્ષિતા આવૃત્તિ થાય છે. જે અંશો પછી ઉદ્ધતિ થાય, તે દિવસો જાણવા. તે દિવસમાં ચરમ દિવસે આવૃત્તિ થાય છે, તેવો ભાવ છે. અહીં આવૃત્તિના જ ક્રમ-યુગમાં પહેલી આવૃત્તિ-શ્રાવણ માસમાં, બીજીમાઘમાસમાં, ત્રીજી-ફરી શ્રાવણ માસમાં, ચોથી-માઘ માસમાં, ફરી પણ પાંચમીશ્રાવણમાં, છટ્ઠી માઘ માસમાં, ફરી સાતમી શ્રાવણમાં, આઠમી માઘમાં, નવમી શ્રાવણમાં, દશમી માઘમાં. તેમાં પહેલી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે, એ પ્રમાણે જો જિજ્ઞાસા થાય ત્યારે પહેલી આવૃત્તિ સ્થાનમાં એક લેવો. તે સંખ્યા ન્યૂન કરવી. એટલે કંઈપણ પશ્ચારૂપે પ્રાપ્ત ન થાય. - - - - પછી પાશ્ચાત્ય યુગ ભાવિની જે દશમી આવૃત્તિ, તે સંખ્યા દશકરૂપ લેવી. તેના વડે ૧૮૩ને ગુણતાં પ્રાપ્ત સંખ્યા-૧૮૩૦, દશક વડે ગુણતાં-૧૮૩, તે દર્શને ત્રિગુણા કરતાં, થાય-૩૦, તે રૂપ અધિક કરતાં, થશે-૩૧, તેને પૂર્વ રાશિમાં ઉમેરતાંથશે ૧૮૬૧. તેને ૧૫ ભાગ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત ૧૨૪ અને શેષ રહેશે-એક. તે રીતે આવેલ ૧૨૪મું પર્વ પાશ્ચાત્ય યુગ અતિક્રાંત થઈ, અભિનવ યુગમાં પ્રવર્તમાન પહેલી આવૃત્તિ પહેલ તિથિમાં પ્રતિપદા અર્થાત્ એકમ થાય છે. તથા કઈ તિથિમાં બીજી માઘમાસ-ભાવિની આવૃત્તિ થાય. એવી જો જિજ્ઞાસા છે, તો બે લેવા. તે રૂપ ન્યૂન કરવા, તેથી આવેલ એક, તેના વડે ૧૮૩ને ગુણીએ. એક વડે ગુણવાથી તે જ થાય છે. એ રીતે થયેલ ૧૮૩, એક વડે ગુણિત ૧૮૩ છે. એકને ત્રિગુણ કરીએ. તેથી આવે ત્રણ. તે રૂપાધિક કરીએ. તેથી ચાર થાય. તેને પૂર્વરાશિમાં ઉમેરીએ. તેથી પ્રાપ્ત સંખ્યા થશે - ૧૮૭. તેને ૧૫ વડે ભાગ દેતાં, પ્રાપ્ત૧૨ અને શેષ વધે છે સાત. એ રીતે આવલે યુગમાં બારમું પર્વ અતિક્રાંત થતાં માઘ વદમાં સાતમી તિથિમાં બીજી માઘમાસ ભાવિની મધ્યે પહેલી આવૃત્તિ થાય છે. તથા ત્રીજી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે, એ જિજ્ઞાસામાં ત્રણ સંખ્યા લઈએ. સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે રૂપ ન્યૂન કરવી જોઈએ, એ રીતે થશે-બે. તેના વડે ૧૮૩ વડે ગુણીએ. તેથી આવશે-૩૬૬. કેમકે બે વડે-૧૮૩ ગુણીએ છીએ. પછી બે સંખ્યાને ત્રણગુણી કરાય છે, તેથી આવે-૬. તેને રૂપાધિક કરીએ. તેથી આવશે-૭. તેને પૂર્વરાશિમાં ઉમેરીએ. તેથી આવશે-૩૭૩. તેને ૧૫-ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત સંખ્યા-૨૪ છે અને શેષ ૧૦૦ બાકી રહે છે - ૧૩. આવેલ યુગમાં ત્રીજી આવૃત્તિ, શ્રાવણમાસ ભાવિનીની મધ્યે બીજી ચોવીશમી પત્મિક પહેલો સંવત્સર અતિક્રાંત થતાં શ્રાવણ વદમાં ૧૩મી તિથિમાં થાય છે. એ પ્રમાણે બીજી આવૃત્તિમાં કરણવશથી વિવક્ષિત તિથિ લાવવી. તેમાં આ યુગમાં માઘમાસ ભાવિનીની મધ્યે દ્વિતીયા, શુક્લ પક્ષમાં ચતુર્થીમાં પંચમી શ્રાવણ માસ ભાવિનીની મધ્યે ત્રીજી શુક્લ પક્ષમાં દશમીમાં છટ્ઠી માઘ માસ ભાવિનીની મધ્યે ત્રીજી, માઘમાસ કૃષ્ણ પક્ષમાં એકમમાં સાતમી શ્રાવણમાસ ભાવિની મધ્યે ચોથી, શ્રાવણ માસ કૃષ્ણ પક્ષમાં સાતમામાં આઠમી માઘમાસ ભાવિનીની મધ્યમાં ચોથા માઘમાસ કૃષ્ણપક્ષમાં તેરસમાં નવમી શ્રાવણમાસ ભાવિની મધ્યમાં પંચમી, શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં ચોથે દશમી માઘમાસ ભાવિની મધ્યે પાંચમ માઘમાસ શુક્લ પક્ષમાં દશમી. તથા આ જ પાંચ શ્રાવણમાસ ભાવિનીમાં પાંચ માઘમાસ ભાવિનીમાં તિથિઓ બીજે પણ કહેલી છે - પહેલી વદ એકમે, બીજી વદ તેરસમાં દિને, શુક્લની દશમી અને વદની સાતમી, શુક્લ ચોથે પાંચમી આવૃત્તિ પ્રવર્તે છે. આ બધી આવૃત્તિઓ શ્રાવણ માસમાં છે. વદ સાતમે પહેલી, સુદની ચોથે, વદની એકમે અને વદની તેરસમાં દિવસે, સુદની દશમીએ પાંચમી આવૃત્તિ પ્રવર્તે છે. આ બધી આવૃત્તિઓ માઘમાસમાં જાણવી. આ સૂર્ય આવૃત્તિમાં અને ચંદ્ર નક્ષત્ર યોગ પરિજ્ઞાનાર્થે આ કરણ છે – [અહીં વૃત્તિકાર મહર્ષિએ સાત કરણ-ગાથા નોંધેલી છે, પછી સાત ગાયાની વ્યાખ્યા વૃત્તિકારશ્રીએ પોતેજ કહેલી છે. તે સાત ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે –] વ્યાખ્યા – ૫૭૩ પરિપૂર્ણ મુહૂર્તોના થાય છે - ૩૬/૬૨ ભાગ અને છ ચૂર્ણિકા ભાગ, ૧/૬૨ ભાગના હોતા ૬/૬૭ ભાગો. આટલાં વિવક્ષિત કરણમાં ધ્રુવરાશિ છે. આની કઈ રીતે ઉત્પત્તિ છે ? એમ પૂછતાં, કહે છે – અહીં જો દશ સૂર્ય-અયન વડે - ૬૭ ચંદ્ર નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે. તો એક સૂર્ય અયન વડે શું પ્રાપ્ત થાય છે. અહીં રાશિ ત્રણની સ્થાપના - ૧૦|૬|૧. અહીં અંત્ય રાશિ વડે એકથી મધ્યની રાશિના-૬૭-સંખ્યાના ગુણનને એક વડે ગુણિતથી તે જ સંખ્યા આવશે. ૬૭ ૪ ૧ = ૬૭. તેના દશ વડે ભાગ દેવાતા પ્રાપ્ત છ પર્યાયો અને એક પર્યાયના ૭/૧૦ ભાગો, તદ્ગત મુહૂર્ત પરિમાણને આશ્રીને ગાથામાં મૂકેલ છે, એ કઈ રીતે જાણવું કે આટલા મુહૂર્તો તેમાં છે ? આ પ્રશ્નનો ઉત્તર ઐરાશિક કમવિતાર બળથી કહે છે – જો ૧૦ ભાગ વડે,

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223