Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 188
________________ ૧૫/-/૧૧૨ થાય છે, ત્યારે પૂર્વના ભાગથી પહેલાંથી અભિજિત્ નક્ષેત્ર ચંદ્રમા સાથે યોગ કરે છે અને તે પૂર્વવત્ કહેવું. યોગ કરીને નવ મુહૂર્ત અને દશમાં મુહૂર્તના ૨૭/૬૭ ભાગોને ચંદ્ર સાથે યોગ જોડે છે - કરે છે. આ પણ પૂર્વે કહેલ જ છે. એ પ્રમાણે પ્રમાણ કાળ યોગ કરીને પર્યન્ત સમયમાં યોગને અનુપરિવર્તિત કરે છે, અર્થાત્ શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરે છે. પછી યોગને પરાવર્તિત કરીને પોતાની સાથેથી યોગને છોડે છે. 939 બીજું કેટલું કહીએ ? યોગરહિતપણ થાય છે. જ્યારે ચંદ્ર ગતિસમાપન્ન અપેક્ષાથી શ્રવણ નક્ષત્ર ગતિસમાપન્ન હોય છે, ત્યારે તે શ્રવણનક્ષત્રને પ્રથમથી પૂર્વના ભાગથી - પૂર્વ ભાગ વડે ચંદ્રનો યોગ કરે છે. સમાસાદિત થઈ ચંદ્ર સાથે સાર્ધ ત્રીશ મુહૂર્તો યાવત્ યોગ જોડે છે. એટલા પ્રમાણ કાળને યાવત્ યોગ યુક્તિ વડે પર્યન્ત સમયે યોગને અનુપરિવર્તિત કરે છે, અર્થાત્ ધનિષ્ઠા નક્ષત્રના યોગને સમર્પણ કરવાનો આરંભ કરે છે, યોગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથે યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી આ અનંતર દર્શાવેલા આલાવા વડે જે ૧૫ મુહૂર્તો શતભિષર્ આદિ નક્ષત્રોનો જે ૩૦ મુહૂર્તો ધનિષ્ઠા વગેરે, જે પીસ્તાળીશ મુહૂર્તો ઉત્તરા ભાદ્રપદાદિ, તે બધાં પણ ક્રમથી ત્યાં સુધી કહેવા જ્યાં સુધી ઉત્તરાષાઢા આવે. તેનો આલાવો સુગમ હોવાથી સ્વયં કહેવો, ગ્રંથ ગૌરવ ભયથી કહેતા નથી. હવે ગ્રહને આશ્રીને યોગ વિચારણા કરે છે - X - જ્યારે - x - ચંદ્ર ગતિ સમાપન્નકની અપેક્ષાથી ગ્રહ ગતિસમાપન્ન થાય છે. ત્યારે તે ગ્રહ પૂર્વના ભાગથી - પૂર્વભાગ વડે પહેલાં ચંદ્રને સમાસાદિત થાય છે, થઈને યથા સંભવ યોગ કેર છે. યથાસંભવ યોગ જોડીને પર્યન્ત સમયે યથાસંભવ યોગને અનુપરિવર્તિત કરે છે, યથાસંભવ અન્ય ગ્રહને યોગ સમર્પિત કરવાને આરંભે છે. યોગને અનુવર્તિત કરીને પોતાની સાથે યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે. હવે સૂર્યની સાથે નક્ષત્રની યોગ વિચારણા કરે છે - - ૪ - ૪ -જ્યારે સૂર્ય ગતિસમાપન્ન અપેક્ષાથી અભિજિત્ નક્ષત્ર ગતિ સમાપન્ન થાય છે, ત્યારે તે અભિજિત્ નક્ષત્ર પહેલાથી પૂર્વના ભાગથી સૂર્યને સમાસાદિત કરે છે, સમાસાદિત કરીને ચાર પરિપૂર્ણ અહોરાત્ર અને પાંચમાં અહોરાત્રના છ મુહૂર્ત સુધી સૂર્યની સાથે યોગ કરે છે. એવા પ્રમાણના કાળથી યાવત્ યોગને જોડીને પર્યન્ત સમયે યોગને અનુપવિર્તિત કરે છે, અર્થાત્ શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરવાનું આરંભે છે. અનુપસ્વિર્તિત કરીને પોતા સહિત યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે. સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ એ પ્રમાણે ઉક્ત પ્રકારે પંદર મુહૂર્તો શતભિષક્ આદિ છ અહોરાત્ર અને સાતમાં અહોરાત્રના ૨૧-મુહૂર્તો શતભિષક્ આદિ શ્રવણાદિના તેર અહોરાત્ર અને ચૌદમાં અહોરાત્રના બાર મુહૂર્તો, પીસ્તાળીશ મુહૂર્તોના ઉત્તર ભાદ્રપદાદિના વીશ અહોરાત્ર અને એકવીશમાં અહોરાત્રના ત્રણ મુહૂર્તો ક્રમથી બધાં ત્યાં સુધી કહેવા, જ્યાં સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર છે. તેમાં ઉત્તરાષાઢા નક્ષત્રગત અભિલાષને સાક્ષાત્ દર્શાવે છે - ! * * * સુગમ છે. આ પ્રમાણે બાકીના ૫ણ આલાવા સ્વયં કહેવા, સુગમ હોવાથી કહેતાં નથી. હવે સૂર્ય સાથે ગ્રહના યોગની વિચારણા કરે છે - x - x - તે સુગમ છે. હવે ચંદ્રાદિ નક્ષત્ર માસથી કેટલાં મંડલો ચરે છે, તે નિરૂપણ કરવાની ઈચ્છાથી ૧૩૮ કહે છે – • સૂત્ર-૧૧૩ : તે નક્ષત્ર માસથી ચંદ્ર કેટલા મંડલગતિ કરે છે ? તે તેર મંડલો ગતિ કરે છે. તે નક્ષત્ર માસથી સૂર્ય કેટલા મંડલ ગતિ કરે છે ? તેર મંડલ અને મંડલના ૪૪/૬૭ ભાગ ગતિ કરે છે. તે નક્ષત્ર માસથી નક્ષત્ર કેટલા મંડલ ગતિ કરે છે ? તેર મંડલ અને અર્ધ ૪૪/૬૭ ભાગ મંડલ ગતિ કેર છે. તે ચંદ્રમાસથી ચંદ્ર કેટલા મંડલ ગતિ કરે છે ? સવા ચૌદ મંડલ અને મંડલના ૧/૧૨૪ ભાગ ગતિ કરે છે. તે ચંદ્ર માસથી સૂર્ય કેટલા મંડલ ગતિ કરે છે ? પોણા પંદર મંડલ અને મંડલના ૧/૧૨૪ ભાગ ગતિ કરે છે. તે ચંદ્રમાસથી નક્ષત્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? પોણા પંદર મંડલ અને મંડલના ૬/૧૨૪ ભાગ ગતિ કૈર છે. તે ઋતુમાસથી રચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ચૌદ મંડલ અને મંડલના ૩૦/૬૧ ભાગ ગતિ કરે છે. તે ઋતુમાસથી સૂર્ય કેટલાં મંડલ ગતિ કરે છે ? પંદર મંડલ તે સૂર્ય ગતિ કરે છે. તે ઋતુમાસથી નક્ષત્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? તે પંદર મંડલ અને ૫/૧૨૨ ભાગ મંડલના, ગતિ કરે છે. તે સૂર્યમાસથી ચંદ્ કેટલાં મંડલ ગતિ કરે છે ? ચૌદ મંડલ અને મંડલના ૧૧-ભાગ ગતિ કરે છે. તે સૂર્યમારાથી સૂર્ય કેટલાં મંડલ ગતિ કરે છે ? રાવા પંદર મંડલ તે સૂર્ય ગતિ કરે છે. તે સૂર્યમાસથી નક્ષત્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? સવા પંદર મંડલ અને

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223