Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮/-/૧૧૭ થી ૧૨૨ સૌથી નીચેના તારા વિમાનથી ઉર્ધ્વ ૧૦ યોજન જઈને આ અંતરમાં સૂર્ય વિમાન ચાર ચરે છે. ૧૫૫ તે જ સૌથી નીચેના તારા વિમાનથી ૯૦ યોજન ઉર્ધ્વ જઈને આ અંતરમાં ચંદ્ર વિમાન ચાર ચરે છે. તે જ સૌથી નીચેના તારા વિમાનથી ૧૧૦ યોજન ઉર્ધ્વ જઈને આ અંતરમાં સર્વોપરિ રહેલ તારાવિમાન ચાર ચરે છે. સૂર્ય વિમાનથી ઉર્ધ્વ ૮૦ યોજન જઈને આ અંતરમાં ચંદ્રવિમાન ચાર ચરે છે. તે જ સૂર્ય વિમાનથી ઉર્ધ્વ ૧૦૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિપ્ ચક્રચાર ચરે છે અર્થાત્ ભ્રમણ કરે છે. ચંદ્ર વિમાનથી ઉર્ધ્વ ૨૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિષ ચક્ર ચાર ચરે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી પૂર્વ અને અપર સહિત અર્થાત્ સર્વપર-પૂર્વાપરના મળવાથી, ૧૧૦ યોજન બાહલ્યથી છે. તે આ રીતે – સર્વ અધસ્તન તારારૂપથી જ્યોતિપ્ ચક્રથી ઉર્ધ્વ ૧૦ યોજને સૂર્ય વિમાન, તેનાથી પણ ૮૦ યોજને ચંદ્રવિમાન, તેનાથી ૨૦ યોજને સૌથી ઉપર તારારૂપ જ્યોતિષુ ચક્ર હોય છે. એ રીતે જ્યોતિષુ ચક્રનું ૧૧૦ યોજન બાહલ્સ છે. તે ૧૧૦ યોજન બાહલ્સમાં ફરી કેવા પ્રકારે છે, તે કહે છે – તિર્છ અસંખ્યેય યોજન કોડાકોડી પ્રમાણ જ્યોતિર્વિષયક મનુષ્ય ક્ષેત્ર વિષય જ્યોતિષુ ચક્ર ચાર રે છે. ચાર ચરતા મનુષ્ય ક્ષેત્રથી બહાર વળી અવસ્થિત છે, એમ કહેલ છે. તેવું [સ્વ શિષ્યોને તમારે કહેવું. ભગવન્! શું એવું છે કે – જે ચંદ્ર સૂર્ય દેવોના ક્ષેત્રની અપેક્ષાથી નીચે પણ તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો ધુતિ-વૈભવ-લેશ્યાદિની અપેક્ષાથી કેટલાંક અણુ-લઘુ પણ હોય છે, અર્થાત્ હીન પણ હોય છે, કેટલાંક તુલ્ય પણ હોય છે. તથા સમ પણ ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનની ક્ષેત્ર અપેક્ષાથી સમશ્રેણિથી વ્યવસ્થિત તારારૂપ-તારાવિમાન અધિષ્ઠાતા દેવો પણ છે. ચંદ્ર સૂર્ય દેવોના દ્યુતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? તથા ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનોની ઉપર પણ જે તારારૂપ - તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો પણ રહેલ છે. તેઓ પણ ચંદ્ર સૂર્યોના દેવોના ધૃતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? એ પ્રમાણે ગૌતમ વડે પ્રશ્ન કરાતા ભગવંત કહે છે – જે આ પ્રમાણે તે પૂછ્યું, તે બધું તેમજ છે. એમ કહેતા ફરી પ્રશ્ન કરે છે – તે સુગમ છે. ભગવંત કહ્યું – જેમ-જેમ તે દેવોના-તારારૂપ વિમાનોના અધિષ્ઠાતા પૂર્વ ભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય ઉત્કટ હોય છે, ૧૫૬ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમ તેમ તે દેવોના, તે તારારૂપ વિમાનના અધિષ્ઠાતા ભવમાં એ પ્રમાણે તેમ અણુત્વ કે તુલ્યત્વ થાય છે. અહીં શું કહેવા માંગે છે ? જેઓ વડે પૂર્વભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય મંદ [અલ્પ] કરાયેલા હોય, તેઓ તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવભવને પામીને ચંદ્ર-સૂર્ય દેવો કરતાં ધ્રુતિ-વૈભવાદિની અપેક્ષા થકી હીન હોય છે. જેઓ વડે ભવાંતરમાં તપ-નિયમ-બ્રહ્મચર્યને અતિ ઉત્કટપણે સેવેલા છે, તે તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવત્વને પામીને ધુતિ-વૈભવ આદિની અપેક્ષાથી ચંદ્ર-સૂર્ય દેવો સાથે સમાન હોય છે. આ અનુત્પન્ન નથી. મનુષ્ય લોકમાં પણ કેટલાંક જન્માંતસ્થી ઉપચિત તથાવિધ પુન્ય પ્રાક્ભારા રાજત્વને ન પામીને પણ રાજાની સાથે તુલ્ય ધુતિ વૈભવવાળા હોય છે. ‘“તા ર્વ અનુ'' નિગમનવાક્ય સુગમ છે. ગ્રહાદિ પરિવાર વિષયક પ્રશ્ન-ઉત્તર સૂત્રો સુગમ છે. મેરુ પર્વત, જંબૂદ્વીપમાં રહેલ અને સર્વ તીર્કાલોકનો મધ્યવર્તી છે, તેનું કેટલું ક્ષેત્ર અબાધાથી કરીને ચાર ચરે છે ? ભગવંતે કહ્યું – તે ૧૧૨૧ - યોજનો અબાધાથી કરીને ચાર ચરે છે. અર્થાત્ શું કહેવા માંગે છે ? મેરુની ફરતાં ૧૧૨૧ યોજન છોડીને ત્યારપછી ચક્રવાલપણે જ્યોતિને ચાર ચરે છે. તે લોકાંતની પૂર્વે કેટલાં ક્ષેત્રની અબાધા કરીને - અપાંતરાલ કરીને જ્યોતિષ્ક કહેલ છે ? ભગવંતે કહ્યું – ૧૧૧૧ યોજન અબાધા કરીને - અપાંતરાલ રાખીને જ્યોતિપ્ કહેલ રો. તે જંબુદ્વીપદ્વીપમાં કેટલાં નક્ષત્ર ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ છે કે અભિજિત્ નક્ષત્ર સન્વિંતર નક્ષત્ર મંડલને અપેક્ષાથી એ પ્રમાણે મૂલાદિ સર્વ બાહ્યાદિ જાણવા. - સૂત્ર-૧૨૩,૧૨૪ ૭ [૧૨૩] ચંદ્ર વિમાન કયા આકારે કહેલ છે ? તે અર્ધ કપિત્યક સંસ્થાન સંસ્થિત, સર્વ સ્ફટિકમય, અભ્યુદ્ગત ઉસિત પહસિત વિવિધ મણિ-રત્ન વડે આશ્ચર્ય ચકિત યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે સૂર્ય વિમાન, ગ્રહવિમાન, નક્ષત્રવિમાન, તારાવિમાન જાણવા. તે ચંદ્રવિમાન કેટલા આયામ-વિકુંભથી અને કેટલાં પરિક્ષેપથી, કેટલાં બાહલ્સથી કહેલ છે ? તે ૫૬/૬૧ ભાગ યોજન આયામ અને વિશ્કભથી છે, તેનાથી ત્રિગુણ સવિશેષ પરિધિથી અને યોજનના ૨૮/૬૧ ભાગ બાહત્યથી કહેલ છે. તે સૂર્ય વિમાન આયામવિષ્કથી કેટલું છે, ઇત્યાદિ પ્રશ્નન - તે યોજનના ૨૮/૬૧ ભાગ આયામ વિશ્કેભથી, ત્રિગુણ સવિશેષ પરિધિથી, યોજનના ૨૪/૧ ભાગ ભાહલ્યથી છે. તે નક્ષત્ર વિમાન કેટલું આયામાદિથી છે, તે પૃચ્છા. તે એક કોશ આયામવિખંભથી, તેનાથી ત્રિગુણ સવિશેષ પરિધિથી, અર્ધકોશ બાહલ્સથી કહેલ છે.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223