________________
૨/૩/૩૩
૯૧,૦૦૦ યોજન તપોત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલ સંક્રમીને ચાર ચરે છે ત્યારે રાત્રિ-દિવસ પૂર્વવત્ થાય છે. તે દિવસમાં ૬૧,૦૦૦ યોજનનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે ૬૦૦૦ કે ૫૦૦૦ કે ૪૦૦૦ યોજન પણ એક-એક મુહૂર્તમાં જાય છે.
૩૫
પરંતુ અમે એ પ્રમાણે કહીએ છીએ કે તે સાતિરેક પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે. તેમાં શો હેતુ છે, તે કહો. આ જંબુદ્વીપ દ્વીપ ચાવત્ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સત્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પાંચ-પાંચ હજાર યોજન અને ૨૫૧ યોજન તથા [૨૯/૬૦] યોજનના ઓગણીશ-સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્તથી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના [૨૧/૬૦] ભાગ વડે સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતો પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર સરે છે, ત્યારે ૫૨૫૧ યોજન અને એક યોજનના [૪૭/૬૦] ભાગ એક એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના [૫૭/૬૦] ભાગ વડે, સાઈઠ ભાગને ૬૧
વડે છેદીને ૧૯ ચૂર્ણિકા ભાગથી સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસરાત્રિ પૂર્વવત્ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરમાં અત્યંતર ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અત્યંતર ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પરપર યોજન અને એક યોજનના [૫/૬૦] પાંચ સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્તમાં જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૦૯૬ યોજન અને એક યોજનના [૩૩/૬૦] તેત્રીશ-સાઈઠાંશ ભાગ તથા ૬૦ ભાગને ૬૧ વડે છેદીને બે ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય જલ્દી દષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય છે.
એ પ્રમાણે નિશ્ચે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલને સંક્રમણ કરતો કરતો એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગને એક એક મંડલમાં મુહૂર્ત ગતિને વધારતો-વધારતો અને ૮૪ યોજનોમાં કિંચિત્ ન્યૂન પુરુષ છાયાને ઘટાડતો-ઘટાડતો સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૫૩૦૫ યોજન અને એક યોજનના [૧૫/૬૦] પંદર-સાઈઠાંશ ભાગ એકએક મુહૂર્તથી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના [૩૦/૬૦] ત્રીશ-સાઈઠાંશ ભાગથી સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો
૩૬
દિવસ થાય છે.
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
આ પહેલાં છ માસ, આ પહેલા છ માસનો અંત છે.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસનો આરંભ કરતાં પહેલાં અહોરમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર સરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર કરે છે, ત્યારે ૫૩૪ યોજન અને એક યોજનના [૫૭/૬૦] સત્તાવન સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલો મનુષ્ય ૩૧,૯૧૬ યોજન અને એક યોજનના [૩૯/૬૦] ઓગણચાલીશ સાઈઠાંશ ભાગ તથા સાઈશ ભાગને એકસઠ વડે છેદીને ૬૦ ચૂર્ણિકા ભાગમાં સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે રાત્રિ-દિન પૂર્વવત્.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચારે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૫૩૦૪ યોજન અને એક યોજનના [૩૯/૬૦] ભાગ એક-એક મુહૂર્તથી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્ય ૩૨,૦૦૧ યોજન અને એક યોજનના [૫૧/૬૦] ભાગ તથા ૬૦ ભાગને ૬૧ વડે છેદીને ૨૩ ચૂર્ણિકા ભાગથી સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. રાત્રિ અને દિવસ પૂર્વવત્ છે.
એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગમાં એક-એક મંડલમાં મુહૂર્તગતિથી ઘટાડતો-ઘટાડતો સાતિરેક ૮૫-૮૫ યોજન પુરુષ છાયાની વૃદ્ધિ કરતો-કરતો સવયિંતર મંડલમાં સંક્રમીને ચાર સરે છે. તો જ્યારે સૂર્ય સર્વચિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે ૫૨૫૧ યોજન અને એક યોજનના ૩૮/૬૦ ભાગ એક-એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૨૬૨ યોજન અને એક યોજનના ૨૧/૬૦ ભાગથી સૂર્ય જલ્દી દૃષ્ટિપથમાં આવે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
આ બીજા છ માસ અને બીજા છ માસનો અંત છે.
આ આદિત્ય સંવત્સર છે અને આ આદિત્ય સંવત્સરનો પર્યવાન છે, તેમ જાણવું.
• વિવેચન-૩૩ :- (આંકડાકીય અનુવાદ અમને સમજાયો નથી.
ભગવન્ ! આપના વડે કેટલા માત્ર ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્ત વડે જાય છે ? જતો પ્રરૂપેલ છે, તેમ કહેવું ? એમ પૂછતા ભગવંતે આ વિષયમાં પરતીર્થિકની પ્રતિપત્તિ-મિથ્યાભાવોને દેખાડવાને માટે પહેલાં તે જ પરપ્રતિપત્તિને જણાવેલ છે.
તેમાં-પ્રતિમુહૂર્ત ગતિ પરિમાણ વિચારણામાં નિશ્ચે આ ચાર પ્રતિપત્તિઓ કહેલી છે. તે આ પ્રમાણે –
તે ચાર વાદીઓમાં એક એમ કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્તમાં છ-છ