________________
૨/૩/૩૩
એક એક મુહૂર્ત વડે જાય છે, તેઓ એમ કહે છે કે – આ પ્રમાણે સૂર્ય ચારની પ્રરૂપણા કરે છે, સૂર્ય ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં શીઘ્રગતિ થાય છે. તેથી ઉદ્ગમન કાળ અને અસ્તમનકાળમાં સૂર્ય એક-એક મુહૂર્વથી છ-છ હજાર યોજન જાય છે. ત્યારપછી સર્વાંતરગત મુહૂર્ત માત્ર ગમ્ય તાપક્ષેત્રને મૂકીને
બાકીના મધ્યમ તાપક્ષેત્રને પરિભ્રમણ વડે પામીને મધ્યમ ગતિ થાય છે. ત્યારે તે પાંચ-પાંચ હજાર યોજન એક એક મુહૂર્ત વડે જાય છે. સન્વિંતર મુહૂર્ત માત્રગમ્ય તાપક્ષેત્રને પૂર્ણ કરતો સૂર્ય મંદ ગતિ થાય છે. ત્યારે તે જે-તે મંડલમાં ચાર-ચાર હજાર યોજન એક-એક મુહૂર્ત વડે જાય છે.
-
અહીં જ ભાવાર્થ પૂછવાને માટે કહે છે તેમાં એવા પ્રકારની વસ્તુતત્વ વ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉ૫પત્તિ છે તે જણાવો, એ પ્રમાણે સ્વશિષ્ટ વડે પ્રશ્ન કરાયો ત્યારે તેઓ એમ કહે છે કે – અહીં જંબૂદ્વીપ વાક્ય પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ કહેવું અને વ્યાખ્યા કરવી. તેમાં જ્યારે સૂર્ય સભ્યતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ કહેવી, તે આ પ્રમાણે છે – ત્યારે ઉત્તમ કાષ્ઠાપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે સર્વાશ્ચંતર મંડલગત અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપક્ષેત્ર ૯૧,૦૦૦ યોજન થાય છે. તે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે - ઉદ્ગમન મુહૂર્ત અને અસ્તમન મુહૂર્તમાં પ્રત્યેક ૬૦૦૦ યોજન જાય છે. તેથી બંનેના મીલન થતાં ૧૨,૦૦૦ યોજન થાય છે. સર્વાશ્ચંતર મુહર્ત માત્રગમ્ય તાપક્ષેત્રને મુકીને બાકીના મધ્યમ તાપક્ષેત્રમાં ૧૫-મુહૂર્ત પ્રમાણમાં પાંચ-પાંચ હજાર યોજન જાય છે, તેથી ૫૦૦૦ યોજનને ૧૫ વડે ગુણવાથી ૭૫,૦૦૦ યોજન થાય છે. સચિંતરમાં તો મુહૂર્ત માત્ર ગમ્ય તાપક્ષેત્રમાં ચાર હજાર યોજન જાય છે. એ રીતે ૧૨-૭૫-૪ મળીને ૯૧,૦૦૦ થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે આ સંખ્યા ન ઘટે.
૩૯
તેમાં જ્યારે સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે ત્યારે રાત્રિ-દિવસ પરિમાણ પૂર્વવત્ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે ઉત્તમ કાષ્ઠાપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વ બાહ્ય મંડલગત બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપક્ષેત્ર ૬૧,૦૦૦ યોજન કહેલ છે. તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં પ્રત્યેક છ-છ હજાર યોજન જાય છે. તે ઉભયના મીલનમાં ૧૨,૦૦૦ યોજન થાય છે. સચિંતર મુહૂર્ત માત્ર ગમ્ય તાપક્ષેત્રને છોડીને બાકીના મધ્યમ તાપક્ષેત્રમાં નવ મુહૂર્તૃગમ્ય પ્રમાણમાં પાંચ-પાંચ હજાર યોજન એક-એક મુહૂર્તથી જાય છે. તેથી ૫૦૦૦ યોજનને નવ વડે ગુણવાથી ૪૫,૦૦૦ યોજન થાય છે. સર્વાશ્ચંતરમાં તો મુહૂર્તમાત્રગમ્ય તાપક્ષેત્રમાં ૪૦૦૦ યોજન જાય છે.
બધાં મળીને ૧૨ + ૪૫ + ૪ હજાર = ૬૧,૦૦૦ યોજન થાય છે, બીજી કોઈ રીતે તે ઘટી શકતું નથી.
ત્યારે સર્વાન્વંતર મંડલ ચારકાળમાં, સર્વબાહ્ય મંડલ ચાર કાળમાં ઉક્ત
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રકારથી છ હજાર પણ, પાંચ હજાર પણ, ચાર હજાર પણ યોજન સૂર્ય એક-એક મુહૂર્ત વડે જાય છે. અહીં ઉપસંહારમાં કહે છે – ચોથો વાદી અનંતરોક્ત પ્રકારે કહે છે.
તે એ પ્રમાણે પરતીર્થિક પ્રતીપત્તિને જણાવીને હવે સ્વમતને જણાવે છે – [ભગવંત કહે છે—] વળી અમે ઉત્પન્ન કેવલ જ્ઞાનવાળા, કેવળજ્ઞાનથી ચયાવસ્થિત વસ્તુ પામીને વઢ્યમાણ પ્રકારથી કહીએ છીએ, તે આ પ્રકારે જણાવે છે–
તે કંઈક અધિક પાંચ-પાંચ હજાર યોજન, એક-એક મુહૂર્તમાં સૂર્ય જાય છે. અહીં કોઈપણ મંડલમાં કેટલા અધિકથી પાંચ-પાંચ હજાર યોજન જાય છે. તેથી
..
સર્વમંડલ પ્રાપ્તિ અપેક્ષાથી સામાન્યથી સાતિરેક એમ કહ્યું.
એ પ્રમાણે કહેતા, ગૌતમસ્વામી સ્વશિષ્યોના સ્પષ્ટ બોધને માટે ફરી પૂછે છે – આવા પ્રકારના અનંતરોદિત વસ્તુવ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉ૫પતિ છે, તે કહો.
ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યું – “આ જંબૂદ્વીપ, ઈત્યાદિ પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ વિચારવું. તેમાં જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલને સંક્રમીને ચાર સરે છે, ત્યારે પ્રત્યેકમાં-૫૨૫૧ યોજન અને એક યોજનના ૨૯/૬૦ ભાગ એક એક મુહૂર્વથી જાય છે. આ કેવી રીતે જાણવું ? પૂછતાં કહે છે – અહીં બે સૂર્યો વડે એક મંડલને એક અહોરાત્રથી પૂર્ણ કરે છે અને અહોરાત્રનું મુહૂર્ત પ્રમાણ ૩૦ છે. પ્રત્યેક સૂર્ય અહોરાત્રગણનાથી પરમાર્થથી બે અહોરાત્ર વડે મંડલ પરિભ્રમણથી સમાપ્ત થાય છે, બંને અહોરાત્ર પ્રમાણના ૬૦-મુહૂર્તો થાય છે.
ત્યારપછી મંડલની પરિધિને ૬૦ ભાગ વડે છેદ કરાતાં ભાગ પ્રાપ્ત થાય છે, તે મુહૂર્તગતિપ્રમાણ છે. તે સચિંતર મંડલમાં પરિધિ પ્રમાણ ૩,૧૫,૦૮૯, આને ૬૦ ભાગ વડે ભાંગતા યશોક્ત મુહૂર્તગતિ પરિમાણ પ્રાપ્ત થાય છે.
અહીં આ સન્વિંતર મંડલમાં કેટલા ક્ષેત્રમાં રહેલ ઉદયમાન સૂર્ય અહીં રહેલ મનુષ્યોને દૃષ્ટિપથમાં આવે છે, એ પ્રમાણે પ્રશ્નાવકાશને શંકાથી કહે છે – ત્યારે સર્વાન્વંતર મંડલચાર ચરણકાળમાં ઉદયમાન સૂર્ય અહીં રહેલા મનુષ્યના તેનો આ અર્થ છે - અહીં રહેલ ભરતક્ષેત્રગત મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧/૬૦ ભાગ વડે દૃષ્ટિપથમાં જલ્દી આવે છે. તેની યુક્તિ શી છે ? તેનો ઉત્તર કહે છે – અહીં અડધા દિવસ વડે જેટલાં માત્ર ક્ષેત્રને વ્યાપિત કરે છે, તેટલામાં રહેલ ઉદયમાન સૂર્ય પ્રાપ્ત થાય છે. સવચિંતર મંડલમાં દિવસ અઢાર મુહૂર્ત પ્રમાણ હોય, તેનું અડધું એટલે નવ મુહૂર્તો થાય. એકૈક મુહૂર્તમાં સર્વાશ્ચંતર મંડલમાં ચાર ચરતા પ્રત્યેકમાં ૫૨૫૧ યોજન અને એક યોજનના [૨/૬૦] ઓગણત્રીશ-સાઈઠાંશ ભાગ જાય છે. પછી આટલા મુહૂર્ત ગતિ પરિમાણને નવ મુહૂર્ત વડે ગુણે છે. તેથી
યથોક્ત દૃષ્ટિપથ પ્રાપ્ત વિષયમાં પરિમાણ થાય છે. ત્યારે સર્વાન્વંતર મંડલ ચાર
ચરણ કાળમાં દિવસ અને રાત્રિ પૂર્વવત્ કહેવા. તે આ પ્રમાણે, ત્યારે ઉત્તમકાષ્ઠપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.