________________
૧૦/૪/૪૬
કહેવું. તે આ પ્રમાણે - તે હસ્ત નક્ષત્ર પશ્ચાત્ ભાગ સમક્ષેત્ર ૩૦ મુહૂર્ત છે. તે પ્રથમ સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. પછી બીજો દિવસ જોડાય છે. એ પ્રમાણે હસ્તનક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કર છે - ૪ - યાવત્ - ૪ - સાંજે ચંદ્રને ચિત્રા નક્ષત્રને સમર્પે છે.
૧૪૭
તે ચિત્રા નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે, ત્યારપછી બીજા દિવસે પણ, એ પ્રમાણે ચિત્રા નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ કરે છે. - ૪ - ચાવત્ - ૪ - સાંજે ચંદ્ર સ્વાતિ નક્ષત્રને સમર્પે છે.
સ્વાતિ નક્ષત્ર સાંજે પ્રાયઃ પરિસ્ક્રૂટ ઈંશ્યમાન નક્ષત્રમંડલરૂપે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી આ રાત્રિગત નક્ષત્ર જાણવું. તેથી કહે છે – શતભિષની જેમ સ્વાતિ નક્ષત્ર કહેવું. તે આ રીતે – સ્વાતિ નક્ષત્ર સત્રિગત, અપાદ્ધક્ષેત્ર, મંદ-મુહૂર્ત છે. તે પ્રથમ સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, પણ બીજે દિવસ કરતા નથી. એ પ્રમાણે સ્વાતિ નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. - ૪ - ચાવત્ - ૪ * પ્રાતઃકાળે વિશાખાનક્ષત્રને સમર્પે છે.
આ વિશાખા નક્ષત્ર યુદ્ધ ક્ષેત્ર છે, તેથી પૂર્વોક્ત યુક્તિથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે – ઉત્તરાભાદ્રપદની જેમ વિશાખા નક્ષત્ર કહેવું. તે આ રીતે - વિશાખા નક્ષત્ર ઉભય ભાગ, દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલાં પ્રાતઃકાળે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી રાત્રિને, પછી બીજા દિવસને. એ પ્રમામએ વિશાખા નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને પરિવર્તિત કરે છે, કરીને સાંજે ચંદ્ર અનુરાધાને સમર્પે છે.
-
એ પ્રમાણે અનુરાધા નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પશ્ચાદ્ભાગ જાણવું. તેથી કહે છે ધનિષ્ઠાની જેમ અનુરાધા કહેવું. તે આ રીતે ' અનુરાધા નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલા સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, પછી બીજા દિવસ સાથે. એ પ્રમાણે અનુરાધા નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપસ્વિર્તે છે, પછી
સાંજે ચંદ્ર જ્યેષ્ઠાનક્ષત્રને સમર્પે છે.
જ્યેષ્ઠા સંધ્યા સમયે યોગ પામે છે - ૪ - તેથી રાત્રિભાગ, અપાર્છ ક્ષેત્ર, ૧૫મુહૂર્ત છે તે પ્રથમ સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે, બીજા દિવસે કરતાં નથી. એ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે ચાવત્ સવારે ચંદ્ર મૂળ નક્ષત્રને સોંપે છે.
મૂળ નક્ષત્ર આ કહેલ યુક્તિથી સવારે ચંદ્રની સાથે યોગને પામે છે, તે પૂર્વભાગ જાણવું. તેથી કહે છે – પૂર્વભાદ્રપદાની માફક મૂળ નક્ષત્ર પણ કહેવું. તે આ રીતે – તે મૂલ નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦ મુહૂર્ત છે. તે પ્રથમ સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજી રાત્રિએ કરે છે. એ પ્રમાણે મૂળ નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. ચાવત્ પૂર્વાષાઢાને સોપે છે.
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
આ પણ પૂર્વાષાઢા નક્ષત્ર સવારે ચંદ્ર સાથે યોગ ઉક્ત યુક્તિથી પામે છે. તેથી પૂર્વભાગ જાણવું. તે જ કહે છે – પૂર્વભાદ્રપદ જેમ કહ્યું, તેમ પૂર્વાષાઢા કહેવું. તે આ પ્રમાણે - પૂર્વાષાઢા નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાત્રિના કરે છે. એ પ્રમાણએ પૂર્વાષાઢા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તે છે. ચાવત્
સવારે ચંદ્ર ઉત્તરાષાઢાને સમર્પે છે.
૧૪૮
ઉત્તરાષાઢા નક્ષત્ર યદ્ધ ક્ષેત્રપણાથી તે ઉભય ભાગ જાણવું. તેથી કહે છે - ઉત્તરાભાદ્રપદ માફક ઉત્તરાષાઢા વક્તવ્યતા જાણવી. તે આ રીતે - ઉત્તરાષાઢા નક્ષત્ર ઉભયભાગ, દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાત્રિના, પછી બીજા દિવસે કરે છે. એ રીતે ઉત્તરાષાઢા નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. કરીને સાંજે ચંદ્રને અભિજિત-શ્રવણને સર્જે છે.
એ પ્રમાણે બહુલતાને આશ્રીને ઉક્ત પ્રકારથી યયોક્ત કાળમાં નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી કેટલાંક પૂર્વભાગ, કેટલાંક પશ્ચાદ્ભાગ, કેટલાંક રાત્રિગત,
કેટલાંક ઉભરાભાગ કહ્યા.
૦ પ્રાકૃતામૃત-૪-ટીકાસહિત અનુવાદ પૂર્વ
— * - * - * - * ——