________________
૧૦/૬/૪૯
પણ મૃગશિર્ષા અમાસયુક્ત છે તેમ કહેવું.
પૌષી અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપલને જોડે છે ? કુલને ૫ણ જોડે, ઉપકુલને પણ જોડે, પરંતુ કુલોપકુલનો યોગ પ્રાપ્ત ન થાય. કુલને જોડતાં પૂર્વાષાઢા નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતા ઉત્તરાષાઢા નક્ષત્રને જોડે છે. તે કુલ અને ઉપકુલ વડે પણ જોડાયેલ પૌષી અમાવાસ્યા કહેવી જોઈએ. નિશ્ચયથી વળી કુલાદિ યોજના પૂર્વોક્ત ચંદ્રયોગને આશ્રીને સ્વયં વિચારવું
જોઈએ.
૦ પ્રામૃતપ્રામૃત-૬-નો સટીક અનુવાદ પૂર્ણ ૦
— * — * — * — x = x =
૧૬૯
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રાકૃત-૧૦, પ્રાકૃત-પ્રાભૂત-૭
એ પ્રમાણે દશમાં પ્રાભૂતના છટ્ઠા પ્રાભૃપામૃતને કહ્યું હવે સાતમાનો આરંભ કરે છે. તેનો આ અર્વાધિકાર છે - “ૌર્ણમાસી અને અમાવાસ્યાનો ચંદ્રયોગને આશ્રીને સંનિપાત'' કહેવો. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
૧૭૦
• સૂત્ર-૫૦ ઃ
કઈ રીતે તે સન્નિપાત કહેલ છે, તેમ કહેવું? જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા હોય છે, ત્યારે અમાવાસ્યા મઘા નક્ષત્ર યુક્ત હોય છે. જ્યારે મઘાયુક્ત પૂર્ણિમા હોય ત્યારે શ્રાવિષ્ઠી અમાસ હોય છે. જ્યારે પ્રૌષ્ઠપદી પૂર્ણિમા હોય છે, ત્યારે ફાલ્ગુની અમાસ હોય છે. જ્યારે ફાલ્ગુની પૂર્ણિમા હોય છે, ત્યારે પૌષ્ઠપદી અમાસ થાય છે. જ્યારે આસોજા પૂર્ણિમા હોય છે, ત્યારે ચૈત્રી અમાવાસ્યા થાય છે, જ્યારે ચૈત્રી પૂર્ણિમા હોય છે, ત્યારે આસોજા અમાસ થાય છે. જ્યારે કાર્તિકા પૂર્ણિમા હોય, તયારે વૈશાખી અમાવાસ્યા હોય છે. જ્યારે મૃગશિર્ષી પૂર્ણિમા હોય ચે ત્યારે જ્યેષ્ઠામૂલી અમાવાસ્યા થાય છે, જ્યારે જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા હોય ત્યારે મૃગશિર્ષી અમાસ થાય છે. જ્યારે પૌષી પૂર્ણિમા હોય છે, ત્યારે અષાઢી અમાવાસ્યા થાય છે, જ્યારે આષાઢી પૂર્ણઇમા હોય છે, ત્યારે પૌષી અમાવાસ્યા થાય છે. • વિવેચન-૫૦ :
ભગવન્ ! કયા પ્રકારે આપે ચંદ્રયોગને આશ્રીને પૂર્ણિમા અને અમાસનો સન્નિપાત કહેલો છે તેમ કહેવું ? એમ પૂછતા ભગવંતે કહ્યું – અહીં વ્યવહારનયના મતથી જે ક્ષેત્રમાં પૂર્ણિમા થાય, ત્યાંથી આરંભી પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં નિયમથી અમાવાસ્યા (કહેવી). તેથી જ્યારે શ્રાવિષ્ઠી - શ્રવિષ્ઠા નક્ષત્ર યુક્ત પૂર્ણિમા થાય છે, ત્યારે તેની પર્વેની અમાવાસ્યા મઘા નક્ષત્રયુક્ત થાય છે. મઘા નક્ષત્રથી આરંભીને વિષ્ઠા નક્ષત્રના ૧૫મું હોવાથી કહ્યું અને આ શ્રાવણમાસને આશ્રીને કહેવું અને જ્યારે મઘા નક્ષત્ર યુત પૂર્ણિમા હોય, ત્યારે પાછળની અમાસ શ્રવિષ્ઠાયુક્ત થાય છે. મઘાથી આરંભીને પૂર્વે શ્રવિષ્ઠાનક્ષત્ર ૧૫મું હોવાથી કહ્યું. આ માઘમાસને આશ્રીને જાણવું.
જ્યારે પ્રોષ્ઠપદી - ઉત્તર ભાદ્રપદાયુક્ત પૂર્ણિમા હોય છે. ત્યારે પૂર્વવત્ પાશ્ચાત્ય અમાવાસ્યા ફાલ્ગુની - ઉત્તર ફાલ્ગુની નક્ષત્રયુક્ત થાય છે. ઉત્તર ભાદ્રપદથી આરંભીને પૂર્વે ઉત્તર-ફાલ્ગુની નક્ષત્રના પંદરમાં પણાથી કહ્યું. જે અપાંતરાલમાં અભિજિત્ નક્ષેત્ર છે, તે થોડાં કાળ માટે હોવાથી પ્રાયઃ વ્યવહારમાર્ગમાં સ્વીકારાતું નથી. સમવાયાંગ સૂત્રમાં કહ્યું – “જંબૂદ્વીપ દ્વીપમાં અભિજિતને વર્જીને ૨૭-નક્ષત્રથી વ્યવહાર વર્તે છે.' તેથી તેની ગણના કરી નથી, તેથી ઉત્તરાભાદ્રપદથી પૂર્વે પંદરમું પૂર્વાફાલ્ગુની નક્ષત્ર જાણવું. આ ભાદરવા માસને આશ્રીને જાણવું.
જ્યારે ફાલ્ગુની - ઉત્તરાફાલ્ગુની નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પાશ્ચાત્ય