________________
૧/૧૦/૫૩
૧ee
૧૮૦
સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
જાણવા, તેમ કહ્યું.
તેમાં કયા અયનમાં, કેટલા પ્રમાણ ધૃવરાશિની ઉપર વૃદ્ધિ કે કયા અયનમાં કેટલો પ્રમાણ ધુવાશિનો ક્ષય થાય, તેની નિરૂપણાર્થે કહે છે - દક્ષિણાયનમાં બે પાદ • બે પદની ઉપર અંકુલની વૃદ્ધિ જાણવી. ઉત્તરાયણમાં ચાર પાદ વડે ગુલની હાનિ થાય.
તેમાં યુગમણે પહેલાં સંવત્સરમાં દક્ષિણાયનમાં જે દિવસથી આરંભીને વૃદ્ધિ છે, તેનું નિરૂપણ કરે છે - યુગના પહેલા સંવત્સરમાં શ્રાવણ માસમાં વદ પક્ષમાં એકમે પોરિસિ બે પાદ પ્રમાણ ધ્રુવ હોય છે. પછી તે એકમથી આરંભીને પ્રતિતિથિના ક્રમથી ત્યાં સુધી વધે છે, જ્યાં સુધી સૂર્ય માસ વડે સાદ્ધ ત્રીશ અહોરાત્ર પ્રમાણથી ચંદ્રમાસની અપેક્ષાથી ૩૧ તિથિ અર્થ થાય છે. ચાર અંગુલ વધે છે. તે કઈ રીતે જાણવું?
- જેમ સર્ચ માસથી સાદ્ધ બીશ અહોરાત્ર પ્રમાણથી ગીશ તિથ્યાત્મક વડે આ કહે છે - જે કારણે એક તિથિમાં ચાર એકબીશાંશ [૩૧] ભાગ વધે છે અને આ પૂર્વવત્ વિચારવું. પરિપૂર્ણ થતાં દક્ષિણાયનમાં વૃદ્ધિ ચાર પદો પરિપૂર્ણ થાય છે. પછી સૂર્ય માસથી સાદ્ધ ગીશ અહોરાત્ર વડે એકઝીશ તિથ્યાત્મક વડે કહેલ છે. એ પ્રમાણે વૃદ્ધિ કહી.
ધે હાનિને કહે છે - યુગના પહેલાં સંવત્સરમાં માઘ માસના કૃષ્ણપક્ષમાં સાતમીથી આરંભીને ચોથા પાદથી પ્રતિ તિથિ એકગીશ ભાગ ચતુટ્ય હાનિ *િ/૩૧ ભાગ હાનિ ત્યાં સુધી જાણવી, જ્યાં સુધી ઉત્તરાયન પર્યામાં બે પાદ પોરિસિ છે. આ પહેલી સંવત્સરગત વિધિ કહી.
બીજ સંવત્સરમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં તેરશને આદિમાં કરીને વૃદ્ધિ [કહેવી. માઘ માસમાં શુક્લ પક્ષમાં ચોથને આદિ કરીને ક્ષય કિહેવો.]
ત્રીજા સંવત્સરમાં શ્રાવણ માસમાં શુક્લપક્ષમાં દશમ એ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં કૃષ્ણ પક્ષમાં એકમ ક્ષયની આદિ છે.
ચોથા સંવત્સરમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં સાતમ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં કૃષ્ણ પક્ષમાં તેરસ ક્ષયની આદિ છે.
પાંચમાં સંવત્સરમાં શ્રાવણ માસમાં શુક્લપક્ષમાં ચોથ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં શુક્લ પક્ષમાં દશમ એ ક્ષયની આદિ કહી છે. આ કરણ ગાયા ગ્રહણ કરી, તો પણ પૂર્વાચાર્ય પ્રદર્શિત વ્યાખ્યાનથી જાણવી. હવે ઉપસંહાર કહે છે -
ઉકત પ્રકારથી પોરિસિ વિષયમાં વૃદ્ધિ-ક્ષય યથાક્રમે દક્ષિણાયન-ઉત્તરાયણમાં જાણવો. એ પ્રમાણે અક્ષરાર્થને આશ્રીને કરણગાવાની વ્યાખ્યા કરી.
હવે આ કરણની ભાવના કરીએ છીએ. કોઈ પણ પૂછે છે – યુગમાં આદિથી આરંભીને ૮૫માં પર્વમાં પંચમી તિથિમાં કેટલી પોરિસિ થાય છે ? તેમાં ૮૪ ગ્રહણ કરાય છે. તેની નીચેથી પંચમી તિથિમાં પૂછ્યું, તેથી પાંચ, ૮૪ ને ૧૫ વડે ગુણવામાં
આવતા થાય છે - ૧૨૬૦. આમાં નીચેના પાંચ ઉમેરવામાં આવે. તેનાથી ૧૨૬૫ની સંખ્યા આવશે. તેને ૧૮૬ ભાગો વડે વિભાગ કરાય છે. તેથી પ્રાપ્ત થશે છે. આવેલ છ અયનને અતિક્રમીને સાતમાં અયનમાં વર્તે છે. તેમાં શેપ વધી છે ૧૪૯. આ શેષને ચાર વડે ગુણીએ. [૧૪૯ x ૪] તેનાથી પ૯૬ આવશે. તેમાંથી ૩૧ ભાગ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે ૧૯ અને શેષ વધે છે સાત.
તેમાં બાર અંગુલ પાદ, તેથી ૧લ્લા ૧૨ વડે પદ પ્રાપ્ત થાય અને શેષ રહે છે સાત અંગુલ. છ અયન-ઉત્તરાયન, તેમાં સાતમું જતા દક્ષિણાયન વર્તે છે - પછી એક પદ સાત અંગુલ પ્રમાણ એવા બે પદ પ્રમાણ ધવરાશિમાં ઉમેરીએ. તેથી ત્રણ પદો અને સાત અંગુલ થાય. જે ૩૧ ભાગ શેષ રૂપે વર્તે છે. તેના ‘ચવ' કરીએ. તેમાં આઠ યવે એક ગુલ થાય, તે માપથી સાતને આઠ વડે ગુણીએ, ત્યારે છપ્પન થશે. તેના ૩૧ ભાગ કરાતા એક યવ થશે. બાકી રહે છે યવના ૫૨૧ ભાગો. તેનાથી આવશે ૮૫માં પર્વમાં પાંચ વડે ત્રણ પદો અને સાત અંગુલ, એક ચવ અને એક ચવના ૫ ભાગ. આટલી પોરિસિ રહે છે.
તથા બીજો કોઈ પૂછે છે કે - ૯૭ માં પર્વમાં પાંચમની તિથિમાં કેટલા પાદ પોરિસિ થાય ? તેમાં ૯૬ને લેવામાં આવે. તેની નીચેથી પાંચ. ૯૬ ને પણ ૧૫ વડે ગુણીએ, તો થશે ૧૪૪૦, તેમાં નીચેના પાંચ ઉમેરીએ. તેનાથી સંખ્યા આવશે ૧૪૪પ. તેના ૧૮૬ ભાગ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે સાત અયનો. શેષ વધે છે ૧૪૩. તે ૧૪૩ને ચાર વડે ગુણીએ. તેથી આવશે પ૩૨. આ પકને ૩૧ વડે ભાંગવામાં આવતા પ્રાપ્ત થશે ૧૮ અંગુલ. તેમાં ૧૨ ગુલ વડે પદવી પ્રાપ્ત થશે એક પદ અને છ અંગલ. ઉપરના અંશો ઉદ્ધરતા ૧૪ આવશે. તેના યવ કરવાને માટે આઠ વડે ગુણતાં થશે ૧૧૨, આ ૧૧૨ને ૩૧ વડે ભાંગતા ત્રણ યવ આવશે અને શેષ વધે છે. યવના ૧૯૩૧ ભાગ. સાત અયનોને ઓળંગી જતાં આઠમું અાયન વર્તે છે. આ આઠમું અયન ઉતરાયન છે.
ઉત્તરાયણમાં ચાર પદ રૂપ ધ્રુવરાશિથી હાનિ કહેવી.
તેથી એક પદ, સાત અંગુલ, ત્રણ યવ અને એક યવના ૧૯૩૧ ભાગ થાય, તે ચાર પદથી પાતિત કરાતા, શેષ રહે છે - બે પદ, પાંચ અંગુલ, ચાર યવ, એક ચવના ૧૨/૩ ભાગ. આટલા યુગમાં આદિથી આરંભીને ૯૭માં પર્વમાં પાંચમી તિથિમાં પોરિસિ છે. એ પ્રમાણે બધે વિચારવું.
હવે પોરિસિ પ્રમાણથી અયનગત પરિમાણ જાણવા માટે આ કરણગાથા છે - પોરિસિમાં જેટલી વૃદ્ધિ કે હાનિ જોઈ, તેના હોવાથી દિવસ જતાં કે પ્રવર્તતા ઐરાશિક કમનુસારણથી જે પ્રાપ્ત થાય તે અયનનું તેટલું પ્રમાણ જાણવું. આ કરણગાથાનો અક્ષરાર્થ કહેલ છે.
ભાવના આ પ્રમાણે છે - તેમાં દક્ષિણાયનમાં બે પદની ઉપર ચાર આંગળની વૃદ્ધિ કહેવી.