________________
૧૦/૧/૪૨
પ્રાકૃત-૧૦ છે
૦ એ પ્રમાણે નવમું પ્રામૃત કહ્યું, હવે દશમું કહે છે –
છે
પ્રામૃત-૧૦, પ્રાકૃત-પ્રાકૃત-૧ છે
— * - * —
તેનો આ અર્થાધિકાર છે, જેમકે ભગવન્ ! આપે તે કઈ રીતે કહેલ છે ? તે વિષયમાં ઉત્તરસૂત્ર કહે છે –
-
-
૧૩૫
- સૂત્ર-૪૨ -
યોગમાં વસ્તુનો આવલિકાનિપાત કઈ રીતે થતો કહેવો? કઈ રીતે તે યોગમાં વસ્તુનો આવલિકાનિપાત કહેલ છે ? તેમાં આ પાંચ પ્રતિપત્તિઓ કહેલી છે - એક એમ કહે છે કે તે બધાં પણ નક્ષત્રો કૃતિકાથી ભરણી સુધી છે. બીજો કહે છે બધાં નક્ષત્રો માથી આશ્લેષા સુધી છે. ત્રીજો વળી કહે છે કે – બધાં નક્ષત્રો ઘનીષ્ઠાથી શ્રવણ સુધીના છે. ચોથો કહે છે બધાં નક્ષત્રો અશ્વિનીથી રેવતી સુધી છે. પાંચમો કહે છે બધાં નક્ષત્રો ભરણીથી અશ્વિની સુધી છે. અમે એમ કહીએ છીએ કે – બધાં પણ નક્ષત્રો અભિજીતથી ઉત્તરાષાઢા સુધીના કહેલા છે. તે આ રીતે – અશ્વિની, શ્રવણ યાવત્ ઉત્તરાષાઢા. • વિવેચન-૪૨ :
-
-
બીજા કથનીયને છોડી, હાલ આ કહે છે – યો” નક્ષત્રોની યુતિના સંબંધમાં, આવલિકા ક્રમથી નિપાત - ચંદ્ર-સૂર્ય સાથે સંપાત કહેલો મારા વડે સ્વશિષ્યોનો કહેવો, એમ કહેતા ગૌતમસ્વામી પૂછે છે - કયા પ્રકારે હે ભગવન્ ! આપે નક્ષત્ર જાતનો આવલિકા નિપાત છે, તે આખ્યાત છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું – તેમાં નક્ષત્ર જાતની આવલિકાનિપાત વિષયમાં નિશ્ચે આ પાંચ પ્રતિપત્તિઓ - પરતીર્થિકોના મતરૂપ કહેલ છે. તે આ રીતે –
તે પાંચ પતીર્થિકોમાં એક પરતીર્થિક એમ કહે છે – બધાં જ નક્ષત્રો - કૃતિકાથી ભરણી સુધીના કહેલાં છે. એ પ્રમાણે બાકી પ્રતિપત્તિ ચતુષ્ક સૂત્રો વિચારવા, એ રીતે અન્યમત દર્શાવી હવે સ્વમતને દર્શાવ છે. અમે વક્ષ્યમાણ પ્રકારથી કહીએ છીએ બધાં જ નક્ષત્રો અભિજિત આદિ ઉત્તરાષાઢા સુધી કહેલ છે.
કઈ રીતે ? અહીં બધાં સુષમાસુષમાદિરૂપ કાળ વિશેષની આદિ યુગ છે. - x - યુગની આદિમાં પ્રવર્તે છે - શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમ તિથિ, તેમાં બાલવકરણ, અભિજિત નક્ષત્રમાં ચંદ્ર સાથે યોગને પામે છે. આ કથન જ્યોતિષ કરંડકમાં પણ કહેલ છે - ૪ - અહીં સર્વત્ર ભરત, ઐવત, મહાવિદેહમાં, બાકી સુગમ છે. આ બધાં જ કાળ વિશેષોની આદિમાં ચંદ્રના યોગને આશ્રીને અભિજિત્ નક્ષત્રના વર્તમાનપણાથી અભિજિત આદિ નક્ષત્રો કહેલા છે.
૦ પ્રામૃત-પ્રાભૂત-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦
૧૩૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે પ્રાભૂત-૧૦, પ્રાકૃતપ્રાકૃત-૨
૦ એ પ્રમાણે દશમાં પ્રાકૃતનું પહેલું પ્રાકૃત-પ્રાભૂત કહ્યું હવે બીજાનો આરંભ કરે છે તેનો આ અર્થાધિકાર છે } – ‘‘નક્ષત્ર વિષય મુહૂર્તપરિમાણ’” કહેવું. તેથી તેના વિષયમાં પ્રશ્નસૂત્ર –
• સૂત્ર-૪૩ :
કઈ રીતે તે મુહૂર્તો કહેલા કહેવા ? આ ૨૮-નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, જે નવ મુહૂર્ત અને મુહૂર્તના ૨૭/૬૭ ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૧૫ મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૧૫ મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૪૫-મુહૂર્તથી ચંદ્રની સાથે યોગ કરે છે.
આ ૨૮-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૯ - ૨૭/૬૭ મુહૂર્તના ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાં નામો છે, જે ૧૫-મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાં નક્ષત્રો ૩૦ મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે. કેટલા નક્ષત્રો ૪૫-મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ?
આ ૨૮-નક્ષત્રોમાં, જે નક્ષત્રો ૯ - ૨૭/૬૭ મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે, તે એક અભિજિત નક્ષત્ર છે. તેમાં જે નક્ષત્રો ૧૫-મુહૂર્તથી ચંદ્ર સાથે યોગ કરે છે તે છ છે. તે આ – શતભિષક્, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તેમાં જે નક્ષત્રો ત્રીશ મુહૂર્ત ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા ૧૫ છે, તે આ – શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વાભિાદ્રપદા, રેવતી, અશ્વીની, કૃતિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, પૂવફિાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂર્વાષાઢા, તેમાં જે નક્ષત્રો ૪૫-મુહૂર્તથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે છ છે ઉત્તરાભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુની, વિશાખા, ઉત્તરાષાઢા.
-
* વિવેરાન-૪૩ :
ભગવન્ ! કઈ રીતે પ્રતિનક્ષત્રનું મુહૂર્ત પરિમાણ કહેવું ? તેમ પૂછતા ભગવંતે કહ્યું – આ ૨૮ નક્ષત્રો મધ્યે છે, જે નક્ષત્ર - ૯ - ૨૭/૬૭ મુહૂર્ત યાવત્ ચંદ્ર સાથે યોગ કરે છે. તથા એવા નક્ષત્રો છે જે ૧૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે, તથા એવા નક્ષત્રો છે જે ૩૦ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ પામે છે, તથા એવા નક્ષત્રો છે, જે ૪૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. એ પ્રમાણે સામાન્યથી ભગવંતે કહેલ, વિશેષ નિદ્ધરિણાર્થે ભગવત્ ગૌતમ પૂછે છે કે આ ૨૮ નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે જે નવ મુહૂર્ત અને એક મુહૂર્તના સતાવીશ સડસઠાંશ ભાગ સુધી ચંદ્ર સાથે યોગ કરે છે - x - યાવત્ - ૪ - કેટલા નક્ષત્રો છે જે ૪૫ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ
કરે છે.
એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું કે – આ ૨૮-નક્ષત્રો મધ્યે જે નક્ષત્રો ૯ - ૨૭/૬૭ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ જોડે છે, તે એકમાત્ર અભિજિત