________________
૧/૪/૨૬
૫o
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
સંકમીને ચાર ચરે છે, ત્યારે લવણસમુદ્રને ૧૧૩૩ યોજન વગાહીને ચાર ચરે છે. ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા ૧૮ મુહૂર્તા શશિ થાય છે અને જઘન્ય બાર મુહૂનો દિવસ થાય છે.
એ પ્રમાણે ૧૩૪ અને ૧૩૫ યોજન પ્રમાણ ક્ષેત્રના વિષયમાં પણ કહેવું.
તેમાં જેઓ એમ કહે છે કે તે અપાદ્ધ દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે, તેઓ એમ કહે છે કે – જ્યારે સૂર્ય સવચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અપાદ્ધ જંબૂદ્વીપ હીપને અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા ભાર મુહૂર્તની રાત્રિ થાય છે.
એ પ્રમાણે સર્વ બાહામાં પણ જાણવું. વિશેષ એ કે અપાદ્ધ લવણસમુદ્ર કહેવો. તેમાં રાત-દિવસ તેમજ કહેa.
તેમાં જે એવું કહે છે કે – તો જ્યારે સૂર્ય સવચિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે કોઈ જ દ્વીપ કે સમુદ્રને અવગાહી સૂર્ય ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, પૂર્વવતુ એ પ્રમાણે સવ બાહ્ય મંડલમાં જાણવું વિશેષ એ કે – લવણસમુદ્રને અવગાહીને કોઈ પણ ચાર ચરતા નથી. રાત-દિવસનું પ્રમાણ પૂવવ4. • x -
• વિવેચન-૨૬ :
કેટલાં પ્રમાણમાં દ્વીપ કે સમુદ્ર અવગાહીને સૂર્ય ચાર ચરે છે ? ચરતો કહ્યો છે તેમ કહેવું. એ પ્રમાણે પ્રથન કર્યા પછી ભગવતુ તેનો ઉતર આપવાની ઈચ્છાથી આ વિષયમાં પરતીર્થિક પ્રતિપતિ-મિથ્યાભાવ ઉપદર્શનાર્થે પહેલા તે જ પરતીર્થિક પ્રતિપતિ-સામાન્યથી જણાવે છે.
તેમાં સૂર્યના ચારને ચરતા હીપ-સમુદ્ર વિષયમાં અવગાહના વિષયમાં આ કહેવાનાર સ્વરૂપની પાંચ માન્યતા છે અર્થાત પરમત છે, તે આ પ્રમાણે - એક
ન્યતીથિક કહે છે કે - • x • ૧૦૩૩ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે અર્થાતુ જ્યારે સવચિંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે ત્યારે ૧૦૩૩ યોજન જંબૂદ્વીપને અવગાહીને ચાર ચરે છે, ત્યારે પરમપકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને સૌથી નાની બાર મુહૂર્તની સબિ થાય છે. જ્યારે સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરવાનો આરંભ કરે છે, ત્યારે લવણસમુદ્રમાં ૧૦૩૩ યોજના અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને સર્વ જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે, તેના ઉપસંહારમાં કહે છે - એક આવું કહે છે.
બીજા એક આ પ્રમાણે કહે છે – ૧૦૩૪ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરે છે. ભાવના પૂર્વવતુ. • x • વળી બીજા કોઈ એમ કહે છે - ૧૦૩૫ યોજના અવગાહીને ચાર ચરે છે. અહીં પણ ભાવના પૂર્વવતું. વળી કોઈ ચોથો ચાન્યતીર્થિક [23/4]
કહે છે – પદ્ધ અર્થાત “ચાલી ગયેલ છે અર્ધ જેમાંથી” તે અધ હીન, દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે. અહીં ભાવના આ છે કે - જ્યારે સવચિંતર મંડલને સંક્રમીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે અર્ધ જંબૂલીપને અવગાહે છે, ત્યારે દિવસ પરમપકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્ત પ્રમાણ થાય છે અને સૌથી નાની બાર મુહૂર્ત પ્રમાણ રાત્રિ થાય છે. જ્યારે ફરી અર્વબાહ્ય મંડલ સંકમીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે અર્ધઅપરિપૂર્ણ લવણ સમુદ્રને અવગાહે છે. ત્યારે સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ સમિ અને સૌથી નાનો બાર મહત્ત્વનો દિવસ થાય છે.
વળી પાંચમો અન્યતીર્થિક કહે છે – કોઈપણ દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરતો નથી. અર્થાત જ્યારે સર્વાત્યંતર મંડલ સંકમીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે કંઈપણ જંબૂદ્વીપને અવગાહતો નથી, તો પછી શેષ મંડલ પરિભ્રમણ કાળે શું ?
જ્યારે સર્વ બાહ્ય મંડલને સંકમીને સુર્ય ચાર ચરે છે, ત્યારે પણ લવણસમુદ્રને કંઈપણ અવગાહતો નથી. -x• પણ દ્વીપ-સમુદ્રના અપાંતરાલને જ સકલ મંડલમાં ચાર ચરે છે.
એ પ્રમાણે ઉદ્દેશથી પાંચ પ્રતિપત્તિ કહી, હવે તેને જ સ્પષ્ટ કરતાં કહે છે - પ્રાયઃ આ સર્વે વ્યાખ્યાત છે અને સુગમ પણ છે. વિશેષ એ કે- ૧૩૩ યોજન વિષય પ્રતિપત્તિવત ૧૩૪ની પ્રતિપતિનો લાવો કહેવો. તે આ પ્રમાણે છે -
તેમાં જેઓ એમ કહે છે કે ૧૧૩૪ દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરે છે, તેઓ એ પ્રમાણે કહે છે કે - જ્યારે સૂર્ય સર્વવ્યંતર મંડલને સંકમીને ચાર ચરે છે. ત્યારે જંબૂદ્વીપને ૧૧૩૪ યોજનને અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે લવણસમુદ્રને ૧૦૩૪ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહર્તા રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ ચાય છે.
૧૦૩૫ યોજનમાં પણ એમ જ કહેવું. એ પ્રમાણે ઉક્ત પ્રકારે ૧૦૩૫ યોજના વિષયક પ્રતિપત્તિમાં સૂત્ર કહેવું. તે સુગમ હોવાથી સ્વયં વિચારવું.
એ પ્રમાણે સવન્જિંતર મંડલવતુ સર્વ બાહ્ય પણ મંડલનો આલાવો કહેવો. વિશેષ એ કે - જંબૂદ્વીપના સ્થાને “અપાઈ લવણ સમુદ્ર અવગાહીને” એમ કહેવું. તે આ પ્રમાણે - જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અધ લવણસમુદ્રને અવગાહીને ચાર ચરે છે, ત્યારે -x સનિ દિવસનું પરિમાણ જંબૂદ્વીપની અપેક્ષાએ વિપરીત કહેવું. જે જંબૂદ્વીપના અવગાહમાં દિવસ પ્રમાણ કહેલ છે, તે રાત્રિનું જાણવું અને જે રાત્રિનું છે, તે દિવસનું જાણવું. તે આ પ્રમાણે - ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. - x -
એ પ્રમાણે પરતીચિકની માન્યતારૂપ દર્શન કરાવી હવે તેનો મિથ્યાભાવ દશવિવા સ્વમત દશવિ છે -