________________
૧/૧/૧૮
છે પ્રાભૃત-૧, પ્રાભૃતપાભૂત-૧ $
• સૂત્ર-૧૮ -
આપના અભિપાયથી મુહૂર્તની ક્ષય-વૃદ્ધિ કઈ રીતે થાય ? ૮૧૯ - ૨ ભાગથી થાય છે.
• વિવેચન-૧૮ :
અહીં તાવત્ શબ્દ ક્રમ અર્થે છે. ક્રમથી - બીજા પણ ચંદ્ર-સૂર્યાદિ વિષય પૂછવા. * * * ને હું પૂછે છે - ભગવત્ કયા પ્રકારે આપે દિવસ-રાત્રિ વિષયોની વૃદ્ધિ-હાનિ કહી છે, એમ ભગવદ્ કૃપા કરીને મને યથાવસ્થિત સ્વરૂપ કહો, જેથી મારો સંશય દૂર થાય. સંશય દૂર કરી બીજાને હું નિઃશંક કહી શકું.
કહે છે ગૌતમ પણ ચૌદ પૂર્વધર, સર્વાક્ષર સન્નિપાતી, સંભિજ્ઞ શ્રોત, સર્વે પ્રજ્ઞાપનીય ભાવ પરિજ્ઞામાં કુશળ, સૂત્રથી પ્રવચનના પ્રણેતા, સર્વજ્ઞાદેશી છે જ. કહ્યું છે કે સંખ્યાતીત ભવો પણ કોઈ પૂછે તો કહે છે - x • તો તેમને સંશય કઈ રીતે સંભવે ? તેના અભાવે શા માટે પ્રશ્ન કરે છે ? તેનો ઉત્તર કહે છે – જો કે ગૌતમસ્વામી યશોકત ગુણવિશિષ્ટ છે તો પણ, તેમને પણ મતિજ્ઞાનાવરણીયાદિના ઉદયમાં વર્તમાનપણાથી છડાતા હોય, છાસ્થને ક્યારેક અનાભોગ પણ થાય. - x - તે અનાભોગવી તેમને પણ સંશય ઉપજે. આ અનાર્ય નથી. જેમ ઉપાસક શ્રતમાં આનંદ શ્રમણોપાસકના અવધિ નિર્ણય વિષયમાં કહેલ છે – “ભગવન્!! આનંદ શ્રાવકના તે સ્થાનમાં આલોચના ચાવત્ પ્રતિક્રમણ તે કરે કે હું ? ત્યારે ભગવંત મહાવીરે ગૌતમને કહ્યું કે તું જ તે સ્થાનની આલોચના ચાવતુ પ્રતિક્રમણ કર. આનંદને આ સ્થાન માટે ખમાવ. ઈત્યાદિ - x - આનંદ શ્રાવકને ખમાવે છે.
અથવા, ગણધર ભગવંત સંશય હિત હોવા છતાં શિષ્યના સંપ્રત્યયને માટે પૂછે છે. કહે છે - તે અર્થ શિષ્યોને પ્રરૂપીને તેમના વિશ્વાસને માટે તેમની સમક્ષ ફરી પણ ભગવંતને પૂછે છે. અથવા તો આ જ સૂઝરચનાનો કલા છે, માટે દોષ નથી.
એ પ્રમાણે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરતાં ભગવંત શ્રી વર્ધમાન સ્વામી ઉત્તર આપવાની ઈચ્છાથી અને વિશેષ બોધ માટે પહેલાં નક્ષત્ર માસમાં જેટલાં મુહર્તા સંભવે, તેને નિરૂપે છે . • x• બધાં જ ગુરુઓ, શિષ્ય વડે પ્રશ્ન કરાતા શિયે પૂછેલા પદ કે અન્ય, શિયોક્ત તયાવિધ પદના અનુવાદ સહ ઉતર આપવાને પ્રવર્તે છે. જેથી ગુરુમાં શિયોનું બહુમાન રહે - કે હું ગુરુને સંમત છું. ‘તાવ' શબ્દનો આ અર્થ - તેટલું જ આપની સામે કહું છું.
આ નક્ષત્ર માસમાં મુહર્તા ૮૧૯ અને એક મહત્ત્વના ૨૭/૬૭ ભાગો મેં કહ્યા છે, તેમ તારા શિષ્યોને કહેજે. આના દ્વારા એમ કહે છે કે – શિષ્યોએ શાસ્ત્રો સમ્યક ભણેલા હોય છતાં ગુરુની અનુજ્ઞાથી તવનો ઉપદેશ બીજાને આપવો, અન્યથા નહીં.
હવે એક નક્ષત્ર માસમાં કઈ રીતે ૮૧૯ પૂણક ૨૬ મુહૂર્તા થાય ? આ
૨૮
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ યુગમાં ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિતરૂપ પાંચ સંવસરરૂપ ૬૭ નક્ષત્ર માસ છે. યુગમાં ૧૮૩૦ અહોરણ હોય. તેથી તેના ૬૭ ભાગ ઘટતાં ૨૭ અહોરાત્રિ થાય, શેષ ૨૧-રહે. તેને મુહૂર્તો કરવા ૩૦ વડે ગુણીએ તો ૬૩૦ આવશે. તેને ૬૭ ભાગ કરતાં ૯ મુહર્ત આવે છે અને ૨શેષ બાકી રહેશે. એ રીતે ૨૩ અહોરાત્ર, નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૬૭ ભાગ આવશે. તેમાં ૨૭ અહોરાકના મુહૂર્ત કરવા ૩૦ વડે ગુણીએ તો ૮૧૦ આવશે. તેમાં ઉપરના નવ મુહૂર્તો ઉમેરતાં ૮૧૯ આવશે. આ રીતે નમ્ર માસનું મુહૂર્ત પરિમાણ ૮૧૯-૨થક પ્રાપ્ત થશે.
આ નક્ષત્રમાસગત મુહૂર્ત પરિમાણ છે. ઉપલક્ષણ થકી સૂયદિ માસની પણ અહોરાત્ર સંખ્યા કહીને આગમ મુજબ મુહૂર્ત પરિમાણ કહેવું. તે આ પ્રમાણે છે–
એક યુગમાં ૬૦ સૂર્યમાસો થાય છે. યુગમાં ૧૮૩૦ અહોરાત્ર થાય છે. તેથી તેનાં ૬૦ ભાગથી ભાગતાં 30 અહોરાત્ર પ્રાપ્ત થાય. એક અહોરામનું અધું એટલું સૂર્યમાસ પરિમાણ છે. ૩૦ મુહૂર્તાનો એક અહોરાત્ર થાય. તેથી 3૦ને ૩૦ વડે ગુણતાં ૯૦૦ મુહૂર્ત થાય. અર્ધ અહોરાત્રના ૧૫ મુહૂર્તા થાય. તેથી સૂર્ય માસનું મુહૂર્ત પરિમાણ ૯૧૫ આવશે.
એક યુગમાં ૬૨-ચંદ્રમાસ છે. તેથી ૧૮૩૦ ના ૬૨ ભાગ કરાતા ૩૧ અહોરાત્ર અને ૨/૬ર અહોરાત્ર થાય. તેમાં દૂર ભાગના મુહૂર્ત કરવાને ૩૦ વડે ગુણીએ તો ૯૬૦ થશે. તેના દુર-ભાગ કરતાં ૧૫ મુહર્તા આવે અને શેષ ૩૦ રહે છે, ૨૯ અહોરાકના મુહૂર્ત કરવા માટે 30 વડે ગુણતા-૮૩૦ આવશે.
કર્મ માસના ૩૦ અહોરણ પ્રમાણ છે, તેથી મુહૂર્ત પરિમાણ ૯૦૦ પરિપૂર્ણ આવે. એ રીતે માસગત મુહૂર્તપરિમાણ કહ્યું. આ રીતે ચંદ્રાદિ સંવત્સગત અને યુગગત મુહૂર્ત પરિમાણ સ્વયં કહેવા, એમ મુહૂર્ત પરિમાણ કહ્યું.
હવે પ્રતિ અને જે દિવસ-રાત્રિ વિષયમાં મુહૂર્તાની વૃદ્ધિનહાનિ થાય તેના અવબોધને માટે આ પૂછે છે –
• સૂત્ર-૧૯,૨૦ :
[૧] જે સમયે સૂર્ય સાવગ્નેિતર મંડળથી નીકળીને સર્વ બાહ્ય મંડલમાં ઉપસકમ કરીને ચાર ચરે છે. સર્વ બાહ્ય મંડલથી સવન્જિંતર મંડળમાં ઉપસંક્રમીને ચાર ચરે છે. આ કાળ કેટલા રાત્રિદિવસ પ્રમાણથી કહ્યો છે ?
તે ૩૬૬ અહોરમ્ર પ્રમાણથી કહેવાયેલ છે.
[] એટલા કાળમાં સૂર્ય કેટલા મંડળો ચરે છે ? તે ૧૮૪ મંડલોમાં ચરે છે. ૧૯ મંડલોમાં બે વાર ગમન કરે છે, તે આ રીતે – નિષ્ક્રમણ કરતો અને પ્રવેશ કરતો. બે મંડલોમાં એક વખત ચરે છે, તે આ રીતે – સવવ્યંતર મંડલમાં અને સર્વ બાહ્ય મંડલમાં.
• વિવેચન-૧૯,૨૦ :‘તાવ' શબ્દાર્થની ભાવના બધે જ પૂર્વે કહ્યા મુજબ યથાયોગ્ય સ્વયં