Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ ૧/-/૧/૨,૩ સંપિડિત, પહકર, પરિણીયમાણ, કિંજલ્ક લંપટ મધુર અવાજોથી ગુંજતું, - x + અન્વંતર પુષ્પ ફળ અને બાહ્ય પત્રપુષ્પ વડે અત્યંત આચ્છાદિત છે. આ વૃક્ષો સ્વાદુ ફળ, મિષ્ટફળ આદિ વિશેષણથી યુક્ત છે, રોગવર્જિત છે, વિવિધ ગુચ્છ, ગુલ્મ મંડપથી શોભિત, વિચિત્ર શુભ ધ્વજા પ્રાપ્ત છે. ૨૧ ચોખ્ખણી, વર્તુળ વાવ, દીધિકા, તેમાં સુષ્ઠુ નિવેશિત રમ્ય જાલગૃહો જેમાં છે તેવું. પિડિમ અને નિહારિમ પુદ્ગલોના સમૂહરૂપ દૂરદેશગામી સુગંધી, બીજા શુભસુરભિ વડે મનોહર, - ૪ - અથવા ઘાણના હેતુત્વથી ગંધ - ઘ્રાણને તૃપ્ત કરનારી ગંધવાળુ વૃક્ષ છે. અનેકવિધ ગુચ્છ, ગુલ્મ, મંડપ અને ગૃહો જેમાં છે, તથા જેમાં શુભ માર્ગ, ઘણી ધ્વજા છે તે, અનેક ચ્યાદિ, અધો અતિ વિસ્તીર્ણત્વ વડે છે, તેવું સુરમ્ય પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે વનખંડના બહુ મધ્ય દેશભાગમાં એક મોટું ઉત્તમ અશોક વૃક્ષ કહ્યું છે, જે દર્ભ, વલ્વજાદિથી વિરહિત, વૃક્ષાનુરૂપ છે. તે મૂળવાળું આદિ વિશેષણયુક્ત યાવત્ પ્રતિરૂપ છે. તે ઉત્તમ અશોવૃક્ષ બીજા ઘણાં તિલક, લકુશ, છત્રોજ, શિરીષ, સપ્તવર્ણ, દધિપર્ણ, લોઘ, ધવ, ચંદન, અર્જુન, નિંબ, કુટજ, ક્લબ, ફણસ, દાડિમ, શાલ, તાલ, તમાલ, પિજ, પ્રિયંગુ, રાજવૃક્ષ, નંદિવૃક્ષથી ચોતરફથી વીંટાયેલ છે તે તિલક, લકુશ યાવત્ નંદિ વૃક્ષ દદિથી રહિત, મૂલવાળુ આદિ પૂર્વવત્ છે. તે તિલક યાવત્ નંદિવૃક્ષ બીજી ઘણી પડાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિકાલતા, કુદલતા, શ્યામલતા વડે ચોતરફથી વીંટાયેલ છે, તે પદ્મલતા નિત્ય કુસુમિત યાવત્ પ્રતિરૂપ છે. તે ઉત્તમ અશોકવૃક્ષની નીચે સ્કંધ આસન યુક્ત છે. અહીં એક મોટો પૃથ્વીશિલા પટ્ટક છે. તે આયામ-વિખંભથી સુપ્રમાણ છે, અંજન સમાન કૃષ્ણ છે - ૪ - ૪ - તેમાં અંજનક-વનસ્પતિ, હલધર કોશેય-બલદેવનું વસ્ત્ર, કાજળના ઘર સમાન, મહિપાદિના શ્રૃંગવદ્, રિષ્ટ રત્ન, અસનક વનસ્પતિવર્તી, મરકત રત્ન-મટ્ટીકારક પાષાણ વિશેષ, કડિત્ર-નેત્ર મધ્યના તારક સમાન કાળી છે. તે શિલા સ્નિગ્ધવત્, અષ્ટકોણ છે, તે સુરમ્ય છે, ઈહામૃગ-શ્વાપદ-ભુજગ આદિ ચિત્રયુક્ત છે. આજિનક, બૂર વનસ્પતિ, અતૂલ્ય સ્પર્શવાળી છે. - x - x - આ ગ્રન્થમાં બે વાચના છે, તેમાં એક મોટી છે, તેની વ્યાખ્યા કરીશું, બીજી પ્રાયઃ સુગમ જ છે, જે દૂરવગમ્ય છે, તે બીજેથી જાણવી, કૂણિક નામે શ્રેણિકરાજાનો પુત્ર રાજા હતો. તેનું વર્ણન કહેવું. જેમકે મહાહિમવાન્, મહા મલય મંદર મહેન્દ્રની જેમ પ્રધાન છે, વિઘ્નો, રાજકુમારાદિ કૃત્ વિડ્વરો જેણે શાંત કરેલા છે ઈત્યાદિ આગળ કહીશું. • સૂત્ર-૪ ઃ તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા નામે સ્થવિર, જે જાતિ-કુલ-બળ-રૂપ-વિનય-જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-લાઘવ સંપન્ન હતા, ઓજસ્વી, તેજસ્વી, વસ્તી, યશસ્વી હતા. ક્રોધ-માન-માયા-લોભ-ઈન્દ્રિય-નિદ્રાપરીષહને જિતનાર, જીવિતની આશા અને મરણના ભયથી મુક્ત, તપ અને ગુણ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પ્રધાન, એમજ કરણ-ચરણ-નિગ્રહ-નિશ્ચય-આર્જવ-માદવ-લાઘવ-ક્ષાંતિ-ગુપ્તિમુક્તિ તથા વિધા-મંત્ર-બ્રહ્મા-વ્રત-નય-નિયમ-સત્ય-શૌય-જ્ઞાન-દર્શન, ચાસ્ત્રિ તથા ઉદાર, ઘોર, ઘોરવ્રત, ઘોરતપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસ, શરીર સંસ્કાર ત્યાગ, સંક્ષિપ્ત વિપુલ તેજોલેી, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનથી યુક્ત, ૫૦૦ અણગાર સાથે પરિવરેલ, પૂર્વીનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ ચાલતા, સુખે સુખે વિહરતા જ્યાં ચંપાનગરી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં જાય છે, જઈને યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે. ૨૨ • વિવેચન-૪ : સ્થવિશ્રુતાદિ વડે વૃદ્ધ, જાતિસંપન્ન-ઉત્તમ માતૃપક્ષ યુક્ત, - X - X + - કુળ સંપન્ન-ઉત્તમ પિતૃપક્ષ યુક્ત, બલ-સંહનન વિશેષ સમુત્ય પ્રાણ, રૂપ-અનુત્તર સૂરના રૂપથી અનંતગુણ શરીર સૌંદર્ય, વિનયાદિ પ્રતીત છે. વિશેષ એ કે - લાઘવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિત્વ, ભાવથી ત્રણે ગૌરવનો ત્યાગ, આ બધાં વડે સંપન્ન, તથા — ઓજસ્વી - ઓજ એટલે માનસ અવદંભ, તેનાથી યુક્ત, તેજસ્વી-તેજ એટલે શરીરપ્રભા, તેનાથીયુક્ત, સૌભાગ્યાદિ યુક્ત વચનવાળા અથવા વર્ગ-તેજયુક્ત તે વયસ્વી. યશસ્વી-ખ્યાતિવાદ્ન જિતક્રોધાદિ સાત વિશેષણમાં - ક્રોધાદિ જય એટલે ઉદય પ્રાપ્ત ક્રોધાદિનું વિકલીકરણ, જીવિત એટલે પ્રાણધારણની આશા અને મરણના ભાથી વિમુક્ત. તથા તપ વડે પ્રધાન, ઉત્તમ શેષ મુનિજન અપેક્ષાએ કે તપ વડે પ્રધાન, એ રીતે ગુણ પ્રધાન પણ હતા. ગુણ એટલે સંયમગુણ, આ બે વિશેષણ તપ-સંયમ વડે પૂર્વબદ્ધ અને નવા કર્મની નિર્જરાના ઉપાદાન હેતુ મોક્ષ સાધનમાં મુમુક્ષુની ઉપાદેયતા દર્શાવી, ગુણપ્રાધાન્ય દર્શાવે છે – - ૪ - કરણાદિ વડે ૨૧-વિશેષણ જાણવા. જેમકે કરણપ્રધાન, ચરણપ્રધાનાદિ તેમાં પળ - પિંડ વિશુદ્ધિ આદિ, વાળ - મહાવ્રતાદિ, નિગ્રહ-અનાચાર પ્રવૃત્તિનો નિષેધ, નિશ્ચય-તત્ત્વોનો નિર્ણય, અથવા વિહિત અનુષ્ઠાનો અવશ્ય કરવાનો સ્વીકાર. આર્જવ-માયાનિગ્રહ. માર્દવ-માનનિગ્રહ, લાઘવ-ક્રિયામાં દક્ષત્વ, ક્ષાંતિ-ક્રોધ નિગ્રહ. ગુપ્તિ-મનોગુપ્તિ આદિ, મુક્તિ-નિર્લોભતા. વિધા-પ્રજ્ઞપ્તિ આદિ દેવતાધિષ્ઠિત, મંત્રહરિણેગમેષી આદિ દેવતા અધિષ્ઠિત અથવા વિધા-સાધના સહિત અને મંત્ર-સાધનારહિત બ્રહ્મ-બ્રહ્મચર્ય અથવા કુશલાનુષ્ઠાન. વેદ-આગમ. ના-વૈગમાદિ. નિયમ-વિચિત્ર અભિગ્રહ વિશેષ. સત્ય વચન વિશેષ. શૌચ-દ્રવ્યથી નિર્લેપતા, ભાવથી અનવધ સમાચારતા. જ્ઞાન-મતિ આદિ. દર્શન-ચક્ષુર્દશન આદિ અથવા સમ્યકત્વ. ચાસ્ત્રિ-બાહ્ય સદનુષ્ઠાન. અહીં કરણ ચરણના ગ્રહણ છતાં આર્જવાદિનું ગ્રહણ તેની મુખ્યતા જણાવવા છે. જિતક્રોધત્વાદિ અને આર્જવાદિમાં શો ભેદ છે ? પ્રથમમાં તેના ઉદયનું વિકલીકરણ છે, બીજામાં ઉદયનો નિરોધ છે. અથવા હેતુ-હેતુમાવ છે. - ૪ - ઓરાલ-ભીમ, ભયાનક અથવા ઉદા-પ્રધાન. ઘોર-નિઘૃણ, પરીષહ-કષાય નામે શત્રુનો વિનાશ કરવો. બીજા આત્મનિરપેક્ષને ઘોર કહે છે. ઘોવ્રત-બીજા વડે દુરનુચર વ્રતો

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144