Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ ૧/-/૨/૫૦,૫૧ ૧૦૧ ૧૦૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ આવ્યો, તે દિશામાં પાછો ગયો. ત્યારપછી તે ધન્યને તે વિપુલ આશનાદિ ખાવાથી મળમૂત્રની બાધા ઉત્પન્ન થઈ. ત્યારે ધન્ય, વિજયચોરને આમ કહ્યું - હે વિજયા એકાંતમાં ચાલ, જેથી હું મળ-મૂત્ર ત્યાગ કરું. ત્યારે વિજયે ધન્ય સાવિાહને આમ કહ્યું - હે દેવાનપિય! તેં વિપુલ અશનાદિ ખાધા, હવે મળ-મૂમની બાધા ઉત્પન્ન થઈ છે, હું તો આ ઘણાં ચાબુક યાવતુ લતાના પ્રહારથી ભુખ-તસથી પીડાઉ છું - મને મળ-મૂત્રની બાધા નથી. જવાની ઈચ્છા હોય તો તું એકાંતમાં જઈને મળ-મૂમનો ત્યાગ કર ત્યારે ધન્ય સાર્થવાહ, વિજયચોરને આમ કહેતો સાંભળીને મૌન રહ્યો. ત્યારે તે ધન્ય સાર્થવાહ મુહૂત્તતિર પછી ઘણી વધુ મળમૂત્રની બાધાની પીડા થઈ, ફરી વિજય ચોરને કહ્યું - હે વિજય! ચાલ ચાવત એકાંતમાં જઈએ. ત્યારે તે વિજયે ધન્યને કહ્યું - હે દેવાનુપિયા જે હવે વિપુલ આશનાદિમાં સંવિભાગ કર, તો હું તમારી સાથે એકાંતમાં આવીશ. ત્યારે ધન્ય વિજયને કહ્યું - હું પછી તને વિપુલ આશનાદિનો ભાગ કરીશ. ત્યારે તે વિજયે ધન્યની વાતને સ્વીકારી. ત્યારે તે વિજય ધન્યની સાથે એકાંતમાં જઈને મૂળ-મૂત્ર ત્યાગ કરે છે. પાણીથી સ્વચ્છ અને પરમ શુચિ થયો. ફરીને સ્વસ્થાને આવીને રહ્યા. ત્યારે તે ભદ્રા કાલે યાવત સુર્ય ઉગતા વિપુલ આશનાદિ યાવતુ પીરસે છે. • • ત્યારે ધન્ય સાર્થવાહ, વિજય ચોરને તે વિપુલ અનાદિનો સંવિભાગ કરે છે, પછી ધન્યએ પંથકને વિસર્જિત કર્યો. ત્યારે તે પંથક ભોજનની પેટીને લઈને કારાગરથી નીકળ્યો. નીકળીને રાજગૃહની વચ્ચોવચ્ચેથી નીકળી પોતાના ઘેર ભદ્રા સાવિાહી પાસે આવ્યો, આવીને ભદ્રાને કહ્યું - હે દેવાનુપિય! ધન્ય એ તમારા પુજાતકને યાવત્ પ્રત્ય મિત્રને તે વિપુલ આશનાદિનો સંવિભાગ કર્યો. • વિવેચન-૫૦,૫૧ : સડી ચોરીના માલ સાથે, સોવેન્જ-ગ્રીવા બંધન સાથે, જીવગાહ-જીવતો પકડયો. • x • મોટિત-જર્જરિત, ગામ-શરીર - x - અવડિગ બંધન-વાળીને બંને હાથોને પાછળના ભાગે લઈ જઈ બાંધવા. કસપહાર-ચાબુકથી મારવું - X• બાલઘાતકપ્રહાર કરવાથી, બાલમાંક-પ્રાણ વિયોજનથી, સયમથ્ય-રાજ અમાત્ય, અવરજીyઈઅનર્થ કરે છે, • x-x• લહુસંગસિ-જેનું આત્મસ્વરૂપ લઘુ છે, તે લઘુ સ્વક એટલે અલ્પ સ્વરૂપ, રાજયના વિષયમાં અપરાધ તે રાજાપરાધ. સંપ્રલd-પ્રતિ પાદિત. ભોયણપડિય-ભોજન સ્થાલાદિ આધારભૂત વાંસનું ભાજન. પાઠાંતરથી ભોજન પિટકમાં અશનાદિ કરે છે, લાંછિત-રેખાદિ દાનથી મુદ્રિત. ઉલ્લેછેઈ-લંછનરહિત કરે છે. પરિવેશયતિ-ભોજન કરે છે, આઇતિ-ભાષામાં અરે ! શગુ-વૈરી, પ્રત્યનીક-પ્રતિકૂળ વૃત્તિ. પ્રત્યમિત્ર-વસ્તુ વસ્તુ પ્રતિ મિત્ર -x • ઉવાહિOબાધા કરે છે એકાંત-અટવીમાં જઈએ. છંદ-ચયારૂપી અભિપ્રાયથી. • સૂઝ-૫૨ - ત્યારે તે ભદ્રા સાવિાહી, પંથક દાસચેટકની પાસે આ વાત સાંભળી ક્રોધિત, રુટ યાવત મિસિમિતી ધન્ય સાથતાહ પ્રત્યે દ્વેષ કરવા લાગી. ત્યારે તે ધન્ય સાર્થવાહ અન્ય કોઈ દિવસ મિત્ર-જ્ઞાતિજન-નિજક-સ્વજન-સંબંધીપરિજન સાથે પોતાના સારભૂત દ્રવ્યથી રાજદંડથી શૈતાને છોડાવ્યો, છોડાવીને કેદખાનાથી નીકળ્યો.. પછી અલંકારસભામાં ગયો, અલંકાર કર્મ કર્યું. પુષ્કરિણિએ આવ્યો આવીને ધોવાની માટી લીધી, પુષ્કરિણીમાં ઉતર્યો, ઉતરીને જળ વડે સ્નાન કર્યું, કરીને નાન, બલિકમ કરી ચાવતું રાજગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને રાજગૃહની વચ્ચોવચ્ચેથી નીકળી પોતાના ઘેર જવા નીકળ્યો. ત્યારે ધાન્ય સાર્થવાહને આવતો જોઈને રાજગૃહમાં ઘણાં નિજક, શ્રેષ્ઠી, સાવાહ આદિએ તેનો આદર કર્યો - જાણ્યો - સતકાર કર્યો - સન્માન કર્યું - ઉભા થઈને શરીરનું કુશલ પૂછ્યું. ત્યારપછી તે ધન્ય પોતાના ઘેર આવ્યો. આવીને જે તેની બાહ્ય પદા હતી, તે આ - દાસ, પેપ્સ, ભૂતક, ભાગીદાર તેમણે પણ ધન્ય સાર્થવાહને આવતો જોયો, જોઈને પગે પડીને ક્ષેમ કુશલ પૂછ્યા. જે તેની અસ્વંતર પર્વદા હતી, તે આ - માતા, પિતા, ભાઈ, બહેન, તેમણે પણ ધન્ય સાવિાહને આવતો જોયો. જોઈને આસનેથી ઉભા થયા. ગળે મળ્યા, મળીને હાનિા આંસુ વહાવ્યા. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ ભદ્વાભાઈ પાસે આવ્યો. ત્યારે તેણી ધન્યને આવતો જોઈને આદર ન કર્યો. જો નહીં આદર ન કરીન, ન જાણીને મૌન થઈ, મુખ ફેરવીને ઉભી રહી. ત્યારે ધન્ય સાથતાહે ભદ્રાને આમ કહ્યું – દેવાનુપિય! તું કેમ ખુશહર્ષિત કે આનંદિત ન થઈ? જે મેં પોતાનું સાર દ્રવ્ય રાજ્ય દંડરૂપે આપી પોતાને છોડાવ્યો છે. ત્યારે ભદ્રાએ ધન્યને કહ્યું - મને સંતોષ ચાવતુ આનંદ કેમ થાય ? કેમકે તમે મારા પુત્રઘાતક ચાવતું પત્ય મિત્રને વિપુલ આશનાદિનો સંવિભાગ કર્યો. ત્યારે ધન્યએ કહ્યું – હે દેશનપિયા ધર્મ-તપ-કૃતપતિકૃતિતા-લોકચાll-ન્યાય-સાર-સહાયક કે સુહદ સમજીને, મેં તે વિપુલ આરાનાદિનો સંવિભાગ કરેલ ન હતો. માત્ર શરીર ચિંતાર્થે કરેલ. ત્યારે ભદ્રા ધન્ય પાસેથી આમ સાંભળી હર્ષિત થઈ ચાવતું આસનેથી ઉભી થઈ, ગળે મળી, આસુ વહાવી, ક્ષેમકુશળને પૂછીને સ્તન યાવતું પ્રાયશ્ચિત્ત કરી વિપુલ ભોગપભોગ ભોગવતી રહી. ત્યારે તે વિજયસોર કારાગૃહમાં બંધ, વધ, ચાબુકપ્રહાર યાવતું સુખતરસથી પીડિત થઈને કાળમાસે મૃત્યુ પામી નરકમાં નૈરાવિકપણે ઉપયો - તે ત્યાં કાળો અને અતિ કાળો નૈરસિકરૂપે જો, ચાવતુ વેદનાને અનુભવતો વિચારવા લાગ્યો. તે ત્યાંથી નીકળી અનાદિ-અનંત-દીધમાર્ગી-ચાતુરંત સંસાર

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144