________________
૧|-|૭/૭૫
કે નાન માટે પાણી દેનારી અને બહારની દાસી કાર્ય કરનારી રૂપે નિયુક્ત કરી. એ પ્રમાણે હે આયુષ્યમાત્ શ્રમણ ! જે આપણા સાધુ-સાધ્વી યાવત્ દીક્ષા લઈને, તે પાંચ મહત્વતોને ફેંકી દે છે, તે આ ભવમાં ઘણાં સાધુ-સાધ્વી યાવત્ ઉમિકા માફક ભ્રમણ કરશે.
૧૩૩
એ પ્રમાણે ભોગવતી પણ જાણવી. વિશેષ એ કે તેણીને ખાંડનારી, ફૂટનારી, પીરસનારી, છોતરા ઉતારનારી, રાંધનારી, પીરસનારી, પરિભાગ કરનારી, ઘરમાં દાસીકાર્ય કરનારી, રસોઈ કરનારી રૂપે સ્થાપી. - - આ પ્રમાણે આપણા જે સાધુ-સાધ્વી આ પાંચ મહાવ્રતને ફોડનારા થાય છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિ દ્વારા યાવત્ હીલણાદિ પામે છે.
એ પ્રમાણે રક્ષિકાને પણ જાણવી. વિશેષ એ કે - તેણી વાસગૃહે ગઇ, મંજૂષા ખોલી, પછી રત્નકરડકમાંથી પાંચ શાલિ-અક્ષત લઈને ધન્ય પાસે આવી, આવીને પાંચ શાલિઅક્ષત ધન્યના હાથમાં આપ્યા. ત્યારપછી તે ધન્યએ રક્ષિકાને કહ્યું – હે પુત્રી ! આ પાંચ દાણા તે જ છે કે બીજા છે ? ત્યારે રક્ષિકાએ ધન્યને કહ્યું – હે તાત ! આ તે જ પાંચ દાણા છે, બીજા નહીં. હે પુત્રી ! કઈ રીતે ? હે વાત ! તમે આ પાંચ યાવત્ થશે, આ કારણે તે પાંચ દાણા શુદ્ધ વસ્ત્રમાં યાવત્ ત્રિસંધ્ય સાર સંભાળ કરતી રહી. તેથી આ કારણે હે તાત ! આ પાંચ દાણા તે જ છે, બીજા નહીં. ત્યારે તે ધન્યે રક્ષિકાની પાસે આ વાત સાંભળી, હષ્ટ-તુષ્ટ થઈ, તેણીને કુલગૃહના હિરણ્ય, કાંસ, દૃષ્ટ, વિપુલ ધન યાત્ સ્વાપતેયની ભાંડાગારિણી રૂપે સ્થાપી.
એ પ્રમાણે હે આયુષ્યમાનૢ શ્રમણ ! યાવત્ જે પાંચ મહાવ્રતનો રક્ષક થાય છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિને અર્ચનીય થાય છે.
રોહિણી પણ તેમજ જાણવી. વિશેષ એ – હૈ વાત ! તમે ઘણાં ગાડાંગાડી આપો. જેથી હું તમને તે પાંચ શાલિ-અક્ષત પાછા આપું. ત્યારે ધો રોહિણીને કહ્યું – હે પુત્રી ! તું મને તે પાંચ દાણા, ગાડાં-ગાડીમાં ભરીને કઈ રીતે આપીશ ? ત્યારે રોહિણીએ ધન્યને કહ્યું – હે તાત ! આપે અતીત પાંચમાં સંવત્સરમાં આ મિત્ર યાવત્ ઘણાં શત કુંભ થયા, તે ક્રમે હે તાત ! તમને તે પાંચ શાલિ અક્ષત ગાડાં-ગાડી ભરીને આપું છું.
ત્યારે ધન્યએ રોહિણીને ઘણાં ગાડાં-ગાડી આપ્યા. પછી રોહિણી તે લઈને પોતાના કુલગૃહે આવી, કોઠાર ખોલ્યો, પાલા ઉઘાડ્યા, ગાડાં-ગાડી ભર્યા પછી રાજગૃહનગરની વચ્ચોવચથી પોતાના ઘેર, ધન્ય સાર્થવાહ પાસે આવી. ત્યારે રાજગૃહના શ્રૃંગાકે યાવત્ ઘણાં લોકો એકબીજાને એમ કહેવા લાગ્યા - દેવાનુપિયો ! તે ધન્ય સાર્થવાહ ધન્ય છે, જેને રોહિણી જેવી પુત્રવધૂ છે, જેણે પાંચ શાલિ અક્ષત ગાડાં-ગાડી ભરીને આપ્યા.
ત્યારે તે ધન્યએ તે પાંચ દાણાને ગાડાં-ગાડી ભરીને આવતા જોયા.
જોઈને હર્ષિત થઈને સ્વીકાર્યા. પછી તે જ મિત્ર, જ્ઞાતિ ચાર પુત્રવધૂના કુલગૃહ સન્મુખ રોહિણીવહુને તે કુલગૃહના ઘણાં કાર્યોમાં યાવત્ રહસ્યમાં પૂછવા યોગ્ય
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
યાવત્ વૃત્તાવૃત્ત અને પ્રમાણભૂત સ્થાપી,
એ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! યાવત્ પાંચ મહાવ્રતને સંવર્ધિત કરે છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિ યાવત્ સંસારથી મુકત થઈ જાય છે. જેમ તે
રોહિણી.
૧૩૪
ભગવંતે સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે. • વિવેચન-૭૫ :
સુગમ છે. વિશેષ આ - યંતિ - ગ્રામાદિમાં જતા, વ્યુત-અનાચાર વડે પોતાની પદથી પતિત, ભગ્ન-વાત્ આદિ વડે કુબ્જ, ખંજત્વકરણથી અસમર્થ થયેલ. લુગંસિ-જીર્ણતા પામેલ, શતિ-વિવિધ વ્યાધિથી શીર્ણતા પામેલ. પતિત-પ્રાસાદ કે મંચકમાં ગ્લાન ભાવથી, વિદેશસ્ય-વિદેશમાં જઈને ત્યાં રહેલ, વિપ્રોષિત-દેશાંતરગમન પ્રવૃત્ત,
આધાર-આશ્રય, પ્રતિબંધ-પ્રમાર્જન શલાકાદિવત્. કુલગૃહ-પિતૃગૃહ, તર્ગમાતાપિતાદિ, ન ખાઈને સંરક્ષે, સંવરણથી સંગોપે, બહુત્વ કરણથી સંવર્તે છોલ્લેઈતુષ રહિત કરે. અણુગિલઈ-ખાઈ જવું.
પત્તિય-પાંદડા આવ્યા, વત્તિય-ડાંગરના પાન મધ્યે શલાકા પરિવેષ્ટની નાલરૂપતાથી વૃત્ત થાય અથવા શાખાદિના સમપણે વૃત્ત થયેલ. પાઠાંતથી ત્વચાવાળું. ગર્ભિતા-ડોડા થવા. પ્રસૂતા-પત્રગર્ભથી નીકળેલ. આગતગંધા-સુરભિગંધવાળા થયેલ. ક્ષીરક્તિ-ક્ષીરવાળા થયા. બદ્ધફલા-ક્ષીરના ફળપણે બંધાવાથી. પક્ત-કાઠિન્ય પામેલ. પર્યાયગતા-સર્વ નિષ્પન્નતા પામેલ - ૪ - શલ્યકિતા-શુષ્ક પત્રપણે શલાકા થવી. - - હરિયપક્વકંડ-હરિત, નીલવર્ણ. પર્વકાંડ-નાલવાળા થયા.
नवपज्जाण
પ્રત્યગ્ર, લુહાર વડે આતાપિત, કુતિ-તીક્ષણ ધારી કરેલ - x • સિય - દાંતરડુ, અખંડ-સલ - X - ફ્રૂટ-શોધિત. માગણુ પત્થણ - બે અસતીની એક પાલી, બે સલીની સેતિકા, ચાર સેતિકાનો કુડવ, ચાર કુડવનો પ્રસ્થક. આ પ્રમાણથી મગધ દેશમાં વ્યવહત તે પ્રસ્થ-માગધપ્રસ્ય. પત્નિતિ - ઘડાના મુખને ઢાંકીને, છાણાદિથી છિદ્ર પુરવા, નિવૃત્તિ - ઘડાનું મુખ છાણાદિ વડે ફરી મણ કરે છે. લાંછિત-રેખાદિથી, મુદ્રિત-માટીની મુદ્રા વડે. મુરલ-માન વિશેષ, ખલક-ધાન્યને મલવાની ભૂમિ ચાર પ્રસ્થનો આઢક, છ આઢકનો જઘન્ય કુંભ, ૮૦-આઢકનો મધ્યમ અને ૧૦૦ આઢકનો ઉત્કૃષ્ટ કુંભ. ક્ષારોષ્ટ્રિકારાખ પરઠવવી, કચવરોજ્જીિકા-કચરા શોધનારી, સમુક્ષિકા-સવારે ગૃહાંગણમાં પાણી છાંટનારી, સંપુચ્છિય-પગ વગેરે લુંછનાર, સમ્માર્જિંકા-ઘરની અંદર-બહાર કકિાવાહિકા, પાદોદકદાયિકા-પગ ધોનારી - x - બહારના દાસ કાર્ય કરનારી.
-
કંડરાંતિકા-ચોખાને ખળામાંથી લઈ છોતરા ઉખેડનારી, કુસંતિકા-તલ આદિનું ચૂર્ણ કરનારી, પેષયંતિકા-ઘઉં આદિને દળનાર, રુંધયંતિકા-યંત્રમાં ડાંગર-ક્રોદવાદિને છોતરા રહિત કરનાર, ગંધયંતિકા-ચોખાને રાંધનારી, પરિવેષયંતિકા-ભોજન પીરસનારી, પરિભાજયંતિકા-પર્વદિને સ્વજનગૃહમાં ખંડખાધાદિનો ભાગ કરનારી. - ૪ -
સગડીસાગડ-ગાડાં, ગાડીનો સમૂહ. દલાહ-આપો. પ્રતિ નિયતિયામિ-સમર્પિત