Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 116
________________ ૧/-/૧૬/૧૬૧ થી ૧૬૫ ૨૧૩ [૧૬] સાગરકુમારને સમાલિકાનો હાથનો સ્પર્શ અસિમ જેવો યાવતું મમર, તેનાથી પણ અનિષ્ટતર આ સ્પર્શ હતો. ત્યારે સાગરકુમાર અનિચ્છાએ, વિવશ થઈને, મહd માત્ર ત્યાં રહ્યો. ત્યારપછી સાગરદત્ત સાવિાહ, સાગરકુમારના માતા, પિતા, મિત્ર, જ્ઞાતિ આદિને વિપુલ અશનાદિ, પુષ્પ-વાથી યાવત સન્માનીને વિસર્જિત કર્યા. પછી સાગકુમાર સુકૂમાલિકા સાથે વાસગૃહે આવ્યો. તેણી સાથે શય્યામાં સુતો. ત્યારે સાગરકુમાર, સુકુમાલિકાના આવા પ્રકારનો અંગ પર્શ અનુભવ્યો • જેમ કોઈ અસિત્ર યાવતુ અતિ અમનોજ્ઞ અંગ સ્પર્શ અનુભવ કરતો રહ્યો. ત્યારે સાગકુમાર એ ગાનિ ન સહેતો, પરવશ થઈ મુહુર્ત માત્ર ત્યાં રહો. ત્યારે સાગરે, સુકૂમાલિકાને સુખે સુતેલી જાણીને, તેણીની પડખેથી ઉડ્યો, પોતાની શય્યામાં આવ્યો, ત્યાં સુઈ ગયો. પછી મુહુર્ત મxમાં સુકૂમાલિકા જાગી, તેણી પતિવ્રતા અને પતિ અનુકતા હતી, પડખે પતિને ન જોઈને શસ્યાથી ઉઠે છે, ઉઠીને પતિની શય્યા પાસે આવી, સાગરની પાસે સુઈ ગઈ. ત્યારપછી સાગરકુમાર સુકૂમાલિકાની બીજી વખત પણ આવા પ્રકારનો અંગસ્પર્શ અનુભવતો યાવતુ અનિચ્છાએ અને વિવશ થઈને મુહૂર્ત મx ત્યાં રહ્યો. પછી તેણીને સુખે સુતેલી જોઈને શસ્યાથી ઉઠી, ઉઠીને વાસગૃહના દ્વાર ઉઘાડ્યા, મારનારથી મુકત થયેલ કાકની જેમ જે દિશામાંથી આવેલ, ત્યાં પાછો ગયો. [૧૬] ત્યારપછી સુમાલિક મુહૂર્ત પછી શગી, પતિવ્રતા એવી તેણીએ ચાવતુ પતિને ન જોઈને, શસ્યાથી ઉઠી, સાગરકુમારની ચોતરફ માગણા - ગવેપા કરતી વસગૃહનું દ્વાર ઉઘડેલું જોયું, જોઇને ‘સાગર તો ગયો’ એમ જાણી અપહતમન સંા થd - x • રહી. ત્યારે તે ભદ્રા સાવિાહીએ બીજે દિવસે દાસયેટીને બોલાવીને કહ્યું - દેવાનુપિયા! જ, વર-વધૂને માટે મુખ શોધનિકા લઈ જા. ત્યારે દાસયેટી, ભદ્રાને એમ કહેતા સાંભળી, અને ‘તહતિ’ કહી સ્વીકાર્યો. મુખધોવણ લીધું, વાસગૃહે આવી. આવીને સુકુમાલિકાને યાવતું ચિંતામન થયેલ જોઈ, જોઈને પૂછ્યું - હે દેવાનુપિયા! તું અપહતમને સંકલ્પા યાવત્ ચિંતામગ્ન કેમ છે ? ત્યારે તે સુકુમાલિકા એ દાસચેટીને કહ્યું – સાગરકુમાર મને સુખે સુતેલી જાણીને મારી પડખેથી ઉો, વાસગૃહ દ્વાર ઉઘાડીને ચાવતું ચાલ્યો ગયો. ત્યારપછી મુહૂત્તત્તિર પછી યાવતુ ઉઘાડા દ્વાર જોઈને “સાગર તો ગયો, એમ જાણી યાવત ચિંતામન છું. ત્યારે દાસચેટી, સુકુમાલિકાની આ વાત સાંભળીને સાગરદત્ત પાસે આવી, તેમને આ વૃત્તાંત જણાવ્યો, સાગરદત્ત આ વાત સાંભળી, સમજીને ક્રોધિત થઈ જિનદત્ત સાવિાહના ઘેર આવ્યો, જિનદત્તને કહ્યું - હે દેવાનુપિય! શું આ ૨૧૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ યુકત-પ્રાપ્ત-કુલાનુરૂપ કે કુલસંદેશ છે કે જે સાગઠુમાર, અષ્ટદોષા-પવિતા એવી સુકમાલિકાને છોડીને અહીં આવી ગયો. ઘણી ખેદ યુકતક્રિયા કરીને તથા રુદનની ચેષ્ઠાપૂર્વક તેમને ઉપાલંભ આયો. ત્યારે જિનદd, સાગરદત્ત પાસે આ વૃત્તાંત સાંભળીને સાગરકુમાર પાસે આવ્યો, સાગરકુમારને કહ્યું - હે પુત્ર ! ખોટું કર્યું, જે સાગરદત્તનું ઘર છોડીને અહીં ચાલ્યો આવ્યો. હે પુત્ર! જે થયું તે, પણ તે હવે સાગરદત્તને વેર પાછો જ. ત્યારે સાગકુમારે જિનદત્તને કહ્યું - હે તાત! મને પર્વતથી પડવું, ઝાડથી પડવું, મર પ્રદેશ જવું, જાવેશ, વિષભક્ષણ, વેહાનસ, શtવપાટન, વૃદ્ધ પ્રહ, પ્રવજ્યા કે વિદેશગમન સ્વીકાર્ય છે, પણ હું સાગરદાના ઘેર નહીં જાઉં. ત્યારે સાગરદત્ત સાર્થવાહે ભીતની પાછળ રહી સાગરના આ અથન સાંભળીને, લજ્જિત-બ્રીડિતાદિ થઈ, જિનદત્તના ઘેરથી નીકળી પોતાના ઘેર આવ્યો. સુકુમાલિકાને બોલાવીને, ખોળામાં બેસાડીને કહ્યું- હે પુગી ! સાગરકુમારે તને છોડી દીધી તો શું? હું તને એવા પુરુષને આપીશ, જેને તું ઈષ્ટા યાવતું મનોજ્ઞા થઈશ. એમ કહી સુકુમાલિકાને તેની ઈચ્છ, વાણીથી આશ્વાસન આપીને વિદાય કરી. ત્યારે સાગરદત્ત સાવિાહે અન્ય કોઈ દિને અગાસી ઉપરથી સખે બેઠાબેઠા રાજમાનિ અવલોકતો હતો. ત્યારે સાગરદd એક અત્યંત દીન ભિખારીને જોયો. તે ફાટેલ-તુટેલ વસ્ત્ર પહેરી, હાથમાં ફૂટલું શકોહું અને ઘડો હાથમાં લઈ, હજારો માંખીઓ દ્વારા અનુસરાતો યાવતુ જતો હતો. ત્યારે સાગરદd કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું કે તમે આ ભિખારીપુરુષને વિપુલ આશનાદિથી લોભિત કરી ઘરમાં લાવો, લાવીને કુટલું શકોરું અને ઘડો એકાંતમાં મૂકી, અલંકારિક કર્મ કરાવી, નાન-ભલિકમ કરાવી યાવતું સવલિંકારથી વિભૂષિત કરવી, મનોજ્ઞ આશનાદિ ખવડાવો. પછી મારી પાસે લાવો. ત્યારે કૌટુંબિક પુરુષોએ તે વાત યાવતું સ્વીકારીને તે ભિખારી પાસે જઈને, યાવતુ ઘરમાં લાવ્યા. તેનો કુટલો ઘડો, ફુટલું શકોણે એકાંતમાં મુક્યા. ત્યારે તે ભિખારી કુટલું કોરું અને ઘડો એક બાજુએ મૂકાયેલ જોઈને મોટા-મોટા શબ્દોથી બરાડવા લાગ્યો. ત્યારે સાગરદd, તે ભિખારીને મોટા-મોટા શબ્દોથી બરાડા સાંભળી, સમજીને કૌટુંબિક પરથોને બોલાવીને પૂછ્યું - દેવાનુપિયો ! આ ભિખારી કેમ બરાડે છે ત્યારે કૌટુંબિક પુરુષોએ કહ્યું - હે સ્વામી ! તેના કુટલા શકોસ અને કુટલો ઘડો. એકાંતમાં મૂકવાથી મોટા-મોટા અવાજે રહે છે. ત્યારે સાગરદd તેઓને કહ્યું કે - તમે, આ ભિખારીના કુટલા શકોરા ચાવ4 લાવીને, તેની પાસે રાખો, તેથી તેને વિશ્વાસ થાય. તેમણે તેમ કર્યું. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોને ભિખારીની હજામત કરાવી, શતપાક,

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144