Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 136
________________ ૧/-/૧૮/૨૧૧,૨૧૨ પણ ભાગી થશે. ત્યારે વિજ્યને આમ કહેતા સાંભળીને મોટા પુગે, ધન્ય સાવિાહને કહાં - હે તાત! તમે અમારા પિતા, ગુરજન, દેવતારૂપ, સ્થાપક, પ્રતિષ્ઠાપક, સંરક્ષક સંગોપક છો, હે તાતા તો અમે તમને કઈ રીતે જીવિતથી રહિત કરીને, તમારું માંસ અને લોહી આહારીએ ? હે તાતા તમે મને જીવિતથી રહિત કરી મારા માંસ અને લોહીનો આહાર કરી, ગ્રામિક અટકી પર કરો, ઈત્યાદિ પૂર્વવત્ કહેવું ચાવત્ પુન્યના ભાગી બનો. - - ત્યારે ધન્ય સાર્થવાહના બીજા પુત્રે કહ્યું – હે તતા અમારા ગુરુ અને દેવ સમાન, મોટા ભાઈને જીવિતથી રહિત ન કરો, પણ મને જીવિતથી રહિત કરી ચાવતુ પુન્યના ભાગી બનો. આ પ્રમાણે ચાવતું પાંચમાં પુએ કહ્યું ત્યારે ધન્ય સાર્થવાહે પાંચે પુત્રોની હૃદયેચ્છા જાણીને તે પાંચે યુગોને કહ્યું – યુગો : આપણે કોઈને જીવનરહિત ન કરીએ, આ સંસમાનું નિWાણ યાવત જીવનમુક્ત શરીર છે, તો હે પુત્ર! આપણે ઉચિત છે કે – સુસુમા મીનું માંસ અને લોહી, હારીએ. પછી આપણે તેના આહારથી આad થઈને રાજગૃહે પહોંચીએ. ત્યારે ધન્ય સાવિાહને આમ કહેતો સાંભળી, પાંચ પુત્રોએ આ વાત સ્વીકારી. ત્યારપછી ઈન્સએ પાંચ પુત્રો સાથે અરણિ કરી, શર બનાવ્યું. શર વડે અનિનું મથન કર્યું. અગ્નિ પ્રગટાવ્યો, અગ્નિને સંઘુક્યો, લાકડાં નાંખ્યા, અગ્નિ પ્રજવલિત કર્યો. સંસમાના માંસ અને લોહી [પકાવીને તેનો આહાર કર્યો. તે આહારથી શરૂ થઈને, રાજગૃહનગરીએ જઈ, મિત્ર-જ્ઞાતિક આદિને મળ્યા, તે વિપુલ ધન-કનકજન ચાવતું ભાગી થયા. ત્યારપછી ધન્ય સાર્થવાહે સંસમાં કન્યાના ઘણાં લૌકિક કૃત્ય કરી યાવત શોક રહિત થયા. [૨૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ચંત્યે પધાર્યા, તે ધન્ય સાર્થનાહ, ધર્મ સાંભળી, દીક્ષા લઈ, અગ્યિા આંગ ભણી, માસિકી સંલેખના કરી, સૌધર્મકક્ષે ઉત્પન્ન થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. હે જંબુ જેમ ધન્ય સાર્થવાહે વ-રપ-બલ કે વિષયના હેતુથી સુસુમકન્યાના માંસ અને લોહીનો આહાર કરેલ ન હતો, માઝ રાજગૃહ પહોંચવા માટે જ કરેલ હતો. તેમ છે આયુષ્યમાન શ્રમણો! જે આપણા સાધુ-સાદની આ વાત-પિત્ત-શુક્ર-લોહીને ઝરતા ઔદારિક શરીર યાવતુ જે અવશ્ય છોડવાનું છે, તેના વર્ણ-રૂમ-બળ-વિષયના હેતુથી આહાર કરતા નથી, પણ માત્ર સિદ્ધિગતિને પામવાને માટે જ આહાર કરે છે, તે આ ભવમાં જ ઘણાં શ્રમણ ચાવતું શ્રાવિકાના અર્ચનીય થઈ, યાવતુ પાર પામે છે. હે જંબૂ! શ્રમણ ભગવંતે આ અર્થ કહો, તે હું કહું છું. • વિવેચન-૨૧૧,૧૨ : મૂઈયાહિં-મુંગો કે નિઃશબ્દ કરાયેલ. ઉદગવત્યિ-પાણી વડે ભરેલ મશક, [14/17] ૨૫૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પાણી લેવાનું ચામડાનું ભાજન. નવિયા-આગળના ભવમાં ભાવિ, મરવાને તૈયાર થાઓ. આગામિય-અગ્રામિક, દીહમદ્ધ-દીર્ધમાર્ગ. પયમગ્નવિહિ-પદ માર્ગ પ્રચાર, પપ્પ-વિમૃત. માર્ગમાં જ મૃત્યુ પામ્યો. જો કે આવશ્યકાદિમાં પ્રસિદ્ધ શેષ ચાિ મુજબ સાધદર્શનથી ઉપશમાદિ ઉપદેશથી સમ્યકત્વ ભાવિત થઈ, તીણ મુખવાળી કીડીઓ વડે ભક્ષણ કરાઈ, દેવલોકે ગયો તેમ કહ્યું. તેમાં વિરોધ ન માનવો. (આ કથામાં મૂળ આગમમાં અને વિવેયન તથા અન્ય ગ્રંથોમાં ઘણો કથા ભેદ જોવા મળે છે, તેવુ બહુશ્રુત જાણે.) - વાહપામોખ-આંસુ મુકવા. પિતા, ઉપચારથી લોકમાં અન્ય રીતે પણ રૂઢ છે. કહ્યું છે - જનેતા અને ઉપનેતા, જે વિધા આપે છે, અન્નદાતા, ભયમાતા આ પાંચને પિતા જાણવા. તેથી જનક લેવું. સ્થાપક-ગૃહસ્થ ધર્મમાં પની આદિના સંગ્રહથી. પ્રતિષ્ઠાપક-રાજાદિ સમક્ષ સ્વપદ નિવેશનથી, સંરક્ષક-વિવિધ વ્યસનથી, સંગોપક-યદેચ્છ આચારના સંવરણી, અરણિ-અગ્નિ ઉત્પન્ન કરવા માટેનું લાકડું, સમ-જેના વડે મથન થાય. નો વઘus - આદિથી જણાવે છે કે – માત્ર સિદ્ધિ ગતિ પ્રાપ્તિ માટે આહાર કરે, બાકી આહાર ન કરે. - x - અહીં વિશેષ ઉપનય જણાવે છે - જેમ તે વિલાતિત્ર, સુસુમામાં ગૃદ્ધ થઈ, અકાર્યમાં આસક્ત થઈ, ધન્ય વડે ધકેલાઈ, સેંકડો આપત્તિયુક્ત મહા અટવીને પામ્યો, તેમ જીવો વિષયસુખમાં લુબ્ધ થઈ, પાપક્રિયા કરીને, કમને વશ થઈ ભવ અટવીમાં મહાદુઃખને પામે છે. ધન્ય શ્રેષ્ઠી જેવા ગુર, પુત્રો જેવા સાધુઓ જાણવા. અટવીને ભવરૂપ, મીના માંસને આહાર રૂપ, રાજગૃહને મોઢા રૂપ જાણવો. જેમ નગરે પહોંચવા, અટવીથી નીકળવા પુત્રીનું માંસ ખાધુ, તેમ સાધુએ ગુરની આજ્ઞાથી આહાર કરવો. તે આહાર ભવને ઓળંગવા અને મોક્ષ પ્રાપ્તિને માટે ભાવિતાભા મહાસત્વી આહાર કરે, ગૃદ્ધિથી નહીં કે વર્ણ-બલ-રૂપ હેતુથી નહીં. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144