________________
૧/- ૭/૭૫
મોટી પુત્રવધૂ ઉખ઼િકાને બોલાવીને કહ્યું – હે પુત્રી ! તું મારા હાથમાંથી આ પાંચ શાલિઅક્ષત લે. લઈને અનુક્રમે સંરક્ષણ-સંગોપન કરતી રહે. જ્યારે હું તારી પાસે આ પાંચ શાલિઅક્ષત માંગુ ત્યારે તું મને આ પાંચ શાલિ અક્ષત પાછા આપજે. એમ કહી પુત્રવધૂના હાથમાં તે આપીને વિદાય કરી. ત્યારે તે ઉમિકાએ ધન્યને તહતિ' એમ કહી, આ અર્થનો સ્વીકાર કરે છે. કરીને ધન્યના હાથમાંથી તે પાંચ શાલિ અક્ષત લઈને એકાંતમાં જાય છે, પછી આ પ્રમાણે વિચાર્યું કે – નિશ્ચે પિતાના કોઠારમાં ઘણાં પાલા શાલિના ભરેલા છે. તો જ્યારે તેઓ આ પાંચ શાલિ અક્ષત માંગશે, ત્યારે હું કોઈ પાલામાંથી બીજા શાલિઅક્ષત લઈને આપી દઈશ, એમ વિચારી તે પાંચ શાલિઅક્ષત એકાંતમાં ફેંકીને પોતાના કામમાં લાગી ગઈ.
એ પ્રમાણે ભોગવીને પણ જાણવી. વિશેષ એ કે – તેણીએ શાલિ અક્ષતનો છોા અને છોલીને ગળી ગઈ. પોતાના કામે લાગી.
એ પ્રમાણે રક્ષિકા પણ જાણવી. વિશેષ આ - લઈને આવો વિચાર કર્યો કે – પિતાજીએ મિત્ર, જ્ઞાતિ આદિ તથા ચાર પુત્રવધૂના કુલગૃહ વર્ગની સામે મને બોલાવીને કહ્યું કે – પુત્રી ! મારા હાથમાંથી ચાવત્ પાછા આપજે, એમ કહીને મારા હાથમાં પાંચ શાલિઅક્ષત આપેલ છે, તો આમાં કોઈ કારણ હશે, એમ વિચારીને તેને શુદ્ધ વસ્ત્રમાં બાંધ્યા, બાંધીને રત્નની ડબ્બીમાં મૂકયા, મૂકીને ઓશીકા નીચે રાખ્યા. રાખીને ત્રણએ સંધ્યા તેની સાર સંભાળ કરતી વિચરે છે.
૧૩૧
ત્યારે તે ધન્ય સાર્થવાહે તે જ મિત્ર ચાવત્ ચોથી રોહિણી પુત્રવધૂને બોલાવીને યાવત્ આનું કોઈ કારણ હશે, તો મારે માટે ઉચિત છે કે આ પાંચ શાલિ-અક્ષતનું સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કર્યું એમ વિચારીને કુલગૃહ પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે આ પાંચ શાલિઅક્ષતને લઈ જઈને પહેલી વર્ષામાં મહાવૃષ્ટિ થાય ત્યારે એક નાની ક્યારીને સારી રીતે સાફ કરીને આ પાંચ દાણાને વાવજો. બે-ત્રણ વખત ઉત્શેપ-નિક્ષેપ કરજો, ફરતી વાડ કરાવજો. કરાવીને સંરક્ષણ, સંગોપન કરી અનુક્રમે વૃદ્ધિ કરજો. ત્યારે તે કૌટુંબિકોએ રોહિણીની આ વાતને સ્વીકારી, તે પાંચ દાણા લીધા. પછી અનુક્રમે સંરક્ષણ, સંગોપન કરતા વિચરે છે. ત્યારે તે કૌટુંબિકોએ પહેલી વર્ષોમાં મહાવૃષ્ટિકામાં નાની ક્યારી સાફ કરી, કરીને તે પાંચ દાણા વાવે છે - ૪ - યાવત્ - ૪ - સંવર્ધિત કરતા વિચરે છે.
ત્યારપછી તે શાલી અનુક્રમે સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કરતા શાલી થયા, કૃષ્ણ-કૃષ્ણાવાસ યાવત્ પ્રાસાદીય થયા.
ત્યારપછી તે શાલીમાં પાન આવ્યા, વર્તિત થયા, ગર્ભિત થયા, પ્રસૂત થયા, સુગંધી, ક્ષીરાદિક, બદ્ધફલ, પક્વ થઈ તૈયાર થઈ ગયા, શલ્યકિતપદ્મકિત-હતિપર્વકાંડ થઈ યાવત્ શાલિ ઉપા.
ત્યારે તે કૌટુંબિકોએ શાલિ પત્રવાળા યાવત્ શલ્યકિત-માંકિત થયા
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
જાણીને તીક્ષ્ણ, નવપર્યંત થયા. કાતરથી કાપ્યા, કાપીને હથેળીથી મર્દન કર્યું, કરીને સાફ કર્યા. તેનાથી તે ચોખ્ખા, સૂચિ, અખંડ, અસ્ફોટિત અને સૂપડાથી ઝાટકીને સાફ કર્યા, તે માગધક પ્રસ્થક પ્રમાણ થયા.
૧૩૨
ત્યારે તે કૌટુંબિકોએ તે શાલીને નવા ઘડામાં ભર્યા. ભરીને માટીનો લેપ કર્યો, લાંછિત-મુદ્રિત કર્યા. કોઠારના એક ભાગમાં રાખ્યા. રાખીને સંરક્ષણસંગોપન કરતા વિચરે છે ત્યારપછી તે કૌટુંબિકોએ બીજી વર્ષા ઋતુમાં પહેલા વર્ષાકાળે મહાવૃષ્ટિમાં નાની કયારી સાફ કરી, તે શાલીને વાવ્યા, બીજી-ત્રીજી વખત ઉોપ-નિક્ષેપ કર્યો યાવત્ લક્ષ્યા યાવત્ પગના તળીયાથી તેનું મર્દન કર્યુ. સાફ કર્યા. તે શાલિ ઘણાં કુડવ થઈ ગયા યાવત્ એક દેશમાં સ્થાપ્યા. સંરક્ષણ-સંગોપન કરતા રહ્યા.
ત્યારપછી તે કૌટુંબિકોએ ત્રીજી વર્ષાઋતુમાં મહાવૃષ્ટિકાયમાં ઘણાં ક્યારા સાફ કર્યા યાવત્ લક્ષ્યા. વહન કર્યું, ખલિહાનમાં રાખ્યા, માળ્યા સાવત્ ઘણાં કુંભો થયા ત્યારે તે કૌટુંબિકો શાલીને કોઠારમાં નાંખી ચાવત્ વિચરે છે. ચોથી વર્ષાઋતુમાં ઘણા સેંકડો કુંભ થયા.
ત્યારે તે ધન્ય, પાંચમું વર્ષ ચાલતું હતું, ત્યારે મધ્ય રાત્રિએ આવો વિચાર થયો. નિશ્ચે મેં પાંચ વર્ષ પહેલાં પાંચમાં વર્ષમાં ચારે પુત્રવધૂને પરિક્ષાર્થે પાંચ શાલિ-ક્ષત હાથમાં આપેલ, તો મારે ઉચિત છે કે કાલે યાવત્ સૂર્ય ઉગ્યા પછી પાંચ શાલિ અક્ષત પાછા માંગુ યાવત્ જાણું કે કોણે કઈ રીતે તેનું સંરક્ષણસંગોપન-સંવર્ધન કર્યું છે ? યાવત્ એમ વિચારીને કાલે યાવત્ સૂર્ય ઉગ્યા પછી વિપુલ આશનાદિ બનાવી મિત્ર, જ્ઞાતિજન આદિ, ચારે પુત્રવધૂના કુલગૃહ ચાવત્ સન્માનીને, તે જ મિત્ર આદિ તથા ચાર પુત્રવધૂના કુલગૃહ વર્ગની સન્મુખ મોટી પુત્રવધૂ ઉઝિંકાને બોલાવીને આમ કહ્યું – હે પુત્રી ! આજથી પાંચમાં વર્ષ પૂર્વે - ૪ - તારા હાથમાં પાંચ શાલિઅક્ષત આપીને કહેલ કે જ્યારે હું પાંચ શાલિઅક્ષત માંગુ, ત્યારે તું મને પાછા આપજે - ૪ - એ અર્થ સમર્થ છે ?
હા, છે. તો હે પુત્રી ! મને તે શાલિઅક્ષત પાછા આપ. ત્યારે ધન્ય પાસે આ વાત સાંભળીને તે ઉજ્જીિકા કોઠારમાં ગઈ, જઈને પાલામાંથી પાંચ દાણા લઈ, ધન્યના હાથમાં તે આપ્યા. ત્યારે ધન્યએ ઉકિાને સોગંદ આપીને પૂછ્યું કે – હે પુત્રી ! આ તે જ શાલિઅક્ષત છે કે બીજા છે ? ત્યારે ઉકિાએ ધન્યને કહ્યું – હે તાત ! આપે આજથી અતીત પાંચમાં સંવત્સરમાં આ મિત્ર, જ્ઞાતિ આદિ યાવત્ વિચરજે, એમ કહેલું. ત્યારે મેં આપની વાત સ્વીકારેલી, તે પાંચ શાલિઅક્ષત લઈને એકાંતમાં જઈને, મને એવો સંકલ્પ થયેલો કે સસુરજીના કોઠારમાં ઘણાં શાલિ છે યાવત્ મારા કામમાં લાગી ગઈ, તો હે પિતાજી ! આ તે પાંચ શાલિઅક્ષત તે નથી, પણ અન્ય છે.
ત્યારે તે ધન્ય સાર્થવાહ ઉજ઼િકાની તે વાત સાંભળી, સમજી, યાવત્ અતિ ક્રોધિત થઈ ઉકિાને તે મિત્ર, જ્ઞાતિ તથા ચાર પુત્રવધૂના કુલગૃહ વર્ગની આગળ તે કુલગૃહની રાખ કે છાણ ફેંકનારી, કચરો કાઢનારી, ધોવા