Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 87
________________ ૧/-/૮/૯૨ થી ૯૫ મોટો થયો. બીજા કૂવા-તળાવ-દ્રહ-સરોવર-સાગરને ન જોયા હોવાથી માનતો હતો કે આ જ કૂવો યાવત્ સાગર છે. ત્યારે તે કૂવામાં બીજા સમુદ્રનો દેડકો આવ્યો. ત્યારે તે કૂવાના દેડકાએ, તે સામુદ્રી દેડકાને આમ કહ્યું – તું કોણ છો? ક્યાંથી અહીં આવ્યો છે? ૧૫૯ ત્યારે તે સામુદ્રી દેડકાએ તે કૂવાના દેડકાને કહ્યું – હે દેવાનુપિય ! હું સામુદ્રી દેડકો છું, ત્યારે તે કૂવાના દેડકાએ તે સામુદ્રી દેડકાને કહ્યું – હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેટલો મોટો છે ? ત્યારે સામુદ્રી દેડકાએ કૂવાના દેડકાને કહ્યું – સમુદ્ર ઘણો મોટો છે. ત્યારે કૂવાના દેડકાએ પગથી એક લીટી ખેંચીને પૂછ્યું – સમુદ્ર આટલો મોટો છે ? ના, તેમ નથી, સમુદ્ર તેથી મોટો છે. ત્યારે કૂવાના દેડકાએ પૂર્વ કિનારેથી ઉછળીને દૂર જઈને પૂછ્યું કે સમુદ્ર આટલો મોટો છે ? ના, તેમ નથી. કે આ પ્રમાણે હે જિતશત્રુ ! તેં પણ બીજા ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ આદિની ભાર્યા, બેન, પુત્રી, પુત્રવધૂને જોયા વિના જ સમજશ કે “જેવું મારું અંતઃપુર છે, તેવું આંતઃપુર બીજા કોઈનું નથી.' હે જિતશત્રુ ! મિથિલા નગરીએ કુંભકની પુત્રી, પ્રભાવતીની આત્મજા, મલ્લી નામે છે, રૂપ અને યૌવનથી યાવત્ બીજી કોઈ દેવકન્યાદિ પણ નથી જેવી મલ્લી છે. વિદેહ શ્રેષ્ઠ રાજકન્યાના પગના કપાયેલા અંગુઠાના લાખમાં ભાગે પણ તારું આંતઃપુર નથી. એમ કહીને ચૌક્ષા જે દિશાથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. ત્યારે તે જિતશત્રુ પરિવાજિકા દ્વારા જનિત હાસ્યથી દૂતને બોલાવે છે. યાવત્ દૂત જવાને રવાના થયો. [૩] ત્યારે તે જિતશત્રુ આદિ છ રાજાના દૂતો મિથિલા જવાને રવાના થયા. ત્યારપછી છ એ દૂતો મિથિલા આવ્યા, આવીને મિથિલાના અગ્રોધાનમાં દરેકે અલગ-અલગ છાવણી નાંખી. પછી મિથિલા રાજધાનીમાં પ્રવેશ્યા. પછી કુંભરાજા પાસે આવી દરેકે દરેકે હાથ જોડી પોત-પોતાના રાજાના વચન સંદેશ આપ્યા. ત્યારે તે કુંભરાજાએ તે દૂતોની પાસે આ અર્થને સાંભળી, ક્રોધિત થઈ ચાવત્ મસ્તકે ત્રિવલી ચડાવીને કહ્યું – હું તમને [કોઈને] વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લી આપીશ નહીં, તે છ એ દૂતોને સત્કાર્યા, સન્માન્યા વિના પાછલા દ્વારેથી કાઢી મૂક્યા. ત્યારે જિતશત્રુ આદિના છ રાજદૂતો કુંભ રાજા વડે સત્કાર-સન્માન કરાયા વિના પાછલા દ્વારેથી કાઢી મૂકાતા પોત-પોતાના જનપદમાં, પોત-પોતાના નગરમાં, પોત-પોતાના રાજાઓ પાસે આવ્યા, બે હાથ જોડીને કહ્યું – હે સ્વામી ! અમે જિતશત્રુ આદિના છ રાજદૂતો એક સાથે જ મિથિલા યાવત્ અદ્વારેથી કાઢી મૂકાયા, હે સ્વામી ! કુંભ રાજા, મલ્લીને તમને નહીં આપે. ોએ પોત-પોતાના રાજાઓને આ વૃત્તાંતનું નિવેદન કર્યું. જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે તે જિતશત્રુ આદિ છ એ રાજાએ તે દૂતની પાસે આ વૃત્તાંત સાંભળી, સમજી, ક્રોધિત થઈ પરસ્પર તો મોકલ્યા અને કહ્યું – હે દેવાનુપિયો ! આ૫ણા છ એ રાજદૂતોને એક સાથે જ યાવત્ કાઢી મૂકાયા, તો એ ઉચિત છે કે આપણે કુંભ રાજા ઉપર ચડાઈ કરવી જોઈએ. એમ કહીને પરસ્પર આ વાતને સ્વીકારી. ૧૬૦ પછી સ્નાન કર્યુ, સદ્ધ થયા, ઉત્તમ હાથીના સ્કંધે આરૂઢ થયા, કોટ પુષ્પની માળા યુકત છત્ર યાવત્ ઉત્તમ શ્વેત ચામર વડે મોટી હાથી-ઘોડા-રથ પ્રવર યોદ્ધા યુક્ત ચાતુરંગિણી સેના સાથે પરિવરીને સર્વઋદ્ધિ યાવત્ નાદ સહિત, પોત-પોતાના નગરથી યાવત્ નીકળ્યા, એક જગ્યાએ ભેગા થઈ, જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને પ્રસ્થાન કર્યું. ત્યારે કુંભરાજા આ વૃત્તાંતને જાણીને સેનાપતિને બોલાવ્યો. બોલાવીને કહ્યું – જલ્દીથી અશ્વ યાવત્ સેના સજ્જ કરો યાવત્ સેનાપતિએ તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી કુંભરાજાએ સ્નાન કર્યું, હાથી ઉપર બેઠો, છત્ર ધર્યું, ચામરથી વિંઝાવા લાગ્યો. સાવત્ મિથિલા મધ્યેથી નીકળ્યો. વિદેહની વચ્ચોવચ્ચ થઈ દેશના અંત ભાગે આવીને છાવણી નાંખી, પછી જિતશત્રુ આદિ છ રાજાની રાહ જોતા, યુદ્ધ માટે સજ્જ થઈને રહ્યા, ત્યારપછી તે જિતશત્રુ આદિ છ રાજા, કુંભ રાજા પાસે આવ્યા, આવીને કુંભરાજા સાથે યુદ્ધ કરવા લાગી ગયા. ત્યારપછી તે જિતશત્રુ આદિ છ એ રાજાએ કુંભરાજાની સેનાને હત મર્થિત કરી દીધી, તેમના પ્રવર વીરોનો ઘાત કર્યો, સિન્હ અને પતાકાને પાડી દીધાં, તેના પ્રાણ સંકટમાં પડી ગયા. સેના ચારે દિશામાં ભાગી ગઈ. ત્યારે તે કુંભરાજા, જિતશત્રુ આદિ છ રાજા વડે હત-મથિત યાવત્ સેના ભાગી જતાં સામર્થ્ય-બળ-વીર્ય હીન થઈ યાવત્ શીઘ્ર, ત્વરિત યાવત્ વેગથી મિથિલાઓ આવી, મિથિલામાં પ્રવેશી, મિથિલાના દ્વારોને બંધ કરી, રોધ સજ્જ થઈને રહ્યા. ત્યારે તે જિતશત્રુ આદિ છ એ રાજા મિથિલા આવ્યા, મિથિલા રાજધાનીને નિસ્યંચાર, નિરુચાર કરી, ચોતરફથી ઘેરી, ત્યારે તે કુંભ રાજા, મિથિલા રાજધાનીને અવરોધાયેલ જાણીને અત્યંતર ઉપસ્થાન શાળામાં ઉત્તમ સીંહાસને બેસી, તે જિતશત્રુ આદિ છ રાજાના છિદ્રો, વિવરો, માઁ ન પામી શકતા, ઘણાં આય-ઉપાય-ઔત્પાતિકી આદિ બુદ્ધિથી વિચારતા પણ કોઈ આય કે ઉપાયને પ્રાપ્ત ન થતાં અપહત મનો સંકલ્પ યાવત્ ચિંતાતુર થયો. આ તરફ મલ્લી, નાન કરી યાવત્ ઘણી કુબ્જાદિથી પરિવૃત્ત થઈને કુંભ રાજા પાસે આવી. તેમને પગે પડી, ત્યારે કુંભકે મલ્લીનો આદર ન કર્યો, જાણી નહીં, મૌનપૂર્વક રહ્યો. ત્યારે મલ્લીએ કુંભને આમ કહ્યું – હે પિતાજી ! તમે મને બીજા કોઈ સમયે આવતી જાણીને યાવત્ બેસાડો છો, આજ તમે કેમ ચિંતામગ્ન છો ?

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144