Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 23
________________ ૧/-/૧/૧૩,૧૪ થશે. તેમજ હે દેવાનુપ્રિય ! તું નવ માસ પ્રતિપૂર્ણ થતાં સાડા સાત રાત્રિદિવસ વ્યતીત થતાં, આપણા કુલમાં કેતુ-દ્વીપ-પર્વત-અવતંસક-તિલક-કીર્તિક-વૃત્તિકરૂ નંદિકર-યશકર-આધારરૂપ-વૃક્ષરૂપ, કુલની વૃદ્ધિ કરનાર, સુકુમાલ હાથપગ યાવત્ પુત્રને જન્મ આપીશ. તે બાળક બાલભાવથી મુક્ત થઈને, વિજ્ઞાન પરિણત થઈને, ચૌવનને પ્રાપ્ત થતાં શૂર-વીર-વિક્રાંત-વિસ્તીર્ણ વિપુલ બલ-વાહનયુક્ત રાજ્યવાળો રાજા થશે. હે દેવી! તે ઉદાર યાવત્ આરોગ્ય-તુષ્ટી-દીર્ઘાયુ-કલ્યાણકારક સ્વપ્નને જોયેલ છે. એ રીતે વારંવાર અનુમોદના કરે છે. ૩૧ [૧૪] ત્યારપછી તે ધારિણી દેવી, શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી હર્ષિત-સંતુષ્ટ યાવત્ હૃદયી થઈ બે હાથ જોડી યાવત્ અંજલિ કરીને આમ કહે છે. હે દેવાનુપ્રિય ! તે એમ જ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત છે, પ્રતિચ્છિત છે, ઈચ્છિત-પ્રતિચ્છિત છે, જે તમે કહો છો, તે અર્થ સત્ય છે, તેમ કરી, તે સ્વપ્નને સારી રીતે સ્વીકારી, શ્રેણિક રાજાની અનુજ્ઞા પામી, વિવિધ મણિ-કનક-રત્નથી ચિત્રિત ભદ્રારાનથી ઉઠે છે, ઉઠીને જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવે છે, આવીને પોતાની શય્યામાં બેસે છે, બેસીને આમ કહે છે – તે મારા ઉત્તમ, પ્રધાન, મંગલમય, સ્વપ્નો, અન્ય પાપ સ્વપ્નૌથી પ્રતિહત ન થાઓ, એમ વિચારી દેવ-ગુરુજન સંબદ્ધ, પસસ્ત ધાર્મિક કથા વડે સ્વપ્ન જાગરિકાથી જાગૃત થઈને રહીશ. • વિવેચન-૧૩,૧૪ : ધારાશ્ય તેમાં નીય-કદંબ, ધારાહત નીય સુરભિ કુસુમવત્. ચંચુમાલિય - જેનું શરીર પુલકિત થયું છે તે. રોમછિદ્રો ઉંચા થયા છે તે. તે સ્વપ્નને અર્થાવગ્રહથી અવગ્રહી, સદર્ય પર્યાલોચનરૂપ ઈહામાં પ્રવેશે છે. પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, મતિ વિશેષભૂત ઔત્પાતિકી આદિ બુદ્ધિરૂપ પરિચ્છેદથી સ્વપ્નના ફળનો નિશ્ચય કરે છે. પછી કહે છે – અર્થલાભ ઈત્યાદિ થશે. એ પ્રમાણે અનુમોદના કરે છે - ૪ - વશુદ્ધિપુī - અતિપૂર્ણ, સાડા સાત અહોરાત્ર વ્યતીત થતાં, કુલકેતુ આદિ અગિયાર પદો - તેમાં કેતુ-ધ્વજ, તે રીતે કુલકેતુ સમાન, પાઠાંતરથી કુલહેતુ-કુલ કારણ, દીપ-પ્રકાશકત્વથી, સ્થિર આશ્રયના સાધર્મ્સથી પર્વત સમાન, અવાંસ-શેખર, ઉત્તમત્વથી તિલક, ખ્યાતિ કરનાર, ક્યાંક વૃત્તિકર પણ દેખાય છે. વૃત્તિ-નિર્વાહ, નંદિક-વૃદ્ધિકર, યશ-સર્વદિગ્ગામી પ્રસિદ્ધિ, પાદપ-આશ્રણીય છાયાપણાથી વૃક્ષ સમાન, વિવિધ પ્રકારે વૃદ્ધિને કરનાર. - - વિજ્ઞક-પરિણત માત્રથી કલાદિને જાણે, દાન કે અશ્રુપેત નિર્વાહણથી શૂર, સંગ્રામથી વીર, ભૂમંડલ આક્રમણથી વિક્રાંત, વિસ્તીર્ણ, અતિ વિપુલ બળ-વાહનાદિ, રાજ્યપતિ-રાજા. જો આમ છે, તો ઉદારાદિ વિશેષ સ્વપ્ન તેં જોયા છે. રાજાનું વચન સાંભળીને કહે છે – તમે જેમ કહો છો, તેમજ છે, આ રીતે તેમના વચનની સત્યતા કહી. ‘અવિતય’ શબ્દથી વ્યતિરેક ભાવ કહ્યાં. અસંદિગ્ધ પદથી સંદેહ અભાવ કહ્યો, ઈચ્છિતપ્રતિચ્છિત અને બંને ધર્મના યોગથી ઈષ્ટ-પ્રતીષ્ટ, આ શબ્દથી અત્યંત આદર કહ્યો. ૩૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સ્વરૂપથી ઉત્તમ, ફળથી પ્રધાન, તેથી જ મંગલ, સાધુસ્વપ્ન ઈત્યાદિ છે. - x - • સૂત્ર-૧૫ થી ૧૭ : [૧૫] ત્યારે તે શ્રેણિક રાજા પ્રભાતકાળ સમયે કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી આજે બાહ્ય ઉપસ્થાન શાળાને સવિશેષ પરમ રમ્ય, ગંધોદક સિકત, સાફ-સુથરી કરી, લીપ્ત, પંચવર્ણી સરસ સુરભિ વિખરાયેલ પુષ્પના પુંજના ઉપચાર યુક્ત, કાલાગર પ્રવર કુક્ક તુક ધૂપના બળવાથી મઘમઘાય ગંધ વડે અભિરામ, ઉત્તમ સુગંધ ગંધિત, ગંધવર્ણીભૂત કરો અને કરાવો. એ રીતે મારી આજ્ઞાને પાછી આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોને શ્રેણિક રાજાએ આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ યાવત્ આજ્ઞાને પાછી સોંપી. ત્યારે તે શ્રેણિક રાજા કાલે, રાત્રિ પ્રભાતરૂપ થતા, પ્રફુલ્લિત કમળોના પત્ર વિકસિત થતા, પ્રભાત શ્વેતવર્ણી થતા, લાલ અશોકની કાંતિ, પલાશપુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ, બપોરીયાના પુષ્પ, કબૂતરના પગ અને આંખ, કોકિલાના નેત્ર, જાસુદના ફૂલ, જાજવલ્યમાન અગ્નિ, સ્વર્ણકળશ, હિંગલોકના સમૂહની તતાથી અધિક લાલીથી જેની શ્રી સુશોભિત થઈ રહી હતી, એવો સૂર્ય ક્રમશઃ ઉદય થયા. સૂર્યના કિરણો વડે અંધકારનો વિનાશ થવા લાગ્યો, બાળ સૂર્ય રૂપ કુકુમથી જીવલોક વ્યાપ્ત થયો. નેત્રોના વિષયના પ્રસારથી લોક સ્પષ્ટ રૂપે દેખાવા લાગ્યો. સરોવર સ્થિત કમલોના વનને વિકસિત કરનાર, સહસ્રકિરણ દિનકર તેજથી જાજ્વલ્યમાન થયો. ત્યારે શ્રેણિક શસ્યાથી ઉઠ્યો. શસ્યાથી ઉઠીને જ્યાં વ્યાયામશાળા હતી, ત્યાં આવ્યો. વ્યાયામ શાળામાં પ્રવેશ્યો, પ્રવેશીને અનેક વ્યાયામ, યોગ, વલ્ગન, મન, મલ્લયુદ્ધ કરવાથી શ્રાંત, પરિશ્રાંત થયો. શતપાક-સહસ્રપાક ઉત્તમ સુગંધી તેલ આદિ વડે, જે પ્રીતનીય-દીપ્તનીય-દર્શનીય-મદનીય-બૃહણીય, સર્વ ઈન્દ્રિય-ગાત્રને આહ્લાદક અમાંગન વડે અયંગન કરાવ્યા પછી તેલમમાં પ્રતિપૂર્ણ હાથ-પગ સુકુમાર કોમળ તળવાળા પુરુષો વડે કે જે કુશળ-દક્ષ-બળવાન્-નિષ્ણાંત-મેધાવી-નિપુણનિપુણશિપોપગત-પરિશ્રમ જિતનાર હતા, અાંગન-પરિમર્દન-ઉદ્ધર્તન કરણ ગુણ વડે અસ્થિ-માંસ-ત્વચા-રોમની સુખાકારી રૂપ ચાર પ્રકારની સંબાધના વડે શ્રેણિકના શરીરનું મર્દન કર્યુ. તેનાથી રાજાનો પરિશ્રમ દૂર થયો. પછી તે વ્યાયામ શાળાથી નીકળ્યો, નીકળીને નાનગૃહે આવ્યો, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને ચોતરફ જાળીઓથી મનોહર, ચિત્ર-વિચિત્ર મણી અને રત્નૌના તળીયાવાળા તથા રમણીય સ્નાનમંડપની અંદર વિવિધ પ્રકારના મણી અને રત્નોની રચનાથી વિચિત્ર એવા નાનપીઠ-બાજોઠ ઉપર સુખપૂર્વક બેઠો. તેણે શુભોદક, પુષ્પોદક, ગંધોદક, શુદ્ધોદક વડે વારંવાર કલ્યાણક પ્રવર સ્નાન વિધિથી સ્નાન કર્યું. પછી ત્યાં કલ્યાણક અને ઉત્તમ સ્થાનને અંતે સેંકડો કૌતુક કર્યા, પછી

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144