Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧-/૧/૧૫ થી ૧૭
3E
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
મતાંતરથી ઐશ્વર્ય યુક્ત. તલવર-રાજાએ ખુશ થઈને આપેલ પટ્ટબંધથી વિભૂષિત રાજ્ય સ્થાનીય. માડંબિક-છિન્ન મડંપાધિપ. કૌટુંબિક-કેટલાંક કુટુંબ પ્રભવ અવલક. મહામંત્રી-મંત્રી મંડળમાં મુખ્ય કે હસ્તિ સાધન-ઉપરી ગણક-ગણિતજ્ઞ, ભાંડાગારિક. દૌવારિક-પ્રતીહાર કે રાજદ્વારિક. અમાત્ય-રાજ્યાધિષ્ઠાયક, ચેટ-પાટલિક. પીઠમદવયસ્ય, નગર-નગરવાસી પ્રજા. નિગમ-કારણિક. શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત, વર્ણપટ્ટ વિભૂષિત ઉત્તમાંગવાળા. સેનાપતિ-રાજા દ્વારા નિયુક્ત ચતુરંગી સૈન્યનાયક. સાર્થવાહસાર્થનાયક. દૂત-બીજે જઈ રાજાદેશ કહેનાર. - X - X -
નસ્પતિ કેવો ? પ્રિયદર્શન, ધવલ મહામેઘથી નીકળેલ ચંદ્ર જેવો. - x - સિદ્ધાર્થક પ્રધાન જે મંગલોપચાર, તેના વડે કરાયેલ શાંતિકર્મ, વિપ્ન ઉપશમન કમ કરેલ. - X - X • વસ્પતન - ઉત્તમ વસ્ત્ર ઉત્પત્તિ સ્થાને જે ઉત્પન્ન છે તે - X - ઈહામૃગ-વ, ઋષભ-વૃષભ, વાલ-શ્વાપદ ભુજગ. કિન-વ્યંતર વિશેષ. રર-મૃગવિશેષ. સરભ-જંગલી મહાકાય પશુ કે પારાસર. ચમ-જંગલી ગાય. કુંજર-હાથી. વનલતાઅશોકાદિ લતા - x - ખચિત-ખંડિત - x • x • દેશભાગ - જેના અવયવો.
આવ્યંતરિકી-આસ્થાનશાલાના અબ્યુતર ભાગવત. યવનિકા - કાંડપટે, ” X - X- પ્રત્યવસ્તૃત - આછાદિત, વિશિષ્ટ-શોભન, અષ્ટાંગ-દિવ્યોપાત અંતરિક્ષાદિ આઠ ભેદ, શાસ્ત્રવિશેષ, તેના સ્ત્રાર્થ પાઠક..વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. કઈ રીતે ? જે રીતે તમે કહો છો તે રીતે જ હે દેવ ! અન્ય રીતે નહીં. આજ્ઞા-આપના આદેશ મુજબ કરીશું. આ રીતે અચુગમ સૂચક ચાર પદો કહ્યા. * * *
નાનાંતર બલિકર્મ કર્યું - સ્વગૃહદેવતાનું બલિકર્મ. કૌતુકમંગલ કરીને. પ્રાયશ્ચિત્ત-દુ:ખ સ્વપ્નાદિ વિઘાતાર્થે અવશ્ય કરણીય. તેમાં કૌતુક-મશી, તિલકાદિ મંગલ-સરસવ, દહીં, ચોખા, દુર્વા ઈત્યાદિ. -x - “તમે જય-વિજય વડે વૃદ્ધિ પામા' તેમ કહ્યું. તેમાં જય-બીજા વડે હારવું નહીં તે અને પ્રતાપવૃદ્ધિ. વિજય-બીજાનો પરાભવ. અચિંતા-ચંદનાદિ વડે ચર્ચિત, વંદિત-સદ્ગુણકીર્તન વડે. પૂજિત-પુષ્પ વડે. માનિત-દષ્ટિ વડે પ્રણામ કરીને. ફળ વદિ દાનથી સત્કારિત સન્માનિત. * * *
સંચાલયક્તિ-પર્યાલોચન કરે છે. આપમેળે લબ્ધાર્થ, પરસ્પર પૃષ્ણાર્થ, બીજાના અભિપ્રાય વડે ગૃહિતાર્થ, પછી જ વિનિશ્ચિતાર્થ. તેથી જ અવધારિતાર્થ. • • વકમાણઉપજતા. અભિષેક-લક્ષ્મીસંબંધી. વિમાન - જે દેવલોકથી અવતરે તેની માતા વિમાન જુએ છે, જે નકથી અવતરે છે તેની માતા ભવન જુએ છે. વિમાન-ભવન એક હોવાથી સ્વાનો ચૌદ જ છે. વિજ્ઞાત-વિજ્ઞાન પરિણત મણ છે જેને છે. * * * * *
• સૂત્ર-૧૮ :
ત્યારપછી તે ધારિણી દેવીને બે માસ વીત્યા પછી, ત્રીજો માસ વર્તતો હતો ત્યારે તે ગર્ભના દોહદ કાળ સમયમાં આ આવા પ્રકારે અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો . તે માતાઓ ધન્ય છે, પુન્યવંતી છે કૃતાર્થ છે, કૃતપુન્ય છે, કૃdલક્ષણ છે, કૃ વૈભવ છે. તેમનો જન્મ અને જીવિત ફળ સુલબ્ધ છે, જેણે મેઘ અભયગ્રત-મ્યુઘુત-મ્યુera - અમ્યુસ્થિત થતાં, સગર્જિન-વિધુતસર્શિત, સસ્તનિત થતાં અગ્નિ સળગાવી શુદ્ધ કરેલ ચાંદીના પતરા સમાન,
કરન, શંખ, ચંદ્રમા, કુંદપુખ અને ચોખાના લોટ સમાન શુકલ વણવાળા.
ચિકર, હરતાલના ટુકડા, ચંપો, સન, કોરંટ, સરસવ, પાની રજ સમાન પીતવર્ણવાળા... લાક્ષરસ, સરસ, રકતકિંશુક, સુમણ, કત બંધુજીવક, હિંગલોક, સરસકંકુ, બકરા અને સસલાનું રક્ત, ઈન્દ્રગોપ સમાન લાલ વર્ણવાળા... મયુર, નીલમ, નીલગુલિકા, પોપટની પાંખ, ચાસ પક્ષીના પંખ, ભમર પંખ, સાસણ, પિયંગુ લતા, નીલકમલ, તાજા શિરિષપુષ્પ અને ઘાસ સમાન નીલવવાળા.
ઉત્તમ અંજન, કાળો ભ્રમર, કોલસો, રિસ્ટરન, ભ્રમર સમૂહ, ભેંસના શીંગડા, કાલી ગોળી અને કાજળ સમાન કાળ વર્ણવાળા.
[ પ્રમાણે પંચવણ મેઘ હોય વિજળી-ગર્જના હોય, વિસ્તી આકાશમાં વાયુથી ચપળ બનેલ વાદળા ચાલતા હોય, નિર્મળ ઉત્તમ જળધારાથી ગલિત, પ્રચંડ વાયુથી આહત, પૃથ્વી તલને ભીંજવતી વર્ષા નિરંતર થતી હોય, તેથી ભૂતલ શીતલ હોય, પૃથવીરૂપી સ્ત્રીએ શાસરૂપી કંચુક ધારણ કરેલ હોય, વૃક્ષાસમૂહ પલ્લવથી સુશોભિત હોય, વેલ વિસ્તરી હોય, ઉwત ભૂપદેશ સૌભાગ્ય પ્રાપ્ત હોય, અથવા પર્વત, કુંડ સૌભાગ્ય પ્રાપ્ત હોય. વૈભારગિરિનો પ્રપાતતટ-કટકથી ઝરણાં નીકળતાં હોય. તેજ વહેણને લીધે ઉત્પન્ન ફીણયુક્ત જળ હોય. ઉધાના સર્જ, અર્જુન, નીપ, કુટજ નામક વૃક્ષોના અંકુરથી છMાકાર યુક્ત થઈ ગયું હોય. • •
- મેઘ ગર્જનાથી હર્ષિત-સંતુષ્ટ થઈ નૃત્ય કરતાં મયૂર હથિી મુક્ત કંઠે કેકારવ કરતા હોય, વર્ષાઋતુથી ઉત્પન્ન મદથી વરુણ મયૂરીઓ નૃત્ય કરી રહી હોય, ઉપવન શિલિંઘ-કુટજ-કંદલ-કદંબ વૃક્ષોના પુષ્પોની નવીન અને સૌરભયુકત ગંધની વપ્તિ ધારણ કરી રહી હોય. નગર બહાર ઉંધાન કોકીલાઓના વરઘોલના શબ્દોથી વાત હોય અને તવર્ણ ઈન્દ્રગોપથી શોભિત હોય. તેમાં ચાતક કરણ સ્વરે બોલતા હોય. તે નમેલ તૃણોથી સુશોભિત હોય. તેમાં દેડકા ઉચ્ચ સ્વરે અવાજ કરતા હોય, મદોન્મત્ત ભ્રમર-ભમરીનો સમૂહ એઝ થઈ રહ્યો હોય. તે ઉપવનમાં પ્રદેશોમાં પુપરસ લોલુપ અને મધુર ગુંજારવ કરતા મદોન્મત્ત ભમર લીન થઈ રહ્યા હોય, આકાશતલમાં ચંદ્ર, સૂર્ય, ચહલ્સમૂહ મેઘાચ્છાદિત હોવાથી
શ્યામવર્ણ જણાતું હોય. ઈન્દ્રધનુષ રૂપી ધ્વજાટ ફરકતો હોય. તેમાં રહેલ મેઘસમૂહ બગલાઓની શ્રેણિથી શોભિત થઈ રહ્યો હોય. આ રીતે કારંડક, ચકલાક, રાજહંસને ઉત્સુક કરનારી વષત્રિતુનો કાળ હોય.
આવી વષત્રિમાં જે માતાઓ નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કરીને વૈિભારગિરિમાં પતિ સાથે વિહરે છે.)
[તે માતા ધન્ય છે જે પગમાં ઉત્તમ ઝાંઝર પહેરી, કમરમાં કંદોરો પહેરે, વક્ષ:સ્થળે હાર પહેર, કડાં-વીંટી પહેરે. બાજુઓને વિચિત્ર અને શ્રેષ્ઠ બાજુબંધથી
અંબિત કરે છે, કુંડલ વડે મુખ ઉધોતિત છે. અંગ, રનોથી ભૂષિત છે. નાસિકા નિઃશ્વાસના વાયુથી ઉડે તેવું વસ્ત્ર પહેર્યું હોય, ચક્ષુહર-સ્વર્ણ સ્પર્શ સંયુકત હોય,

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144