Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ૧/-//૩૪ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ કરતી આ પ્રમાણે બોલી - હે પુત્ર! [ચાત્રિમાં યતના-ઘટના-પરાક્રમ કરશે. આ વિષયમાં પ્રમાદ ન કરજે અમારે માટે પણ આ જ માર્ગ થાઓ, એમ કરીને મેઘકુમારના માતિપિતા, શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરે છે, કરીને, જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. • વિવેચન-૩૪ : “એક જ પુત્ર” એ ધારિણી અપેક્ષાઓ જાણવું, શ્રેણિકને ઘણાં પુત્રો હતા. * * * * * જથળ • પ્રાપ્ત સંયમયોગમાં પ્રયત્ન કરવો, પાd સંયમ યોગની પ્રાપ્તિ અર્થે ઘટના કરવી, પરાક્રમ કરવું. તે માટે સંયમે પ્રમાદ ન કરવો. • સૂગ-૩૫,૩૬ ? [૩૫] ત્યારે તે મેઘકમરે સ્વયં જ પંચમષ્ટિક લોચ કર્યો કરીને શ્રમણ ભગવત મહાવીર પાસે આવે છે. આવીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણ કરે છે, વંદન-નમસ્કાર કરે છે, કરીને આમ કહ્યું - ભગવન! આ લોક જરા-મરણથી આદીત છે, પ્રદીપ્ત છે, આદીતપ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિ, પોતાનું ઘર બળી જાય ત્યારે તે ઘરમાં રહેલ અચભારવાળી, પણ બહુમૂલ્ય હોય છે, તેને ગ્રહણ કરીને સ્વયં એકાંતમાં ચાલ્યો જાય છે. તે વિચારે છે કે બચાવેલ આ પદાર્થ, મારે માટે પૂર્વે કે પછી હિd-સુખ-ક્ષમ-નિઃ શ્રેયસ-આગામિકતા માટે થશે. એ જ પ્રમાણે મારો પણ આ એક આત્મારૂપી ભાંડ છે, જે મને ઈટકાંત-ધિય-મનોજ્ઞ-મણામ છે, આ આત્માને હું બચાવી લઈશ, તે મને સંસર ઉચ્છદર થશે. તેથી હું ઈચ્છું છું કે હે દેવાનુપિયા આપ પોતેજ મને પ્રતજિત કરો-મુંડિત કરો • શીખવો - શિક્ષિત કરો. આપ જ આચાર-ગોચર-વિનય-વૈનાયિક-ચરણ-કરણ-ચાગામમાં પ્રચયિક ધર્મ કહો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર, મેઘકુમારને સ્વયં જ દીક્ષા આપે છે, આચાર ચાવ4 ધર્મ કહે છે - હે દેવાનુપિયઆ રીતે ચાલવું-ઉભવું-બેસવુંપડા બદલવા-ખાવું-બોલવું, આ રીતે ઉત્થાનથી ઉઠીને પાણ-ભૂત-જીવરાવની રક્ષા કરીને સંયમનું પાલન કરવું, આ વિષયમાં પ્રમાદ ન કરવો. • • • ભરે તે મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ આવા પ્રકારનો ધાર્મિક ઉપદેશ સાંભળી, સારી રીતે સ્વીકાર્યો, તે આજ્ઞા મુજબ ચાલે છે, ઉભો છે યાવતુ ઉત્થાનથી ઉઠીને પ્રાણ-ભૂત-જીત-સવોની યતના કરવી-સંયમ પાળવો. [35] જે દિવસે મેઘકુમાર મુંડ થઈને, ઘરથી નીકળીને અણગારિક પ્રવજ્યા લીધી, તે દિવસના સંધ્યાકાળે સનિક ક્રમથી શ્રમણ-નિળિોના શસ્ત્રસંતાસ્કોના વિભાજન કરતા મેઘકુમારનો શા-સંથારો બારણાંની પાસે આવ્યો, ત્યારે તે શ્રમણ- નિક્યો રાત્રિના પહેલા-છેલ્લા કાળ સમયમાં વાંચના, પૃચછના, પરાવતના, ધમનિયોગ ચિંતન માટે, ઉચ્ચાર અને પ્રસવણને માટે આવતાજતા હતા. તેમાંથી કેટલાંક શ્રમણો મેઘકુમારને હાથ વડે સંછું છે, એ રીતે કોઈના પગની મસ્તક સાથે, કોઈના પગની પેટ સાથે ટક્ક થઈ. કેટલાંક ઓળંગીને, કેટલાંક વધુ વખત ઓળંગીને ગયા, કોઈએ પોતાના પગની રજથી તેને ભરી દીધો. રીતે લાંબી રાત્રિમાં મેઘકુમાર ક્ષણ માટે પણ આંખ મીચી ન શક્યોઉંઘી ન શકો. ત્યારે તે મેઘકુમારને આવા પ્રકારનો આધ્યાત્મિક કાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - હું શ્રેણિક રાજાનો પુત્ર-ધારિણી દેવીનો આત્મજ મેઘ યાવતું જેનું નામ શ્રવણ પણ દુર્લભ હતું, ત્યારે જ્યારે હું ઘર મળે રહેતો હતો, ત્યારે આ શ્રમણ નિસ્થિો મારો આદર કરતા હતા, જાણતા હતા, સત્કાર સન્માન કરતા હતા, પદાર્થોના હેતનાનો-કારણો-ઉત્તરો વારંવાર કહેતા હતા. ઈટ અને કાંત-જ્ઞાણીથી આલાપ-સંલપ કરતા હતા. પણ જ્યારથી હું મુંડિત થઈ, ઘરથી નીકળી પદ્ધતિ થયો છું ત્યારથી શ્રમણો મારો આદર યાવતુ સંલાપ કરતા નથી. ઉલટાના આ શ્રમણ-નિગ્રન્થો, પહેલી અને છેલ્લી રાત્રિના સમયે વાંચના, પૃચ્છનાદિ માટે આવતા-જતા મારા સંથારાને ઉલંધે છે ચાવતું લાંબી રાતમાં હું આંખ પણ મીંચી શક્યો નથી, તો મારે માટે શ્રેયકર છે કે મારે કાલે રાત્રિનું પ્રભાત થતા યાવત સૂર્ય તેજથી દીપ્ત થતાં, શ્રમણ ભગવત મહાવીરને પૂછીને પાછો ઘેર જઈશ. આમ વિચારે છે, વિચારીને આધ્યિાન કારણે દુ:ખથી પીડિત અને વિકલયુક્ત માનસ પામીને મેઘકુમારને તે રાત્રિ નરક માફક વ્યતીત થઈ. રાત્રિ વ્યતીત કરીને પ્રભાત થતાં, સૂર્ય યાવતું તેજથી દીપ્ત થતાં, ‘મેઘ' ભગવંત પાસે આવ્યા, આવીને પ્રદક્ષિણા કરી, વદી-નમી, સેવે છે. • વિવેચન-૩૫,૩૬ - મીન - થોડો બળતો, પ્રીત - પ્રકર્ષથી બળતો, આવન-પ્રદીપ્ત - અત્યંત બળતો. • x • ાિવાયTifસ - ધ્યાન કરતો, ભાંડવિકેય હિરણ્યાદિ, • x • પચ્છા પુરાય-પશ્ચાદ્ગામી કાળે, પૂર્વે આ લોકમાં-જીવલોકમાં અથવા પશ્ચાત્ લોકમાં - આગામી જન્મમાં. - X - X - ને 3 - એક, અદ્વિતીય ભાંડવતુ, પ્રવાજિ-વેશ આપીને, મુંડિત-લોય કરીને, સેધિતકરણ, પડિલેહણાદિ શીખવવા તે, શિક્ષિત-સૂત્રાર્થના ગ્રહણથી. આચારૂ જ્ઞાનાદિ વિષયક અનુષ્ઠાન કાળ અધ્યયનાદિ, ગોચર-ભિક્ષાટન, રૈનયિક-વિનયનું ફળ, કર્મક્ષયાદિ. ચરણ-વ્રતાદિ, કરણ-પિંડ વિશુદ્ધિ આદિ, યાત્રા-સંયમ યાત્રા, મામાતે માટે જ આહાર માત્રા, આ આચારાદિમાં વર્તવું છે... તે ધર્મને કહો. * * * ત્યારે ભગવંતે ધર્મ કહ્યો - કઈ રીતે? યુગમાત્ર દૈષ્ટિ ભૂમિ ઉપર રાખીને ચાલવું, શુદ્ધ ભૂમિમાં ઉર્વ સ્થાને રહેવું, સાંધા-ભૂમિ પ્રમાર્જનાદિ કરીને બેસવું, સામાયિકાદિ ઉચ્ચારણાપૂર્વક શરીર પ્રમાર્જના કરીને સુવું તથા સંથારો-ઉત્તરપટ્ટો, બાહનું ઓશીકે, ડાબે પડખે આદિ. વેદનાદિ કારણથી ચાંગાસદિ દોષરહિત ભોજન કરવું, હિત-મિત-મધુરાદિ વિશેષણથી બોલવું. ઉત્યાનથી ઉઠીને-પ્રમાદ, નિદ્રા છોડીને જાગેલ. પ્રાણ આદિની રક્ષા કરવી કે યતના કરવી.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144