Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ ૧/-/૧/૩૭ તે સ્થાને ગયો જ્યાં મંડલ હતું. ત્યાં જઈને તે મંડલને બીજી વખત સારી રીતે સાફ કર્યું. એ રીતે અંતિમ વર્ષા રાત્રિમાં ઘોર દૃષ્ટિ થતાં જ્યાં મંડલ હતું, ત્યાં ગયો. જઈને ત્રીજી વખત તે મંડલને સાફ કર્યું. ત્યાં રહેલ તૃણાદિ સાફ કરી ાવત્ સુખે વિચર્યો. હે મેઘ ! તું ગજેન્દ્ર ભાવમાં વર્તતો અનુક્રમે નલિનિવનનો વિનાશ કરનાર, કુંદ અને લોઘના પુષ્પોની સમૃદ્ધિથી સંપન્ન, અતિ હિમવાળી હેમંતઋતુ વ્યતીત થઈ અને અભિનવ ગ્રીષ્મકાળ આવ્યો. ત્યારે તું વનમાં વિચરતો હતો. ત્યાં ક્રીડા કરતાં વન્ય હાથણીઓ તારા ઉપર વિવિધ કમળ અને પુષોનો પ્રહાર કરતી હતી. તું તે ઋતુમાં ઉત્પન્ન પુષ્પોથી બનેલ ચામર જેવા કર્ણના આભૂષણથી મંડિત અને રમ્ય હતો. મદને વશ વિકસિત ગંડસ્થળોને આર્દ્ર કરનાર તથા ઝરતા સુગંધી મદજળથી તું સુગંધી બની ગયો. હાથણીથી ઘેરાયેલ રહેતો હતો. સર્વ રીતે ઋતુ સંબંધી શોભા ઉત્પન્ન થયેલી – ૩૯ - તે ગ્રીષ્મ કાળમાં સૂર્યના પ્રખર કિરણો પડતા હતાં. શ્રેષ્ઠ વૃક્ષોના શિખરોને અતિ શુષ્ક બનાવી દીધા, તે ભયંકર લાગતા હતા. શૃંગારના ભયંકર શબ્દ થતા હતા. વિવિધ પત્ર, કાષ્ઠ, તૃણ, કચરાને ઉડાળનાર પ્રતિકૂળ પવનથી આકાશતલ અને વૃક્ષસમૂહ વ્યાપ્ત થયો. તે વંટોળને કારણે ભયાનક દેખાવા લાગ્યા. તૃષાથી ઉત્પન્ન વેદનાદિ દોષોથી દૂષિત થઇ, અહીં-તહીં ભટકતા થાપદથી યુક્ત હતા. જોવામાં આ ભયાનક ગ્રીષ્મઋતુ, ઉત્પન્ન દાવાનળથી અધિક દારુણ થઈ. તે દાવાનળ વાયુના સંચાથી ફેલાયો અને વિકસિત થયો. તેનો શબ્દ અતિ ભયંકર હતો. વૃક્ષોથી પડતી મધુ ધારાથી સિંચિત થતાં તે અતિ વૃદ્ધિ પામ્યો. ધધકતા ધ્વનિથી વ્યાપ્ત થયો. તે દિપ્ત ચિનગારીથી યુક્ત અને ધૂમ માળાથી વ્યાપ્ત હતો. સેંકડો આપદોનો અંત કરનાર હતો. આવા તીવ્ર દાવાનળને કારણે તે ગ્રીષ્મઋતુ અતિ ભયંકર દેખાતી હતી. હે મેઘ ! તું તે દાવાનળ જવાલાથી આચ્છાદિત થઈ ગયો. ઈચ્છાનુસાર ગમનમાં અસમર્થ થયો. ધૂમ-અંધકારથી ભયભીત થયો. તાપને જોવાથી તારા બંને કાન તુંબડા સમાન સ્તબ્ધ થયા. મોટી-લાંબી સૂંઢ સંકોચાઈ ગઈ. ચમકતા નેત્ર, ભયથી ચકળ-વકળ થવા લાગ્યા. વાયુથી થતાં મહામેઘના વિસ્તારવત્ વેગથી તારું સ્વરૂપ વિસ્તૃત દેખાવા લાગ્યું. પહેલા દાવાનળથી ભયભીત થઈ, પોતાની રક્ષાર્થે, જ્યાં તૃણાદિ ખસેડી સાફ પ્રદેશ બનાવેલ અને જ્યાં તે મંડલ બનાવેલ, ત્યાં જ્યા તેં વિચાર્યું. આ એક ગમ. [બીજો ગમ] ત્યારે હે મેઘ ! અન્ય કોઈ દિવસે ક્રમથી પાંચ ઋતુ વ્યતીત થતાં ગ્રીષ્મકાળ સમયમાં જેઠ માસમાં વૃક્ષ ઘસવાથી ઉત્પન્ન યાવત્ સંવર્તિત અગ્નિથી મૃગ-પશુ-પક્ષી-સરિસર્ચ ચારે દિશામાં ભાગવા લાગ્યા. ત્યારે તું ઘણાં હાથીઓ સાથે મંડલમાં જવાનો વિચાર કર્યો. ત્યાં બીજા પણ સીંહ, વાઘ, વિગતા, તીપિકા, અરજી, તરચ્છ, પારાસર, જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સરભ, શિયાળ, વિરાલ, શાન, કોલા, સસા, કોકતિકા, ચિત્તા, ચિલ્લલ પૂર્વે પ્રવેશેલા, આગ્નિ ભયથી ગભરાઈ એક સાથે બિલધર્મથી રહેલા હતા. - - ત્યારે હે મેઘ ! તું પણ તે મંડલમાં આવ્યો, આવીને તે ઘણાં સીંહ યાવત્ ચિલ્લલ સાથે એક સ્થાને બિલધર્મથી રહ્યો. ૮૦ ત્યારે હે મેઘ ! તેં “પગથી શરીરને ખણું” એમ વિચારી પગ ઉંચો કર્યો. ત્યારે તે ખાલી જગ્યામાં, બીજા બળવાન પાણી દ્વારા ધકેલાયેલ એક સસલો પ્રવેશ્યો. ત્યારે હે મેઘ ! તેં શરીર ખંજવાળી પછી પગ નીચે મુકું એમ વિચાર્યું, ત્યારે સસલાને પ્રવેશેલ જોઈને પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વની અનુકંપાથી તે પગને અદ્ધર જ ઉપાડી રાખ્યો પણ નીચે ન મૂક્યો. ત્યારે હે મેઘ ! તે તે પણ યાવત્ સત્ત અનુકંપાથી સંસાર પરિમિત કર્યો, મનુષ્યાયુ બાંધ્યુ. ત્યારપછી તે વન્ય દવ અઢી રાત્રિદિવસ તે વનને બાળીને શાંત થયો. પૂર્ણ થયો, ઉપરત થયો, ઉપશાંત થયો, બૂઝાઈ ગયો. ત્યારે તે ઘણાં સીંહો યાવત્ ચિલ્લલ, તે વનદવને નિષ્ઠિત યાવત્ બુઝાયેલ જાણીને અગ્નિભયથી વિમુક્ત થઈ, તૃષ્ણા અને ભુખથી પીડિત થઈ મંડલથી બહાર નીકળ્યા. નીકળીને ચોતરફ સદિશામાં ફેલાઈ ગયા. [ત્યારે તે ઘણાં હાથી યાવત્ ભુખથી પીડિત થઈને તે મંડળથી નીકળીને ચારે દિશામાં ચાલ્યા ગયા.] ત્યારે હે મેઘ ! તું જીર્ણ, જરાર્જરિત શરીરી, શિથિલ-વલિત-વ્યાપ્ત ગામ વાળો, દુર્બળ, કલાંત, ઝુંઝત, તૃષિત, અત્થામ, અબલ, અપરાક્રમ, અસંક્રમણ થઈ સ્થાણુસમ સ્તબ્ધ થઈ, વેગથી નીકળી જઉં, એમ વિચારી પગને પ્રસરતા વિધુતી હણાયેલ રજતગિરિના શિખર સમાન ધરણિતલ ઉપર સર્વાંગથી ધડામ કરતો પડ્યો. ત્યારે હે મેઘ ! તારા શરીરમાં ઉજ્વલ વેદના ઉત્પન્ન થઈ યાવત્ દાહથી વ્યાપ્ત થઈ તું વિચરવા લાગ્યો. ત્યારે હે મેઘ ! તેં તે ઉજ્વલ યાવત્ દુસ્સહ વેદના ત્રણ રાત્રિદિવસ વેદતો વિચરી સો વર્ષનું આયુ પાળીને આ જ બુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં રાજગૃહનગરમાં શ્રેણિક રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં કુમાર રૂપે ઉત્પન્ન થયો. • વિવેચન-૩૭ :- વૃત્તિનો મહત્ત્વનો સાર ભ− હે મેઘ ! એમ કહી, ભ, મહાવીરે કહ્યું. નૂનં-નિશ્ચિત. હંત-કોમળ આમંત્રણ. વનચક-શબર આદિ, સદ્ગુસ્સેહ-સાત હાથ ઉંચો. નવાયત - નવ હાથ લાંબો, મધ્ય ભાગમાં દશ હાય પ્રમાણ. સપ્તાંગ-પગ, હાથ, પુચ્છ, લિંગ સ્વરૂપ. સમ - અવિષમ ગાત્ર, સુસંસ્થિત-વિશિષ્ટ સંસ્થાન, પાઠાંતથી સૌમ્ય - અરીદ્રાકાર કે નીરોગી અને સમ્મિત - પ્રમાણ યુક્ત અંગવાળો. ઉદગ્ર-ઉચ્ચ, શુભ કે સુખ આસન-સ્કંધાદિવાળો. પૃષ્ઠતઃ-પાછળના ભાગે વરાહ-શુકરવત્-નમેલ હોવાથી. જેની કુક્ષી બકરી માફક ઉન્નત છે, માંસલ હોવાથી છિદ્રરહિત કુક્ષિ, અપલક્ષણ રહિત હોવાથી અલંબકુક્ષિ, ગણપતિ માફક હોઠ અને સુંઢવાળો. કે ઞાનીન - સુશ્લિષ્ટ પ્રમાણયુક્ત, વૃત્ત, ઉપચિત અંગો, - ૪ - અથવા આલિનાદિ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144