Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 51
________________ ૧/-/૧/૯ પૂર્વે કહેલી છે. અપાવૃત-વત્રરહિતપણે. • સૂત્ર-૪૦,૪૧ : ૪૦] ત્યારે તે મેઘ અણગર, તે ઉદાર વિપુલ, સગ્રીક, પ્રત્યાનપૂર્વક, ગૃહિત, કલ્યાણ-શિવ-ધન્ય-માંગલ્ય-ઉદગ-ઉદાર-ઉત્તમ-મહાનુભાવ-નાપોંક વડે શક, ભુખી, રુક્ષ, નિમસિ, લોહી રહિત, કડકડ થતાં હાડકાં યુd, અસ્થિચમનિવઈ, કૃશ, નસોથી વ્યાપ્ત થશે. તે પોતાના જીવના બળથી ચાલતા હતા, જીવના બળથી જ ઉભા રહેતા હતા. ભાષા બોલીને થાકી જતા હતા, બોલા અને બોલવા વિચારતા પણ થાકી જતા હતા જેમ કોઈ કોલસા-કાછ-પાન-તલ-એરંડકાષ્ઠની ભરેલી ગાડી હોય, તે ઉષ્ણ શક હોવાથી શબ્દ કરતી ચાલતી કે ઉભી રહેતી હોય, તેમજ મેઘ અણગાર શબદ ખડખડો કરતાં ચાલતા કે ઉભા હતા. તેઓ તપથી તો પુષ્ટ હતા, પણ માંસ, લોહીથી હૃાસ પામેલ હતા. તે ભસ્મરાશિથી આચ્છાદિત અગિનની માફક તપતેજથી, તપતેજશ્રીથી ઘણાં શોભતા હતા. તે કાળે સમયે આદિકર, તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર સાવવું પૂવનિકૂવી ચાલતા, ગ્રામાનુગામ જતાં, સુખે સુખે વિચરતા રાગૃહ નગરે ગુણશીલ ચૈત્યે આવ્યા, આવીને યથપતિરૂપ અવગ્રહ અવગહીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે તે મેઘ અણગારને રાત્રિના મધ્ય રાત્રિ કાળે ધર્મ-જાગરિકાથી જાગતા આવા સ્વરૂપનો આધ્યાત્મિક યાવતું મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. - નિશે હું આ ઉદાર, આદિ પૂર્વવત ચાવતું બોલીશ એમ વિચારતા પણ થાકી લઉં છું. હજી પણ મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પરાકાર પરાક્રમ, શ્રદ્ધા, વૃતિ, સંવેગ છે, તો જ્યાં સુધી મારામાં ઉત્થાનાદિ છે, યાવતું મારા ધમચિાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીર, જિત, સુહdી વિચરે છે, ત્યાં સુધીમાં મારે શ્રેયકર છે કે કાલે રાત્રિ વીત્યા પછી, પ્રભાત થયા પછી સાવ તેજથી વસંત સુર્ય ઉગતાં ભગવંતને વાંદી-ગ્નમીને શ્રમણ ભગવત મહાવીરની અનુજ્ઞા પામીને વાં જ પાંચ મહાdત આરોહીને, ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થ, નિઝન્થીઓને ખમાવીને, તથારૂપ કૃતાદિ સ્થવિરો સાથે વિપુલ પર્વત ધીમે-ધીમે ચઢીને સ્વયં જ ઘન મેઘ સËશ પૃedીશિલાપક પ્રતિલેખીને, સંલેખના મોસણાથી ઝોષિત થઈ, ભોજન-પાનનો ત્યાગ કરીને પાદપોપગમન ખિનીelન ધારણ કરીને કાળની અપેક્ષા રાખ્યા વિના વિચરીશ. આ પ્રમાણે વિચાર્યું. વિચારીને કાલે રાત્રિ વીતતા પ્રભાત થયા પછી યાવતું સુર્ય જવલંત થતાં ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણ કરે છે, કરીને વાંદી-નમીને ઉચિત સ્થાને શુશ્રુષા કરતા, નમન કરતા, અભિમુખ, વિનયપૂર્વક અંજલી એડી, પર્યાપાસના કરે છે. મેઘ એમ આમંઝી ભગવંતે મેઘને કહ્યું - નિશે હે મેઘા સમિમાં મધ્યરાત્રિ કાળ સમયે ધર્માસ્કિા થકી જાગરણ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ કરતા, આવા સ્વરૂપે આધ્યાત્મિક યાવત સંકલ્પ થયો કે - વિશે હું આ ઉદાર ચાવત તું અહીં આવ્યો. હે મેઘ! આ અર્થ સમર્થ છે? હા, છે. • • હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કર - ૪ - ત્યારે તે મેઘ અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને હૃષ્ટ યાવતુ હદયી થઈ, ઉલ્લાનથી ઉઠીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વાંદી-નમીને સ્વયં જ પાંચ મહાdત આરોહે છે, આરોહીને, ગૌતમાદિ શ્રમણ નિલ્થ, નિગ્રન્થીઓને ખમાવે છે, ખમાવીને તથારૂપ કૃતાદિ સ્થવિરોની સાથે વિપુલ પર્વત ધીમે ધીમે ચડે છે, ચડીને સ્વયં જ ઘનમેઘ સંદેશ પૃવીશિલા કને પડિલેહે છે, પડિલેહીને ઉચ્ચાર-પ્રસવણ ભૂમિને પડિલેહે છે. પછી દર્ભસંસ્કારને પાથરે છે, પછી તેના ઉપર આરૂઢ થાય છે. પૂર્વાભિમુખ પશંકાસને બેસીને, બે હાથ જોડી, મસ્તકે અંજલી કરીને આ પ્રમાણે બોલ્યા અરિહંત ભગવંત યાવત સિદ્ધ સંપતોને નમસ્કાર થાઓ. મારા ધમચિાર્ય યાવત્ સિદ્ધિગતિ પ્રાપ્તિની ઈચ્છાવાળા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. ત્યાં રહેલ ભગવંતને અહીં રહેલ હું વંદુ છું. એ પ્રમાણે વંદન-નમન કરે છે, વાંદી-નમીને આમ કહ્યું – પૂર્વે પણ મેં ભગવત પાસે સર્વે પ્રાણાતિપાનના પચ્ચકખાણ કર્યા છે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ઐશન્ય, પરસ્પરિવાદ, અરતિરતિ, માયામૃષા, મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ કર્યો છે. અત્યારે પણ હું તેમની જ સમીપે સર્વે પ્રાણાતિપાત યાવતુ મિયાદનશચનો ત્યાગ કરું છું. સર્વે અશન-પાન-ખાદિમસ્વાદિમ ચારે પ્રકારના આહારને જાવજીવ પચ્ચકખુ છું. - આ શરીર, જે ઈષ્ટ-કાંત-ધિય યાવત વિવિધ રોગાતંક, પરીષહ-ઉપસર્ગ સ્પર્શે નહીં, એ રીતે રક્ષા કરી છે. ચરમ શ્વાસોચ્છવાસ પર્યન્ત તેને વોસિરાવું છું. - આ પ્રમાણે કહીને સંલેખનાને અંગીકાર કરીને, પાદપોપગમન (અનશન સ્વીકારી) કાળને ન અપેક્ષતા વિચરે છે. ત્યારે તે સ્થવિર ભગવંતો મેઘ અણગારની ગ્લાનપણે સેવા કરે છે. ત્યારે તે મેઘ આણગાર ભગવંતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧-અંગો ભણીને બહુ પ્રતિપૂર્ણ બાર વર્ષ શામણય પયરય પાળીને, માસિકી સંલેખના વડે આત્માને ઝોષિત કરીને, ૬૦ ભક્તને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિકમણ કરીને, શલ્યોને ઉદ્ધરીને, સમાધિ પામી, અનુક્રમે કાળધર્મ મૃિત્યુ પામ્યા. ત્યારે તે સ્થવિર ભગવંતે મેઘ અનગરને અનકમે કાળધર્મ પામેલા જાણીને, પરિનિવસિ નિમિતે કાયોત્સર્ગ કરે છે, કરીને મેઘના ઉપકરણાદિ ગ્રહણ કયાં, કરીને વિપુલ પર્વતે ધીમે ધીમે ચડ્યા, ચડીને ગુણશીલ ચૈત્ય શ્રમણ ભગવત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવત વંદન-નમસ્કાર કર્યો, કરીને પ્રમાણે કહ્યું –

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144