________________
૧/-/૧/૧૯ થી ૨૪
પરિણામિકી એ ચારે પ્રકારની બુદ્ધિ વડે વારંવાર વિચારતા તે દોહદના આય, ઉપાય, સ્થિતિ, ઉત્પત્તિને ન સમજી શકતા, નષ્ટ મનોસંકલ્પ થઈ યાત્ ચિંતામગ્ન થયો.
૪૩
૦-૦ ત્યારપછી અભયકુમાર સ્નાન, બલિકર્મ કરી યાવત્ સર્વાલંકાર વિભૂષિત થઈ [શ્રેણિક રાજાને] પાદવંદનાર્થે જવા વિચારે છે.
ત્યારપછી અભયકુમાર શ્રેણિક રાજા પાસે આવે છે, આવીને શ્રેણિક રાજાને નષ્ટ મન સંકલ્પ યાવત્ જોયા, જોઈને આ પ્રકારે અભ્યર્થિત, ચિંતિત,
મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - અન્ય સમયે શ્રેણિક રાજા મને આવતો જોઈને આદર કરે છે, જાણે છે, સત્કાર-સન્માન કરે ચે, આલાપ"સંલાપ કરે છે, અર્ધાસને બેસવા નિમંત્રે છે, મારું મસ્તક સુંઘે છે, આજે શ્રેણિક રાજા મને આદર નથી કરતા, જાણતા નથી, સત્કારતા-સન્માનતા નથી, ઈષ્ટ-કાંત-પ્રિયમનોજ્ઞ-ઉદાર વાણી વડે આલાપ-સંલાપ કરતા નથી, અર્ધાસનથી નિયંત્રતા નથી, મસ્તક સુંઘતા નથી, કોઈ કારણે નષ્ટ મન સંકલ્પ થઈને ચિંતિત થઈ રહ્યા છે, તેનું કોઈ કારણ હોવું જોઈએ.
મારે માટે એ શ્રેયસ્કર છે કે શ્રેણિક રાજાને તેનું કારણ પૂછું. એ પ્રમાણે વિચારી, જ્યાં શ્રેણિક રાજા છે, ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે, પછી આ પ્રમાણે કહ્યું – હૈ તાત ! અન્ય કોઈ સમયે મને આવતો જોઈને તમે આદર કરો છો. ધ્યાન આપો છો યાવત્ મારા મસ્તકને સુંઘો છો. આસને બેસવા, નિયંત્રો છો. આજે હે તાત ! તમે મારો આદર કરતા નથી, યાવત્ આસને બેસવા નિમંત્રતા નથી. કંઈક નષ્ટ મનસંકલ્પ થઈ યાવત્ ચિંતિત થયા છો, તેનું કોઈ કારણ હોવું જોઈએ. તો હે તાત! તો તમે તે કારણને ગોપવ્યા વિના, શંકા રાખ્યા વિના, પલાપ કર્યા વિના, છુપાવ્યા વિના, જેવું હોય તેમ સત્ય અને સંદેહ રહિત થઈ આ વાતને જણાવો. જેથી હું તેના કારણના અંત સુધી પહોંચી શકું [તેનો પાર પામી શકું]
ત્યારે તે શ્રેણિક રાજા, અભયકુમારે આમ કહેતા, તેમણે અભયકુમારને આ પ્રમાણે કહ્યું – હે પુત્ર! તારી લઘુમાતા ધારિણીદેવી, તે ગર્ભને બે માસ વીતતા, ત્રીજો મારા વર્તતો હતો ત્યારે દોહદ કાળ સમયમાં આ આવા સ્વરૂપે દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે ઈત્યાદિ બધું તે પ્રમાણે જ કહેવું યાવત્ દોહદને પૂર્ણ કરે છે. ત્યારપછી હે પુત્ર! મેં ધારિણીદેવીના તે અકાલ દોહદના ઘણાં આય, ઉપાય યાવત્ ઉપપત્તિને ન સમજી શકતા નષ્ટ મન સંકલ્પ યાવત્ ચિંતિત થયો છું. તું આવ્યો તે પણ ન જાણ્યું, આ કારણથી હે પુત્ર ! હું ચાવત્ ચિંતામગ્ન છું.
ત્યારે તે અભયકુમારે શ્રેણિક રાજા પાસે આ વાત સાંભળી, અવધારીને હર્ષિત્ યાવત્ હૃદયી થઈ શ્રેણિક રાજાને આમ કહ્યું – હે તાત ! તમે નષ્ટ મન સંકલ્પ યાવત્ ચિંતિત ન થાઓ. હું તેવુ કરીશ જેથી મારી લઘુમાતા ધારિણી
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
દેવીના આ આવા સ્વરૂપના અકાલ દોહદના મનોરથ સંપ્રાપ્ત કરીશ. એમ કરીને શ્રેણિક રાજાને તેવી ઈષ્ટ, કાંત યાવત્ વાણીથી આશ્ચારિત કર્યા. ત્યારે તે શ્રેણિક રાજા અભયકુમારે આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈને યાવત્ અભયકુમારને સત્કારી વિસર્જિત કરે છે.
**
[૨] ત્યારે તે અભયકુમાર સત્કારિત, સન્માનિત અને પ્રતિવિસર્જિત કરાતા, શ્રેણિક રાજા પાસેથી નીકળે છે, નીકળીને પોતાના ભવનમાં આવે છે, આવીને સીંહાસને બેઠો. ત્યારે તે અભયકુમારને આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્ ઉત્પન્ન થયો . મારી લઘુમાતા ધારિણી દેવીના અકાલ દોહદના મનોરથોની સંપાપ્તિ કરવા માનુષ્ય ઉપાય વડે શક્ય નથી. દિવ્ય ઉપાય વડે સૌધર્મકÒ મારા પૂર્વ ભવનો મિત્ર દેવ છે, જે મહાન્ ઋદ્ધિવાળો યાવત્ મહાસૌખ્ય છે. તો મારા માટે શ્રેયસ્કર છે કે હું મારી પૌષધશાળામાં પૌષધ કરી, બ્રહ્મચારીપણે, મણિ-સુવર્ણાદિને ત્યાગીને, માળા-વર્ણક-વિલેપન ત્યાગીને, શસ્ત્ર-મુસલાદિ છોડીને એક, અદ્વિતીય થઈને, દર્ભસંસ્તાકે બેસીને, અક્રમ તપ ગ્રહણ કરીને પૂર્વ સંગતિક દેવને મનમાં ધારણ કરી વિચરું ત્યારે તે પૂર્વસંગતિક દેવ મારી લઘુમાતા ધારિણી દેવીના આ અકાલ મેઘના દોહદને પૂર્ણ કરે.
આ પ્રમાણે વિચારી પૌષધશાળાએ ગયો, જઈને પૌષધશાળાને પ્રમા છે, પછી ઉચ્ચાર પ્રસવણ ભૂમિને પડિલેહે છે, પડિલેહીને દર્ભ-સંસ્તાકને પડિલેહે છે, પછી દર્ભ-સંસ્તારકે બેસે છે. બેસીને અક્રમ તપ સ્વીકારે છે, સ્વીકારીને
પૌષધશાળામાં પૌષધયુક્ત થઈને, બ્રહ્મચારી થઈ યાવત્ પૂર્વસંગતિક દેવને
મનમાં ધારીને રહે છે.
પછી તે અભયકુમારનો અક્રમભકત પૂર્ણ થતાં, પૂર્વ સંગતિક દેવનું આસન ચલિત થયું, તે પૂર્વસંગતિક સૌધર્મકાવાસી દેવે આાનને ચલિત થતું જોઈને અવધિજ્ઞાન પ્રયોજ્યુ. પછી તે પૂર્વસંગતિક દેવને આ આવા પ્રકારે અભ્યર્થિત યાવત્ સંકલ્પ ઉપજ્યો - મારો પૂર્વ સંગતિક, જંબૂદ્વીપના ભરત ક્ષેત્રના દક્ષિણાઈ ભરત ક્ષેત્રમાં રાજગૃહનગરમાં પૌષધશાળામાં પૌષધ સ્વીકારી, અભયકુમાર નામે આક્રમ તપ ગ્રહણ કરીને, મને મનમાં ધારણ કરતો રહેલ છે. તો શ્રેયસ્કર છે કે મારે અભયકુમારની પાસે પ્રગટ થવું.
-
આ પ્રમાણે વિચારીને ઈશાન ખૂણામાં જાય છે. જઈને વૈક્રિય સમુદ્ઘતિ વડે સમવહત થઈને સંખ્યાત યોજન દંડ કાઢે છે. તે આ રીતે રત્ન, વજ, ધૈર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, યુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, રજત, જાત્યરૂપ, જનપુલક, સ્ફટિક, ષ્ટિ આ સોળ રત્નોના થાબાદર પુદ્ગલોનો પરિત્યાગ કરે છે, યથાસૂક્ષ્મ પુદ્ગલને ગ્રહણ કરીને અભયકુમારની અનુકંપાર્થે તે દેવે પૂર્વભવ જનિત સ્નેહ-પ્રીતિ-બહુમાનથી શોક કરવા લાગ્યો.
પછી ઉત્તમ રત્નમય પુંડરીક વિમાનથી ધરણિતલે જવા માટે શીઘ્ર ગતિનો પ્રચાર કર્યો. તે સમયે ચલાયમાન થતાં, નિર્મલ સ્વર્ણ-પતર જેવા કર્ણપુર અને મુગટના ઉત્કટ આડંબરથી તે દર્શનીય લાગતો હતો. અનેક મણિ-સુવર્ણ