Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ ૧/-/૧/૧૮ સુગંધી ફૂલોની ગુંથેલ માળા, તેના વડે મરતક શોભતું હોય. * * * * * આ વર્ણનમાં ઘણો વાયના ભેદ છે તથા - X - X - ઉત્તમ શ્વેત ચામર વડે વઝાતી, છત્રાદિ રાજચિહ્ન રૂપ સર્વ ઋદ્ધિ વડે. અહીં યાવતુ શબ્દથી આભરણાદિ સંબંધી સર્વ સ્તુતિ વડે, ઉચિત ઈષ્ટ વસ્તુ ઘટના લક્ષણ સર્વ યુક્તિ વડે, સર્વ સૈન્ય વડે, નગરજન આદિ સમુદાય વડે, સર્વ ઉયિત કૃત્ય-કરણરૂપ આદર વડે, સર્વ સંપદારૂપ વિભૂતિ વડે, સમસ્ત શોભા વડે, પ્રમોદકૃત સુક્યથી સર્વ પુષ્પગંધ-માથ-અલંકાર વડે, તૂર્ય શબ્દોના સંયોગથી સંગત મહાન ઘોષ વડે. આ બધી પ્રવૃત્તિ અા બદ્ધિ આદિમાં પણ દેખાય, તેથી કહે છે - મહા ઋદ્ધિ-ધતિ-તિ-બલ-સમુદયાદિ વડે. વિશેષથી કહે છે - શંખ આદિનો નિત્ય ઘોષ તે નિર્દોષ-મહા પ્રયત્નોત્પાદિત શબ્દ નાદિ-ધ્વનિ માત્ર આ બંને લક્ષણ રૂપ જે સ્વ. •x - શૃંગાટકાદિમાં આ વિશેષ છે - સિપાઈવ - જલજબીજ ફળ વિશેષ, તેવી આકૃત્તિવાળા માયુક્ત, તે શૃંગાટક, ત્રણ પગવાળું સ્થાન તે પ્રક. ચાર પચયુક્ત ચતુર્ક, બિપથભેદિ ચવર. ચતુર્મુખદેવકુલાદિ. મહાપથ-રાજમાર્ગ, પથ-પથમાત્ર, આસિક્ત-ગંધોદક વડે સીંચેલ. શુચિકપવિત્ર, સંમાજિત-કચરો દૂર કરીને, છાણ વડે લીધેલ. * * * * * ગુચ્છ-વંતાકી આદિના, લતા-સહકારાદિ વેલ, વૃક્ષ-સહકાર આદિ, શુભવંશી વગેરે, વલ્લી-ત્રપુષી આદિ. આ બધાંનો જે પલ્લવસમૂહ. તેના વડે આચ્છાદિત, વૈભારગિરિનો જે દેશ, તેના જે અધોભાગ, તેની સમીપ, ત્યાં ચોતરફ ભ્રમણ કરે. આ બધું કહીને ધારિણીનો આત્મ વિષયક અકાલમેઘ દોહદ કહ્યો. વાચનાંતરમાં બીજી રીતે પણ કહેલ છે. - x - દોહદ કહ્યો, હવે તેની પ્રાપ્તિ કહે છે. • સૂત્ર-૧૯ થી ૨૪ : [૧] ત્યારે તે ધારિણીદેવી તે દોહદ પૂર્ણ ન થવાથી, અસંપન્ન દોહદ, અસંપૂર્ણ દોહદ, અસંમાનીય દોહદને કારણે શુક, ભુખી, નિમસિ, જીર્ણઅશરીરી, પ્લાન, દુર્બલ, કલtત, વદન-નયન કમલ નીચા કરેલ, ફીક્કા મુખવાળી, હથેળીમાં મસળેલ ચંપકમાલાવતું નિસ્તેજ, દીન-વીવણ વદના, યથોચિત પુi-ગંધ-માલ્ય-અલંકાર-હારનો અભિલાષ ન કરતી, ક્રીડા-રમણક્રિયાનો ત્યાગ, કરેલી, દીના, દુર્મના, નિરાનંદા, ભૂમિગત દષ્ટિવાળી નષ્ટ મના સંકલ્પ યાવતું આધ્યાન મગ્ન બની. ત્યારે તે ધારિણીદેવીની અંગપરિચારિકા, આત્યંતરિકા દાસ ચેટીકા ધારિણી દેવીને જીર્ણ યાવત્ આર્તધ્યાન મગ્ન જઈ, જોઈને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા! તમે જીર્ણ, જીર્ણશરીટી ઈત્યાદિ કેમ થયા છો ? ત્યારે તે ધારિણીદેવી, તે અંગપ્રતિચારિકાદિને આ પ્રમાણે કહેd સાંભળીને તેનો આદર નથી કરતી, જાણતી પણ નથી, આદર ન કરતા અને ન જાણતા મૌન જ રહે છે. • • ત્યારે તે અંગપતિચારિકાદિએ ધારિણી દેવીને બીજી-સ્ત્રીજી વખત આમ કહે છે - હે દેવાનુપિયા! તમે કેમ જીર્ણ, અશરીરી યાવતું આdદશાની થયા છે ? ત્યારે તે ધારિણીદેવી તે અંગપતિચારીકાદિએ આ પ્રમાણે ૪૨. જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ બીજી-બીજી વખત કહેતા સાંભળીને તેમનો આદર કરતી નથી, ધ્યાન દેતી નથી. આદર ન કરીને અને દયાન ન દઈને મૌન જ રહે છે ત્યારે તે અંગપરિચારિકાદિ ધારિણી દેવી દ્વારા અનાદૂત-અપરિજ્ઞાત કરાયેલી, સંભાત થઈ શરિણી દેવી પાસેથી નીકળે છે, નીકળીને શ્રેણિક રાજાની પાસે આવે છે, આવીને બે હાથ જોડી યાવતુ જય-વિજય વડે વધાવે છે, વધાવીને આમ કહ્યું - હે સ્વામી ! આજ ધારિણીદેવી જીર્ણ, અશરીરી યાવતુ આદિમાનોપગત ચિંતિત છે. [૨] ત્યારે તે શ્રેણિક સા તે આંગપરિચારિકાઓ પાસે આ વાત સાંભળીઅવધારીને તે પ્રકારે જ સંભાંત થઈને શીઘ, વરિત, ચપલ, વેગથી ધારિણદેવી પાસે આવ્યો. આવીને ધારિણીદેવીને જીર્ણ, જીર્ણશરીર, યાવત્ આધ્યાનોપગત અને ચિંતિત જોઈને આ પ્રમાણે કહ્યું – ' હે દેવાનુપિયા તું કેમ જીણ, જીર્ણશરીરી યાવતુ અતધ્યાન ઉપગત અને ચિંતામગ્ન થઈ છો ? ત્યારે તે ધારિણીદેવી શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી, તેનો આદર ન કરતાં યાવત મૌન રહી. ત્યારે તે શ્રેણિક રાજા ધારિણીદેવીને બીજી-સ્ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા! તું કેમ જીર્ણ ચાવત ચિંતામન છો ? ત્યારે તે ધારિણીદેવી શ્રેણિક રાજાએ બીજી-ત્રીજી વખત આમ કહેતા સાંભળીને આદર કરતી નથી, ધ્યાન દેતી નથી, મૌન રહે છે. ત્યારે શ્રેણિક રાજ ધારિણી દેવીને શપથ આપીને આમ કહે છે - હે દેવાનુપિયા ! શું હું આ વાતને સાંભળવાને માટે યોગ્ય નથી ? કે જેથી તું તારા મનમાં રહેલ માનસિક દુઃખને છુપાવે છે ? ત્યારપછી ધારિણી દેવી, શ્રેણિક રાજ દ્વારા શપથ શાપિત કરાઈ ત્યારે શ્રેણિક રાજાને આમ કહે છે - હે સ્વામી ! મારા તે ઉદાર યાવત મહાવનના ત્રણ માસ પ્રતિપૂર્ણ થતા અા સ્વરૂપનો અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો. - તે માતાઓ ધન્ય છે, કૃતાર્થ છે, ચાવત વૈભારગિરિ પદ ભૂલે ભ્રમણ કરતી દોહદને પૂર્ણ કરે છે. તો જ્યારે હું પણ ચાવતું દોહદને પૂર્ણ કર્યું ત્યારે ધન્ય થઈશ.) હે સ્વામી ! હું આવા પ્રકારના કાલ દોહદ પૂર્ણ ન થવાથી જીર્ણ યાવતું આધ્યાનોપગત ચિંતામગ્ન થઈ રહી છું.. આ કારણે તે સ્વામી ! હું જીર્ણ યાવતુ આdધ્યાનોપગ, ચિંતિત છું. ત્યારે તે શ્રેણિક રાજ, ધારિણી દેવી પાસે આ વાત સાંભળી, સમજીને ધારિણી દેવીને આમ કહે છે - હે દેવાનાપા! તું જીર્ણ યાવત ચિંતામન ન થઈશ. હે તેવું કરીશ, જેથી તારા આ પ્રકારના અકાલ દોહદના મનોરથની સંપાપ્તિ થશે, એમ કરીને ધારિણી દેવીને ઈષ્ટ, કાંત પ્રિય મનોજ્ઞ, મણામ, વાણી વડે આશ્વાસિત કરી, કરીને જે બાહ્ય ઉપરથાનાા હતી, ત્યાં આવે છે, આવીને ઉત્તમ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈ બેઠો. ધારિણી દેવીના આ અકાલ દોહદની પૂર્તિ માટે, ઘણાં આયો, ઉપાયો, ઔત્પાતિકી-વૈનાયિકી-કાર્મિકી

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144