Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
C અર્થાત્ જૈનધર્મની અહિંસા ફક્ત માનવલક્ષી નથી તેમજ કેવળ પશુજગતસુધી, સીમિત નથી. વનસ્પતિજગત, વનરાજી, વૃક્ષો સમગ્ર જલરાશિ એવં પૃથ્વી, પાણી અને હવા સમગ્ર જીવરાશિની સુરક્ષાની વાત કરે છે અને એ પણ ફક્ત મધ્યમલોક પૂરતી જ સીમિત નથી. ત્રણે લોક અર્થાત્ ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યમલોક. આમ સમગ્ર વિશ્વને સ્પર્શ કરી જે કોઈ ત્રસ કે સ્થાવર જીવો વિશ્વમાં છે તેને અનુલક્ષીને છે. તેમાં પણ કેવળ અહિંસા નહીં પરંતુ બધા સિદ્ધાંતોની સમીક્ષા કરી ધર્મની વ્યાપકતાને લક્ષમાં રાખી નિત્ય અને અનિત્ય ભાવોનું અનુસંધાન કરીને એક દીપ સમાન સમગ્ર જીવરાશિને આધારભૂત ધર્મની બાંહેધરી આપી છે. આ ગાથા મહાવીર સ્વામીની સ્તુતિની સાથે ધર્મની વ્યાપકતાનું અભિદર્શન છે.
પુચ્છિસુર્ણની પ્રથમ ગાથામાં શ્રમણ અને બ્રાહ્મણ શબ્દનો ઉલ્લેખ કરી ભારતની બંને વિસ્તર્ણ સંસ્કૃતિ બ્રાહ્મણ સંસ્કૃતિ તથા શ્રમણ સંસ્કૃતિનો ખ્યાલ આપી વાર્તાલાપનો આરંભ કર્યો છે. બ્રાહ્મણ સંસ્કૃતિ એ ગૃહસ્થ પ્રધાન જીવનની વિવેચના કરે છે. બ્રાહ્મણ સંસ્કૃતિનો ઉદ્દેશ લૌકિક છે. શ્રમણ સંસ્કૃતિનો ઉદ્દેશ લોકોત્તર છે. બંને સંસ્કૃતિને માટે ભગવાન મહાવીરનું જીવનકવન શું છે? તે પ્રશ્ન ઊભો કરી બ્રાહ્મણ અને શ્રમણ બંનેને એક સાથે સંવાદક બનાવ્યા છે.
તે જ રીતે સર્વે વા વિનં વયંતિઆ શબ્દો કેટલા બધા મહત્ત્વપૂર્ણ છે? કદાચ ધ્યાન ન અપાયું હોય. સત્યના આગ્રહી માણસો ઘણી વખત સત્યની જ હત્યા કરતા હોય છે અને સત્યને જ ખંડિત કરે છે. સત્ય એ સર્વોપરી સિદ્ધાંત નથી પરંતુ નિરવ સત્ય અર્થાત્ નિષ્પાપ સત્ય તે જ આચરણીય છે. અહીં અનવદ્યશબ્દ અહિંસાનો પડઘો પાડે છે અને એમ કહેવા માંગે છે કે સત્ય અહિંસક જ હોવું જોઈએ. સત્યને નામે બીજાની નિંદા કરનારાઓ ખરેખર જૈનધર્મ ઉપર છરી ચલાવતા હોય છે. ભગવાન મહાવીરનો અનવદ્ય વચન માટે ખૂબ જ પક્ષપાત છે. ગાંધીજીને પણ સત્યના ઉપાસક બન્યા પછી અહિંસાનો સ્વીકાર કરવો પડ્યો. જોકે તેણે અહિંસા અને સત્ય એવા બે શબ્દો વાપર્યા પરંતુ વસ્તુતઃ અહિંસા અને સત્ય એ સિદ્ધાંતો નથી પરંતુ અહિંસાત્મક સત્ય અર્થાત્ અહિંસા એ સત્યનો ગુણાત્મકભાવ છે અને એક સિદ્ધાંત છે. જેમ દૂધમાં સાકર નાખ્યા પછી દૂધ મીઠું થાય તે રીતે અહિંસા મેળવ્યા પછી જ સત્યની મીઠાશ વધે છે. વળી જુઓ અનવદ્ય શબ્દ એ હિંસાત્મક પાપ ભાવોના અભાવને સૂચવે
'
S 24 ૮
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg