Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અંતરાય પડે તેમ ન જવું, ઉપાશ્રયમાં અન્ય સાધર્મી સંતો પધારે, તો તેનો વિવેક જાળવવો. તેની સાથે માયાકપટ ન કરવું, ગોચરી લેવા જતાં ખાડા-ટેકરા, ઊંચા-નીચા રસ્તા કે વિષમ માર્ગ આવે, તો તે રસ્તે ન ચાલવું, સમ માર્ગે જવું. બીજો રસ્તો ન જ હોય, તો તે રસ્તે કાળજીપૂર્વક પડી ન જવાય તેમ ચાલવું. ગૃહસ્થનું ઘર બંધ હોય, તો ખોલીને ન જવું કદાચ જવું પડે, તો તેની આજ્ઞા લઈને ખોલવું.
કૂકડા, કબૂતરાદિ પક્ષીઓ ચણી રહ્યા હોય, તો ત્યાંથી પસાર ન થવું, કદાચ જવું પડે, તો તે ઊડી ન જાય, ગભરાઈ ન જાય કે ભયભીત ન થાય, તેમ ધીમે પગલે, દયાળું બનીને યતનાપૂર્વક જવું. ગૃહસ્થના ઘેર સર્વ અંગોપાંગ સ્થિર રાખીને ઊભા રહેવું.
આહાર લેવા માટે ગૃહસ્થને નીસરણી મૂકવી પડે તેમ હોય, અંધારું હોય, નીચે તલઘરમાં હોય, વગેરે ન દેખાતી જગ્યાએથી લાવેલો આહાર ન લેવો, આહાર રેણ બંધ ડબ્બાદિમાં હોય, તો તેને ખોલાવીને ન લેવો.
આ સર્વ દોષોને ટાળીને લાવેલો નિર્દોષ આહાર રસાસ્વાદ વિના ભોગવવો. સારો આહાર મળે. તો ગુરુદેવને ન દેખાડવાની માયા ન કરવી. સાથે રહેતા બધા સાધુઓનો સંવિભાગ કરવો. સાતપિંડેષણા અને સાત પાનૈષણામાંથી કોઈપણ અભિગ્રહ ધારણ કરીને શુદ્ધ આહાર લાવવો.
હે વત્સ ધર્મવીર અણગાર ! આવા શુદ્ધ અને નિર્દોષ આહાર–પાણી રૂપ ખાતર મળે, તેને ઉદરમાં પધરાવી શાંત ચિત્તે સ્વાધ્યાયનું સીંચન કરવામાં આવે, તો આહારની શુદ્ધિથી આચારની શુદ્ધિ થાય છે અને શુદ્ધ આચાર દ્વારા જ ધર્મધ્યાનની ધરતી પર વાવેલા બોધિબીજમાંથી આમ્રવૃક્ષને ઉગાડી શકાય છે. તમે પણ આ બીજનું વાવેતર તથા સીંચન આ રીતે કરજો. શિષ્યઃ હા, ભદંત ! તેમ જ થાઓ! મારે તો પરમાર્થી સંત બનીને આચાર આમ્રવૃક્ષને ખીલવવું છે માટે જ કહ્યું છે કે આ પરમાર્થી સંતને આચાર પાળવો લાગે છે ઈષ્ટ,
જેવો આમ્રરસ લાગે છે મિષ્ટ. શિષ્ય આ પ્રમાણે શુદ્ધ આહારરૂપ ખાતર લાવી, ગુરુદેવને દેખાડી, બોધિબીજનું વાવેતર કર્યું. આમ્રવૃક્ષ પાંગરે તેમ સ્વાધ્યાયાદિ સમાચારીનું સીંચન કરતા અણગાર લીન બની ગયા. તે જોઈને, મારો પુસ્કોકિલ આ સંવાદ સાંભળી ખુશ થયો અને તુર્તજ અમલીકરણ જોઈને તૃપ્ત થયો.
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt