Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અને તેઓ આચાર્ય રૂપે બિરાજમાન હતા, તો કોઈના આમ્રવૃક્ષમાં કૂંપળો કે પાંદડાઓ પ્રગટ થયા હતા. તેવા વૃક્ષવાળા ઉપાધ્યાય અને સ્થવિર ભગવંતો બિરાજમાન હતા અને કેટલાક સાધુ ભગવંતો બોધિબીજને લઈને ઊભા હતા. ધર્મધ્યાનની ધરતીમાં બીજનું વાવેતર કેમ કરવું, તે શીખી રહ્યા હતા.
મારા પુસ્કોકિલને ખૂબ-ખૂબ મઝા આવી ગઈ. તે આશ્રમંજરીને જોતાં પૂંજન કરી ઊઠ્યો. ડોલી ઊઠ્યો. બોલી ઊઠ્યો, અદભત..અદભત. મારા માટે જ્ઞાનાચારની મંજરીઓ કેવી તૈયાર થઈ ગઈ છે, મને મારો ખોરાક મળી ગયો, પરંતુ આ મંજરીઓ ઉત્પન્ન કરવા માટે શું કરવું પડે, તેની ક્રિયા મૂળમાંથી જોઈ લઉં તો ખરો. ચાલો, પેલા સંત પાસે, વસંત ઋતુની મોજ માણવા પહોંચી જાઉં, તેઓ કેવી રીતે બોધિબીજનું વાવેતર કરે છે? આચાર્ય ભગવંત વાવેતર કરવા માટે કેવો ઉપદેશ આપે છે? તેમ વિચાર કરીને મતિજ્ઞાન રૂપી મિત્ર સાથે આવી પહોંચ્યો સદ્ગુરુના ચરણમાં... આવીને નમન કર્યું, નમન કરીને ગુરુ શિષ્યના વાર્તાલાપને સાંભળવા બેસી ગયો. ગુરુદેવ બોલ્યા, વત્સો ! એકચિત્તે સાંભળો. અધ્યયન–૧ : પિંડેષણા – પિંડ એટલે પુદ્ગલોને ભેગા કરીને રચેલા શરીરનું માળખું, તેને ટકાવવા માટે આહાર રૂપી(ખાતર)ની જરૂર પડે છે. આહારના ચાર પ્રકાર છે– મસળ- ભૂખ શાંત કરનારા ખાદ્ય પદાર્થો. - તરસ શાંત કરનારું પાણી. હાફમં– ભૂખ અને તરસ બંને શાંત કરનાર ફળ–મેવા. સારૂકં– ભૂખ-તરસને બંને શાંત ન કરતાં માત્ર મુખને સુવાસિત બનાવે તેવા મુખવાસ.
આ ચારે પ્રકારનો આહાર લેવા તમારી સાથે સમિતિ અને ગુપ્તિ આ બંને દેવીઓની પરિચારિકા આવશે. તેમાં એષણા નામની પરિચારિકા તમારા નેત્રમણિ બનશે, તેની સહાયતાથી તમે સ્પષ્ટ જોઈ શકશો.
ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરો ત્યારે તમારું સ્વાગત થાય કે પધારો ગુરુદેવ! તો તે સાંભળીને ફૂલાશો નહીં અને અપમાન થાય, તો મુરઝાશો નહીં, પ્રસન્ન ચહેરે સહન કરજો. ગૃહસ્થો તમારી સામે ઘણી ચીજો લાવે, તો તે જોઈને લલચાશો નહીં, પરંતુ એષણાના નેત્રમણિથી જોઈ લેજો કે તે પદાર્થો કાચા, સચેત, પૃથ્વી, પાણી, અગ્નિથી સ્પર્શિત, વાયુથી વીંઝાતા, વનસ્પતિના બીજવાળા, તેના સંઘટાથી સ્પર્શિત થયેલા, કોહવાઈ ગયેલા, રસજ જીવજંતુવાળા, લીલણ ફૂલણથી યુક્ત તો નથી ને? તે આહાર મારા નિમિત્તે, મારા ઉદ્દેશથી બનાવેલો, ખરીદીને, ઝૂંટવીને કે ઉધાર લાવેલો, કાચો-પાકો, અધકચરો, આખા દાણાવાળો, તો નથી ને ? તેની પૂર્ણપણે ખાતરી કર્યા પછી પોતાના માટે અથવા સાધર્મિક સાધુઓ માટે પથ્ય હોય, તેટલો જ આહાર લેવો,
29
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt