Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંપાદકીય
ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
ચૌદસો બાવન ગણધર રચિત જિન પ્રણીત, દ્વાદશાંગી શ્રુતદેવતાની નિશદિન કરું હું... અર્ચનાવલી. ।।૧।। શ્રી પુંડરિક સિંહસેન ચારુ વજ્રનાભ ચરમ, પ્રદ્યોતન વિદર્ભ દિશદયાળને નિરંતર ધર્' અર્થાવલી. IIII વરાહ આનંદ ગોસ્તુભ સુધર્મ મંદર યશારિષ્ટ, ચક્રાયુધ સાબકુંભ ઇન્દ્રને ત્રિકાળ કરુ વંદનાવલી IIII મલ્લિ શુભ વરદત્ત દિશ ઇન્દ્રભૂતિ પ્રમુખ, ચોવીસ જિન ગણધરના ગુણ ગાતા સદા મારી હો પ્રણામાંજલી...૪ પ્રિય પાઠક મુમુક્ષુ સાધક ગણ !
આજે અમારો મનમયૂર થનગની રહ્યો છે. આપશ્રીએ અમોને આવકાર્યા છે. જિનપ્રણીત વાણીના ગુજરાતી અનુવાદની અનુમોદના કરી મહાપુણ્યના સહભાગી અમે-તમે સહુ બન્યા છીએ. આપ સહુ અમારા ઉત્સાહમાં દિવેલ પૂરી જ્ઞાનદીપ જલાવવાની પ્રેરણા આપી રહ્યા છો, તેવી શુભભાવનાથી અમો ગુરુપ્રાણ આગમ બત્રીસીનું ૩૧મું આગમરત્ન બહાર પાડી આનંદ અનુભવી રહ્યા છીએ.
આ આગમ પ્રથમ અંગસૂત્ર શ્રી આચારાગ સૂત્રનો બીજો શ્રુતસ્કંધ છે. તેનું પ્રકાશન અમે પહેલા પણ શ્રમણી વિદ્યાપીઠ(ઘાટકોપર)માંથી ભાવાર્થ સહિત કરાવ્યું છે. આજે ફરીથી શબ્દાર્થ, પદાર્થ અને વિવેચન સહિત તેનું પ્રકાશન કરી રહ્યા છીએ. જેમાં પંચાચારમય સાધુ જીવનને ઘડવાની સંજીવની જડીબુટ્ટી છે. પ્રથમ શ્રુતસ્કંધના ગંભીર, ગહન તથા જ્ઞાતવ્ય ભાવોને જ્ઞ પરિજ્ઞાથી જાણીને બીજા શ્રુતસ્કંધમાં પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી નિયમ લેવાય છે.
પ્રસ્તુત સૂત્રમાં તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વિધિ–નિષેધ સહિત સાધુચર્યાના રૂપમાં દર્શાવી છે. તે સહજ અને સરળ હોવા છતાં આચરણમાં લાવવી કઠિન છે પરંતુ અશક્ય નથી. જીવ ધારે તે કરી શકે છે.
જીવ અનાદિકાળથી અજીવનો સંગાથી હોવાના કારણે તે પુદ્ગલપંડ રૂપ
27
Personal
"Woolnel bangjo |