________________
૪૯
ગુરુ, સદ્દગુરુમાં અવશ્ય હોવા ગ્ય એવા આત્મજ્ઞાન–વીતરાગતા આદિ લક્ષણથી રહિત હોય, છતાં પિતાના મત-સંપ્રદાયના આગ્રહથી અને પોતાના માની લીધેલા કુલધર્મના મમત્વજન્ય રાગથી તેને ગુરુ માનવા તે પ્રગટ દૃષ્ટિરાગપણું છે અથવા જેના પ્રત્યે પિતાને રાગ છે એવા અમુક પુરુષવિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખોટા છે ને તેમાં કાંઈ નથી તે પણ દષ્ટિરાગને પ્રકાર છે. આ દૃષ્ટિરાગ છેડે ઘણો મુશ્કેલ છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ તો વીતરાગ પાસે પોકાર પાડ્યો છે કે-હે ભગવન્! નેહરાગ છેડો રહે છે, કામરાગ છેડે સહેલું છે, પણ આ દુષ્ટ દૃષ્ટિરાગ છેડે સંતને પણ દેહિલે છે, દુર્યજ છે. પણ સમ્યગૃષ્ટિપણામાં તે રાગ હોતું નથી, એટલે તેમાં તે વસ્તુનું વસ્તસ્વરૂપે દર્શન થાય છે. સદેવનું, સદ્ગુરુનું, સદ્ધર્મનું સમ્યકુ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણું હોય છે. તાત્પર્ય કે દષ્ટિરાગમાં “મત” નું માન્યપણું છે, અને સમ્યગૃષ્ટિમાં “સત્ ”નું માન્યપણું છે. દૃષ્ટિરાગી “મારું તે સાચું' માને છે, અને સમ્યગષ્ટિ ‘સાચું તે મારું માને છે. આમ એ બન્નેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં ભ્રાંતિ પામે નહિં. દષ્ટિરાગને પિષ તેહ સમકિત ગણું, સ્યાદવાદની રીત ન જાણું નિજ પણું.”—શ્રી દેવચંદ્રજી
માટે સમ્યગદષ્ટિ ઈચ્છનારા મુમુક્ષુએ તે દષ્ટિરાગ ને દષ્ટિઅંધપણારૂપ અંધશ્રદ્ધાને છેડી દઈ, દૃષ્ટિઅંધ એવા અજ્ઞાની અસદ્દગુરુને ત્યજી સમદષ્ટિસંપન્ન જ્ઞાની વીતરાગ સદગુરુનું જ આલંબન ભજવું જોઈએ. કારણ કે ચર્મચક્ષુને અગોચર એવી બિના નયનકી બાત” “બિના નયન પાવે નહિ”-દિવ્ય નયન વિના પામે નહિ, પણ સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત. –આગમ પણ ગુરૂગમ વિના અગમ થઈ પડે છે. કારણ કે આગમ એ આત્માનુભવી જ્ઞાની પુરુષના વચન હોઈ, સાક્ષાત અનુભવજ્ઞાનીઆત્માનુભવી એવા પારમાર્થિક સદ્દગુરુ જ તેના મર્મને--હૃદયને-રહસ્યને પામે છે, અને તે જ એક તે બતાવવાને સમર્થ છે. એટલે પ્રજ્ઞારૂપ શલાકામાં પ્રવચનરૂપ દિવ્ય અંજન લઈ સદૂગુરુ આજે, “જ્ઞાન-અંજનશલાકા’ કરે, તે જ જીવને આ દષ્ટિરોગ દૂર થાય, તે જ આ દિવ્ય નયન ઉન્મીલન પામે, તે જ આ દિવ્ય ચક્ષુ ઉઘડે અને સન્માર્ગની પ્રાપ્તિ થઈ મેર સમા મહામહિમાવાન્ પરમ ગુનિધાન શુદ્ધ આત્માનું સાક્ષાત દર્શન થાય,
પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન;
હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”—શ્રી આનંદઘનજી. શાસ્ત્રમાં ગીતાર્થને જ ગુરુપણાનો અધિકાર કહ્યો છે એમાં ઘણું રહસ્ય છે અને તે એ જ વાતને પુષ્ટ કરે છે; કારણ કે ગીતાર્થ એટલે કેટલાક લોકો માત્ર સૂત્રપાઠી સમજે છે એમ નહિં, પણ જેણે શાસ્ત્ર-સૂત્રને અર્થ–પરમાર્થ ગીત કર્યો છે, અત્યંત હૃદયગત-પરિણા કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં તન્મય-એકતાર