________________
સામર્થ્યોગ
(૨૩) દેહરહિત મુક્ત અવસ્થા પામી, સિદ્ધિપદને પ્રાપ્ત થતે દીઠો કે સાંભળ્યો નથી. અને જે શાસ્ત્રદ્વારા અગીપણાનું પ્રત્યક્ષ જ્ઞાન થતું હોત, તે તે પ્રત્યક્ષપણે તેને સિદ્ધિપદની પ્રાપ્તિ થવી જોઈતી હતી. પણ તેમ તે બનતું દેખાતું નથી.
અને આમ છે એટલા માટે જ, સામર્થ્યોગ જે છે તે અવાચ્ય છે, કહો જાય એવો નથી, શાસ્ત્રવાણીને અગોચર છે. કારણ કે શાસ્ત્રને વિષય પરોક્ષ છે, અને સામર્થ્ય
યેગને વિષય પ્રત્યક્ષ એટલે કે આત્માનુભવગોચર છે, સાક્ષાત્કારરૂપ અવાચ્ય છે. એટલે જ આ સામર્થ્યોગ તેના મેગીને સ્વસંવેદનસિદ્ધ, આત્માનુ
ભવગમ્ય કહ્યો છે. આ “ગ” એટલે ક્ષપકશ્રેણીગત ગીને ધર્મવ્યાપાર જ છે, અર્થાત્ ક્ષપકશ્રેણી જેણે આરંભેલી છે એવા સમર્થ યેગીને આત્મસ્વભાવરૂપ ધર્મમાં વર્તનારૂપ જે ધર્મવ્યાપાર છે, તેનું નામ જ સામગ છે. એમાં આત્માનુભવનું-સ્વસંવેદનજ્ઞાનનું પ્રધાનપણું હોય છે, એટલે જ એને સામર્થ્યગ કહેલ છે.
“પ્રગટે અનુભવ રસ આસ્વાદ.”
વાસી અનુભવ નંદનવનના, ભેગી આનંદઘનના.” –શ્રીદેવચંદ્રજી આવો આ સામર્થ્યવેગ “પ્રાતિજ્ઞાનથી સંગત–સંયુક્ત હોય છે, અને તે સર્વજ્ઞપણ આદિના સાધનરૂપ-કારણરૂપ થાય છે. તે આ પ્રમાણે --
પ્રાતિજ્ઞાન એટલે પ્રતિભાથી ઉપજતું જ્ઞાન, પ્રતિભાસંપન્ન જ્ઞાન. પ્રતિભા એટલે અસાધારણ પ્રકાશ, ઝળક, ચમકારો. જેમાં અસાધારણ આત્માનુભવને પ્રકાશ ઝળકે છે
ચમકે છે તે પ્રાતિજ જ્ઞાન. જેમાં ચૈતન્યશક્તિને અસાધારણ અતિશયવંત પ્રતિભ જ્ઞાન ચમત્કાર, અપૂર્વ અનુભવ પ્રકાશ પ્રતિભાસે છે, પ્રગટ જણાય છે-અનુભવાય
છે, તેનું નામ “પ્રાતિભ જ્ઞાન” છે. આવું પ્રાતિજ જ્ઞાન અત્રે સામર્થ્યયેગમાં હોય છે. એને માર્ગાનુસારી પ્રકૃણ “ઊહ” (અનન્ય તત્ત્વચિંતન) નામનું જ્ઞાન પણ કહે છે, કારણ કે માર્ગાનુસારી એટલે સાક્ષાત્ મોક્ષમાર્ગે ચાલ્યા જતા “દૃષ્ટા” યોગીનું અત્રે શુદ્ધ માર્ગને અનુસરતું અનન્ય તત્ત્વચિંતન હોય છે. જેમકે – જડ ને ચેતન બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે;
સ્વરૂપ ચેતન નિજ જડ તે સંબંધ માત્ર, અથવા તે ય પણ પર દ્રવ્યમાંય છે; એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથને પંથ ભવ અંતને ઉપાય છે.”
–શ્રીમદ્ રાજચંદ્રજી