________________
(૨૪૦)
ગદષ્ટિસમુચ્ચ આમ પરમ કલ્યાણકારી, દુઃખહારક ને સુખકારક, એવા નિર્મલ ધર્મનું માહામ્ય તેના હૃદયમાં વસ્યું હોવાથી, આ મુમુક્ષુ પુરુષ તે ધર્મની ખાતર પોતાના પ્રાણનો પણ ભેગ આપી દેવો પડે, પોતાના પ્રાણની પણ કુરબાની કરવી પડે, તેપણ પાછું વાળીને જુએ નહિં, એમાં શું નવાઈ? કારણ કે તે ધર્મને જ પોતાને ભાવ-પ્રાણ જાણે છે, તે ધર્મ જે ગયો તે તે પિતાને મુવેલે જ સમજે છે, તે ધર્મ જે રક્ષાયો તે પિતાને પ્રાણ પણ રક્ષા એમ તે ખરા અંતઃકરણથી માને છે. એટલે આવા ભાવપ્રાણરૂપ ધર્મને સંચય કરતે રહી, સંરક્ષણ કરતો રહી, તે ભાવ પ્રાણાયામની વૃદ્ધિ કરતો રહે છે, અને તે ધર્મને અર્થે પ્રાણ ત્યજે છે. અર્થાત્ જેમ બને તેમ આત્મતત્વને ઉત્સર્ગ થાય, જેમ બને તેમ આત્મતત્વના પ્રગટપણારૂપ કાર્યસિદ્ધિ-તત્ત્વનિષ્પત્તિ થાય એવી સતુપ્રવૃત્તિમાં જીવન અર્પણ કરે છે, અને તેમ કરતાં કવચિત્ પ્રાણસંકટ આવી પડે, તે પણ તે તત્વઉત્સર્ગ પ્રવૃત્તિ કરતો જ રહી–આત્મસિદ્ધિ સાધતે જ રહી કદી ધર્મને છોડતા નથી,-એવો તે દઢધર્મો હોય છે.
અત્ર પ્રતિબંધન કહે છે –
एक एव सुहृद्धर्मो मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति ॥ ५९॥ એક જ સુહૃદુ ધર્મ જે, મુવા પાછળે જાય;
અન્ય સર્વ તો દેહની, સાથે નાશ જ થાય, ૫૯. અર્થ –ધર્મ એ એક જ સુહ૬-મિત્ર છે, કે જે મરેલાની પાછળ પણ જાય છે. બાકી બીજું બધું તે શરીરની સાથે જ નાશ પામી જાય છે.
વિવેચન ધર્મ જ એક સાચે–ખરેખ “મિત્ર છે, કારણ કે જે મૈત્રી એટલે કે સહવાસસહયોગીપણું ન છોડે તે મિત્ર કહેવાય. સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં,
સારી સ્થિતિમાં કે માઠી સ્થિતિમાં જે સાથ ન છેડે, સદા પિતાના ધર્મ જ એક હૃદયરૂપ રહી “સુહૃદ” ભાવ ન ત્યજે, તે ખરેખર મિત્ર અથવા સહ મિત્ર કહેવાય છે. એવા “મિત્ર” શબ્દના યથાર્થ અર્થમાં જે કોઈને પણ
“મિત્ર” નામ છાજતું હોય તે તે ધર્મને જ છે. કારણ કે મૃત્યુ પામ્યા પછી પણ એક ધર્મ જ તે ઘર્મ કરનારને અનુસરે છે, એની પાછળ પાછળ જાય છે, સદા એનો સંગાથી રહે છે.
કૃત્તિા- વ સુદ એક જ સુહ-મિત્ર ધર્મ છે, અન્ય નથી,-તેના લક્ષણના યોગને લીધે. તેથી કહ્યું-મૃતમ અનુચારિ ચડ-જે મૃત–મરેલાની પાછળ પણ જાય છે. શરીરે સ ના શરીરની સાથે નાશમય, સર્વનું છત્તિ-બીજું બધુ-સ્વજનાદિ તે પામે છે,