Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 373
________________ દીમાષ્ટિ કૃત્યકૃત્ય વિમૂઢતા, દુખમાં સુખબુદ્ધિ ( ૩૦૭) ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરચલી પડી જાય છે; સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા માંડે છે; ચાલવાની આય રહેતી નથી, હાથમાં લાકડી લઈ લડથડી ખાતાં ચાલવું પડે છે; કાં તે જીવન પર્યત ખાટલે પડ્યા રહેવું પડે છે, શ્વાસ, ખાંસી ઈત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કેળીઓ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે પણ કેટલી કેટલી બધી વેદના છે? ચતુર્ગતિના દુઃખમાં જે મનુષ્ય દેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં બધાં દુ:ખ રહ્યા છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે, એમ પણ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે, માટે જ વિચક્ષણ પુરુષ પ્રમાદ વિના આત્મકલ્યાણને આરાધે છે.” -શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત મોક્ષમાળા પાઠ ૧૮. આ સર્વાંગસુંદર શબ્દચિત્રમાં સંસારદુઃખનું તાદ્રશ્ય આબેહુબ ચિત્ર દોર્યું છે. અને આમ પ્રગટપણે જન્મ-મરણાદિ દુઃખના ઉપદ્રવથી હેરાન હેરાન એવું સંસાર સ્વ રૂપ પ્રત્યક્ષ દેખતાં છતાં, આ છે તેનાથી કેમ ઉદ્વેગ નહિ પામતા છતાં ઉદ્વેગ હોય? તેમાંથી અત્યંત વેગથી કેમ નાશી છૂટતા નહિ હોય? આ નહિં! બળતા ઘરમાં રહેવાને કેમ ઈચ્છતા હશે? એ સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે. તેનું સમાધાન મહાત્મા ગ્રંથકારજ સ્વયં કહે છે કે –“અતિ મેહથી, મેહના અતિશય પ્રબળપણારૂપ હેતુથી, આ મહા મેહમૂઢ છે તે સંસારથી ઉદ્વેગ-કંટાળે પામતા નથી, સૂગ પામતા નથી, તેથી ત્રાસી જઈ તેને અંત લાવવાને ઈચ્છતા નથી ! ઉલટા મેહથી મુંઝાઈ જઈને તેને જ દઢ આસક્તિથી વળગી રહે છે ! તેમાં જ રાચે છે ! સંસારસમુદ્રનું ખારું પાણી હોંશથી મીઠું માનીને પીએ છે! ને પોતાના “ભવાભિનંદી” નામને સાર્થક કરે છે !! દાખલા તરીકે, એએને શું હોય છે? તે કહે છે – कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यवत्सदा । दुःखे सुखधियाकृष्टा कच्छूकण्डूयकादिवत् ॥८॥ વૃત્તિ-કુચં-મુકૃત્ય, પ્રાણાતિપાત-આરંભ આદિ કૃત્ય, ચામારિ–કૃત્ય ભાસે છે,- મેહને લીધે, યં –અને કૃત્ય, અહિંસા-અનારંભ આદિ કૃત્ય, અાવા સા-અકૃત્ય જેવું સદા ભાસે છે,માહથી જ. :-દુ:ખમાં, સમારંભ આદિમાં, સુધિયાંસુખ બુદ્ધિથી, શાણા—આકર્ષાયેલો, કેની જેમ? તે કે— કૂfugવારિક-કહૂ કંઠ્ઠયક આદિની જેમ, ખસને ખણનારા વગેરેની જેમ. કછૂપામ, ખસ તેને કંડૂકે, કંડૂ-ખજવાળ કરે તે કંડૂષક, ખજવાળનારા, ખણુનારા, તેની જેમ. આદિ શબ્દથી કૃમિથી હેરાન થઈ રહેલ એવા અગ્નિસેવક-અગ્નિ સેવનારા ઢીઆનું ગ્રહણ છે.

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388