Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 346
________________ (૨૮૦) ગણિસમુચ્ચય એનું સમાધાન એમ છે કે એવી શંકા કરનાર અભિપ્રાય આશય સમજ નથી, કારણ કે ક્ષાયિક સમ્યગદષ્ટિને જ નિશ્ચયથી વેધસંવેદ્ય પદ હોય છે, તેને અપેક્ષીને અત્ર કથન છે, તેણે માનેલા વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદની-વ્યાવહાર નિશ્ચય વેદ્ય- સમ્યગદર્શનની વાત અહીં છે નહિં. તે વ્યાવહારિક સમ્યગદર્શન સુંદર સંવેદ્ય પદ નથી, કારણકે તેથી ભવભ્રમણનો અંત આવતો નથી. ભવભ્રમણને અંત તો નિશ્ચય વેધસંવેદ્ય પદની પ્રાપ્તિ પછી જ આવે છે. માટે આ નિશ્ચય વેધસંવેદ્ય પદ જે છે, તે જ સુંદર છે, રૂડું છે, ભલું છે, નિર્વ્યાજ સાચેસાચું કલ્યાણકર છે, તે જ શીવ્ર મોક્ષગતિ પ્રાપ્ત કરાવનાર છે. અને એ પ્રાપ્ત થયે, પ્રાયે દુર્ગતિમાં જવું જ પડતું નથી, પણ કવચિત્ કર્મવશે કરીને છેવટને માટે એકાદવાર જ જે જવું પડ્યું (મહાનુભાવ મહાત્મા શ્રેણિક મહારાજની જેમ), તે પણ ત્યાં નરકમાં પણ તેવા ક્ષાયિક સમ્યગદષ્ટિ પુરુષને માનસિક દુઃખને અભાવ હોય છે; વજન ચેખા જેમ પાકે નહિ, તેમ માનસિક દુઃખના તાપથી તેના ભાવનો પાક થતો નથી, તેના ભાવ તપતા નથી, તેને ઉન્હી આંચ પણ આવતી નથી, તે તો નિરાકુલપણે સ્વસ્વભાવમાં જ સમવસ્થિત રહી સમતાભાવે સર્વ સુખ-દુઃખ વેદે છે. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કેય; જ્ઞાની વેદે હૈયેથી, અજ્ઞાની વેદે રાય”—શ્રીમદ્ રાજચંદ્રજી કારણ કે તે આત્માનુભવી નિશ્ચય સમ્યગદષ્ટિ સંતજન જાણે છે, વેદે છે, અનુભવે છે, ને આત્મ ભાવના ભાવે છે કે અબધૂ ! ક્યા તેરા ? કયા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા....અબધૂ” હું નિશ્ચય એક, શુદ્ધ, દર્શનજ્ઞાનમય, સદા અરૂપી એ આત્મા છું. બીજું કંઈ પણ, પરમાણુ માત્ર પણ, હારું નથી. હું અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, ને અસંયુક્ત એ શુદ્ધ આત્મા છું. ” સર્વ તરફથી સ્વરસથી નિર્ભર ભાવવાળા એક એવા સ્વને-આત્માને હું અહીં સ્વયં અનુભવી રહ્યો છું. મહારે કઈ મેહ છે નહિં–છે નહિ. હું શુદ્ધ ચિઘન તેજેનિધિ છું.” "अहमिको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमिन्र्तपि ।। जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठमणण्णयं णियदं । વિસમસંગુત્ત તં સુદ્ધનચે વિયાળી -શ્રી સમયસાર

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388