Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 367
________________ દીમાદષ્ટિઃ વિપર્યાસ-દેહમાં આત્મબુદ્ધિથી જ સંસાર (૩૦૧) પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપસપણે પદાર્થ સ્વરૂપને નિરધારી લે છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બંધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ચા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાંસુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થયું જ સંભવે છે. ગૃહ-કુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસબુદ્ધિ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૪૧૮. (૫૦૬ ) અને આવી વિપર્યાસબુદ્ધિ-ઉલટી મતિ હોવાથી, તે જીવ હિત અહિત વિવેકમાં અંધ-આંધળા હોય છે, હિત-અહિતનું તેને ભાન હોતું નથી, એટલે તે હિત છોડી અહિતમાં પ્રવૃત્તિ કરી હાથે કરીને દુઃખી થાય છે. "हितं हित्वा हिते स्थित्वा दुर्धीर्दुःखायसे भृशम् । विपर्यये तयोरेधि त्वं सुखायिष्यसे सुधीः ॥” –શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન અર્થાત્ હિતને છેડા, અહિતમાં સ્થિતિ કરી તું દુબુદ્ધિ અત્યંત દુઃખી થાય છે. અને તે બન્નેના વિપર્યયને તું પામ, એટલે કે અહિતને છોડી હિતમાં સ્થિતિ કર, એટલે સુબુદ્ધિ એ તું સુખી થશે. જે વાટે સુખ મળે છે તે વાટે સુખ નહિ મળે, એવી ખેતી મતિ જીવને થાય તે તે સાચી વાટે પ્રયત્ન કરતે તે અટકે છે. મને આ વાટે સુખ નહિ મળે, સુખ તે. બીજી વાટે મળશે, આથી તે ખરી વાટે પ્રયત્ન કરતો અટકે છે. અને સત્ય સુખનો અંતરાય પામે છે....આ એટી મતિને જ્ઞાનીએ મિથ્યાત્વ કહે છે.” –શ્રી મનઃસુખભાઈ કિ. કૃત શાંતસુધારસ વિવેચન. એથી કરીને જ તેઓ માત્ર સાંપ્રતેક્ષી હોય છે, વર્તમાનદશી જ હોય છે, માત્ર વર્તમાનકાળને જ દેખે છે, આગળ પાછળને વિચાર કરતા નથી. તે તે “આ ભવ મીઠા પરભવ કેણ દીઠા' એમ માની માત્ર વર્તમાનને જ વિચારે છે. એટલે વર્તામાનદશી પરાકને ભૂલી જઈ, વિસારી મૂકી, આ ભવાભિનંદી છે આ દેહાશ્રિત સમસ્ત કત્તવ્યમાંજ ઈતિકર્તવ્યતા માની, સર્વસ્વ માની, તેની પ્રવૃત્તિમાંજ આંખ મીંચીને રચ્યા-પચ્યા રહે છે. અને તેમ કરતાં તે હિતાહિત-અંધ જ કૃત્યાકૃત્યનું, ગમ્યાગમ્યનું, ખાદ્યાખાદ્યનું, પિયાયિનું ભાન ભૂલી જાય છે. તથા જડ દેહથી સર્વથા જુદા શુદ્ધ ચૈતન્યમૂતિ આત્માના અભાનપણથી, દેહ-આત્માને એકવ અધ્યાસ રાખી તે બેભાનપણે-મેહમૂર્ણિતપણે દેહની વેઠ કર્યા જ કરે છે.

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388